Dunki: શાહરુખ ખાને શેર કરી 'ઓ માહી' સોંગની ઝલક, જણાવ્યો 'ડંકી'નો અસલી અર્થ

Dunki Drop 5: શાહરુખ ખાને ડંકી ડ્રોપ 5નું ટીઝર રિલીઝ કર્યુ, જેમાં તે સોંગ ઓ માહીની ઝલક પણ આપી રહ્યો છે. કિંગ ખાને ઓ માહીની ઝલક સાથે ડંકીનો મતબલ શું થાય છે, એ પણ જણાવ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • શાહરુખ ખાને ડંકી ડ્રોપ 5નું ટ્રીઝર રિલીઝ કર્યુ
  • આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રિલીથ થશે
  • ડંકીનો અર્થ શું થાય, એ પણ કિંગ ખાને જણાવ્યું

Dunki: શાહરુખ ખાને આ વર્ષે પઠાણ અને જવાન એમ બે બેકટુ બેક હિટ ફિલ્મો આપી છે. હવે આગામી 21 ડિસેમ્બરના રોજ તેની ત્રીજી ફિલ્મ ડંકી રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે શાહરુખ ખાને ડંકી ફિલ્મની વિવિધ ઝલકો શેર કરી છે. હવે ડંકી ડ્રોપ 5નું ટ્રીઝર રિલીઝ કર્યુ છે. શાહરુખ ખાને એવું પણ કહ્યું કે, ડંકી ડ્રોપ 5 એટલે કે ઓ માહી સોંગ જલ્દી રિલીઝ થશે. સાથે જ શાહરુખ ખાને એ પણ સમજાવ્યું કે, આખરે ડંકીનો મતલબ શું થાય છે. 

લોકો પૂછી રહ્યાં છે સવાલ 
મહત્વનું છે કે જ્યારથી ફિલ્મનું નામ પાડવામાં આવ્યું છે ત્યારથી જ સવાલ પૂછવામાં આવી રહ્યાં છે કે તેનો અર્થ શું થાય છે. કેટલાંક લોકોએ ડંકીને ગેરકાદયે ફ્લાઈટ કે અમેરિકા કે કેનેડામાં થતી ગેરકાયદે ઘૂસણખોરી જણાવી. પરંતુ હવે લોકોની રાહનો અંત આવી ગયો છે. શાહરુખ ખાને ડંકીનો શું અર્થ થાય છે એ કહી દીધો છે. 

શું થાય છે ડંકીનો અર્થ?
શાહરુખ ખાને ઓ માહી ડંકી ડ્રોપ 5ના વીડિયોની એક ઝલક ટ્વિટર પર શેર કરી છે. સાથે જ તેણે લખ્યું કે, લોકો પૂછે છે એટલે કહું છું. ડંકીનો મતલબ થાય છે કે પોતાનાઓથી દૂર રહેવું. જ્યારે પોતાના પોતાની પાસે હોય ત્યારે એવું લાગે છે કે કયામત સુધી સાથે જ રહીએ. ઓ માહી, ઓ માહી. આજે ક્ષિતિજ પર સૂરજ ડૂબે એ પહેલાં આ પ્રેમને અનુભવો. 

શાહરુખ ખાન અને તાપસી પન્નુ 
ઓ માહી સોંગ તાપસી પન્નુ અને શાહરુખ ખાન પર બનાવવામાં આવ્યું છે. આ સોંગ ખૂબ જ રોમાન્ટિક છે. મેકર્સે જણાવ્યું કે, આ સોંગ માત્ર પ્રમોશનલ વર્ઝન છે. જેનો ફિલ્મ કે તેના વર્ઝનથી કોઈ લેવા દેવા નથી. ડંકી ફિલ્મને રાજકુમાર ઈરાનીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને તાપસી સિવાય વિકી કૌશલ પણ છે.