Dunki: શાહરુખ ખાનના સીન પર ફેરવાઈ કાતર! વોર્નિંગ સાથે સેન્સર બોર્ડે પાસ કરી 'ડંકી'

Film Dunki: આમ જોવા જઈએ તો ફિલ્મમાં વધારે કટ વાગી નથી. પરંતુ એક વોર્નિગ, શબ્દના ફેરફાર સાથે સીને એડજસ્ટમેન્ટ જરુર કર્યુ છે. એક રિપોર્ટનું માનીએ તો ફિલ્મ ડંકીનું 2 કલાક 41 મિનિટનું ડ્યુરેશન અપ્રુવ થઈ ગયું છે.

Share:

હાઈલાઇટ્સ

  • ડંકી ફિલ્મને સેન્સર બોર્ડે આપ્યુ સર્ટિફિકેટ
  • સેન્સર બોર્ડે એક વોર્નિંગ સાથે કટ પણ માર્યા
  • 21 ડિસેમ્બરે ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે

શાહરુખ ખાનની મચ એન્ટિસિપેટેડ ફિલ્મ ડંકીને આખરે સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી ગયુ છે. પઠાણ અને જવાન બાદ ફરીથી શાહરુખ ખાન બોક્સ ઓફિસમાં છવાઈ જવા માટે તૈયાર છે. ફેન્સનું માનીએ તો શાહરુખ ખાન હવે હેટ્રિક લગાવવાની તૈયારીમાં છે. સેન્સર બોર્ડની થોડી કાતર ફર્યા બાદ આ ફિલ્મ વિવિધ મલ્ટિ પ્લેક્સમાં રિલીઝ થશે. 

સેન્સરે આપ્યું સર્ટિફિકેટ
જો કે, ડંકી ફિલ્મમાં સેન્સર બોર્ડે વધારે પડતા કટ લગાવ્યા નથી. પરંતુ વોર્નિંગ અને શબ્દમાં ફેરફાર કરવા માટે કહ્યું છે. આ ફિલ્મ 2 કલાક અને 41 મિનિટની છે. આ ડ્યુરેશનને સેન્સર બોર્ડે મંજૂરી આપી દીધી છે. સેન્સર બોર્ડે ગઈ 15 ડિસેમ્બરે ફિલ્મ રિવ્યૂ કર્યુ હતુ. એ પછી સર્ટિફિકેટ આપ્યું હતું. કેટલાંક સામાન્ય કટ લગાવ્યા બાદ સેન્સર બોર્ડે મંજૂરી આપી દીધી હતી. 

કયો સીન કટ થયો?
સેન્સર બોર્ડે જે કટ લગાવ્યા છે તેમાં જુનિયર એક્ટર્સના સીન કટ થયા હોઈ શકે છે. તો બોર્ડે કેટલાંક સીન પર વોર્નિંગ પણ આપી છે. સેન્સર બોર્ડે શરુઆતમાં અને બીજા ભાગની શરુઆત પહેલાં ધુમ્રપાન વિરોધી હેલ્થ સ્પોટ્સને સામેલ કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ એક શબ્દનું રિસર્ચ કરીને અપ્રવાસી એટલે કે ઈમિગ્રન્ટ્સ કરી દીધો છે. 

શું ચેતવણી મળી?
એક સીનમાં વિકી કૌશલનો ડેથ સીન આવે છે. તો એક સીન સેન્સરે પોતાની રીતે એડજસ્ટ કર્યો છે. શાહરુખ ખાન હાર્ડી યુનિફોર્મ પહેરીને ઘોડા પર બેસીને લગ્ન કરવા જઈ રહ્યો છે. એ સીન પર સ્પેશિયલ નિર્દેશ આપ્યો છે. આ ફિલ્મને રાજુ ઈરાનીએ ડિરેક્ટ કરી છે અને આગામી 21 ડિસેમ્બરના રોજ તે રિલીઝ થવા જઈ રહી છે.