ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાન પર લગાવ્યો બોલિવુડને બરબાદ કરવાનો આરોપ

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈ વિવાદમાં સપડાયેલા ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં બોલિવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. તેમણે શાહરૂખ ખાન પર બોલિવુડને બરબાદ કરવાનો આરોપ લગાવવાની સાથે જ તેને લોકો મૂરખ લાગતા હોવાનું જણાવીને ટીકાઓનો મારો ચલાવ્યો હતો. પોતાની આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ને લઈ ચર્ચામાં છવાયેલા વિવેક અગ્નિહોત્રીએ કિંગ ખાન […]

Share:

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈ વિવાદમાં સપડાયેલા ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં બોલિવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. તેમણે શાહરૂખ ખાન પર બોલિવુડને બરબાદ કરવાનો આરોપ લગાવવાની સાથે જ તેને લોકો મૂરખ લાગતા હોવાનું જણાવીને ટીકાઓનો મારો ચલાવ્યો હતો.

પોતાની આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ને લઈ ચર્ચામાં છવાયેલા વિવેક અગ્નિહોત્રીએ કિંગ ખાન તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાન પર બોલિવુડને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન વિવેક અગ્નિહોત્રીએ પોતાને શાહરૂખ ખાનની રાજનીતિથી નફરત હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે શાહરૂખ ખાને બોલિવુડને માત્ર પીઆર, ગ્લેમર, સ્ટારડમ અને હાઈપ પૂરતું સીમિત બનાવી દીધું હોવાનો રોષ ઠાલવ્યો હતો. 

વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાનના ફેન હોવાનું સ્વીકાર્યું

વિવેક અગ્નિહોત્રીએ પોતે શાહરૂખ ખાનના ફેન હોવાનું જણાવીને તેમના મતે શાહરૂખ ખાન જેટલું પ્રભાવશાળી કોઈ નથી તેમ પણ કહ્યું હતું. જોકે આ સાથે જ વિવેક અગ્નિહોત્રીએ પોતે શાહરૂખ ખાનની રાજનીતિને નફરત કરે છે અને તે બોલિવુડ જેવી શાનદાર સંસ્થાને બરબાદ કરવા માટે જવાબદાર છે તેમ પણ જણાવ્યું હતું. 

વિવેક અગ્નિહોત્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, શાહરૂખ ખાને બોલિવુડમાં બધુ બરબાદ કરી દીધું છે. બોલિવુડ હવે માત્ર પીઆર, સ્ટારડમ, હાઈપ અને ગ્લેમરનું પૂરક બની ચૂક્યું છે. હવે જેમાં સ્ટારડમ ન હોય તેને તરછોડી દેવાય છે અને એ જ મૂળ સમસ્યા છે. 

ઓડિયન્સને મૂરખ સમજે છે શાહરૂખ ખાન

વિવેક અગ્નિહોત્રીએ આગળ જણાવ્યું હતું કે, “શાહરૂખ ખાનને એમ લાગે છે કે ઓડિયન્સ મૂરખ છે. ઉપરાંત તેમની ફિલ્મો પણ ‘પીપલ્સ ફિલ્મ’ નથી હોતી. તેઓ દર્શકોને મૂરખ સમજે છે એ વાત હું સહન નથી કરી શકતો. હું લોકો માટે ફિલ્મ બનાવું છું. તેઓ બોક્સ ઓફિસ ફિલ્મો બનાવે છે. જ્યારે તેમની ફિલ્મ સફળ જાય છે ત્યારે તે શાહરૂખ ખાનની ફિલ્મ બની જાય છે અને જ્યારે મારી ફિલ્મ સફળ જાય છે ત્યારે તે લોકોની ફિલ્મ હોય છે જે હિટ ગઈ હોય છે. 

વિવેક અગ્નિહોત્રીના કહેવા પ્રમાણે તેઓ અને શાહરૂખ ખાન બે વિરૂદ્ધ ધ્રુવો છે. એક ઉત્તર અને એક દક્ષિણ. જોકે તેમણે પોતે શાહરૂખ ખાનને ચાહતા હોવાનું પણ સ્વીકાર્યું હતું. તેમના મતે તેઓ બંને વચ્ચેનો સંબંધ શક્તિ અને દીવાર જેવો છે. જ્યાં તમે તમારા પિતા અને ભાઈને પ્રેમ કરતા હોવ છો પરંતુ એક પોલીસ ઓફિસર હોય છે અને બીજો સ્મગલર. જ્યાં અમારે નક્કી કરવાનું છે કે અમારા સંબંધમાં કોણ પોલીસ ઓફિસર છે અને કોણ સ્મગલર. 

વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાન પર બોલિવુડને બરબાદ કરવાનો આરોપ લગાવવાની સાથે જ પોતે શાહરૂખ ખાન સાથે કામ કરવા તૈયાર છે પણ શાહરૂખ ખાને બેકગ્રાઉન્ડમાં રહેવું પડશે જે તે સ્વીકારશે નહીં તેમ પણ જણાવ્યું હતું.