ફિલ્મ “ફાઈટર”નું પહેલું ગીત રિલીઝઃ ઋતિક-દીપિકાની કેમેસ્ટ્રી દિલ જીતી લેશે

ગીતના વિડીયોમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી દેખાઈ

Courtesy: JBT

Share:

હાઈલાઇટ્સ

  • ઋતિક રોશને આ ગીતમાં પણ જોરદાર ડાન્સ કર્યો છે
  • ઋતિક-દીપિકાની કેમેસ્ટ્રી ચાહકોના મન મોહી લેશે

ફિલ્મ “ફાઈટર”ના જબરદસ્ત ટીઝર અને કાસ્ટના રોમાંચક લુકે આ ફિલ્મની એક અલભૂત ઝલક લોકો સમક્ષ રજૂ કકરી છે. પરંતુ આતો શરૂઆત હતી, કારણ કે હવે ફિલ્મનું એક ગીત “શેર ખુલ ગએ” રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે આ પાર્ટી સોંગ સાથે પોતાની ફિલ્મના મ્યુઝિકલ સફરની શાનદાર શરૂઆત કરી દિધી છે.

 

રિલીઝ થયું ફિલ્મનું પહેલું ગીત

ધમાકેદાર ડાન્સ બીટ્સથી ભરપુર “શેર ખુલ ગએ” ગીત હકીકતમાં અદભુત છે. પોતાની કમાલ ડાન્સિંગ સકીલ્સ માટે જાણીતા ઋતિક રોશને આ ગીતમાં પણ જોરદાર ડાન્સ કર્યો છે. આ ગીતમાં ઋતિકના ડાન્સ મૂવ્સ એકદમ શાનદાર છે. એક વાતતો નક્કી છે કે, જ્યારે આ ગીત પાર્ટીઝમાં પ્લે થશે ત્યારે લોકોની પાર્ટીની મસ્તીને બમણી કરી દેશે.

ગીતના વિડીયોમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. બંન્ને સાથે મળીને ડાન્સ ફ્લોર પર જાણે આગ લગાવી દિધી છે. આ સિવાય ગીતમાં કરણ સિંહ ગ્રોવર, સંજીદા શેખ અને અક્ષય ઓબોરોયે જોશિલો માહોલ ક્રીએટ કર્યો છે. એકંદરે આ ગીત તમામ સંગીત પ્રેમીઓના પ્લે લિસ્ટમાં જરૂર હશે.

આ ગીત વિશાલ દદલાની, શેખર રાવજિયાની, બેની દયાલ અને શિલ્પા રાવે ગાયું છે. આના લિરીક્સ કુમારે લખ્યા છે. ગીત વિશાલ-શેખર દ્વારા બનાવવામાં આવ્યું છે અને બોસ્કો-સીઝરની જોડીએ આ ગીતને કોરિયોગ્રાફ કર્યું છે.