શુક્રવારે OTT પર રિલીઝ થયેલી ‘બ્રો’, ‘ધ લોસ્ટ સિટી’, ‘બેબી’ સહિતની ફિલ્મો અને ડ્રામા તમારા રવિવારને ભરી દેશે મનોરંજનથી

મનોરંજનના ચાહકો માટે દર શુક્રવાર ખજાનાનો એક નવો પટારો ખુલ્લો મુકી દે છે જેમાંથી શું જોવું અને પોતાને શું ગમશે એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. શુક્રવારના રોજ નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, આહા વીડિયો અને આહા તમિલ જેવા OTT પ્લેટફોર્મ પર હૃદયસ્પર્શી નાટકો, રહસ્યથી ભરપૂર ફિલ્મો સહિત વિવિધ શ્રેણીના કાર્યક્રમો રિલીઝ થયા છે જે […]

Share:

મનોરંજનના ચાહકો માટે દર શુક્રવાર ખજાનાનો એક નવો પટારો ખુલ્લો મુકી દે છે જેમાંથી શું જોવું અને પોતાને શું ગમશે એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. શુક્રવારના રોજ નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, આહા વીડિયો અને આહા તમિલ જેવા OTT પ્લેટફોર્મ પર હૃદયસ્પર્શી નાટકો, રહસ્યથી ભરપૂર ફિલ્મો સહિત વિવિધ શ્રેણીના કાર્યક્રમો રિલીઝ થયા છે જે શનિવાર અને રવિવારની રજા માણવા માટે પૂરતું મનોરંજન લઈ આવ્યા છે. રજાના દિવસોમાં તમારા મનગમતાં OTT પ્લેટફોર્મ પર ટ્યુન ઈન કરી કહાનીના જાદુમાં ખોવાઈ જવા માટે થઈ જાઓ તૈયાર.

બ્રો (Bro)

પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર તેલુગુ સ્ટાર પવન કલ્યાણ અને સાઈ ધર્મ તેજ સ્ટારર ફિલ્મ ‘બ્રો’ ગત 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 28 જુલાઈના રોજ રિલીઝ થયેલી તેલુગુ ભાષામાં બનેલી સુપર નેચરલ ફેન્ટેસી કોમેડી ફિલ્મમાં બંને કલાકારોએ લાજવાબ અભિનય કર્યો છે. 

જો સમુથિરકાની નિર્દેશિત ફિલ્મ બ્રો તમે થિએટરમાં જોવાનું મિસ કરી દીધું હોય તો શુક્રવારે તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિંદી ભાષામાં ઉપલબ્ધ છે. 

ધ લોસ્ટ સિટી (The Lost City)

પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ

આ ફિલ્મ તમને રહસ્યોથી ભરેલી પ્રાચીન દુનિયાાં એક ડોકિયું કરવાની તક આપે છે. 

યુ આર સો નોટ ઈન્વાઈટેડ ટુ માય બેટ મિટ્જ્વા

You Are So Not Invited to My Bat Mitzvah

પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ

યુ આર સો નોટ ઈન્વાઈટેડ ટુ માય બેટ મિટ્જ્વાની કહાની એક યુવતીની કથા છે જેની બેટ મિટ્જ્વા (યહૂદી દીક્ષા સમારોહ) યોજનાને હાસ્યાસભર રીતે ઉજાગર કરે છે. સાથે જ તેના યુવા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ પૈકીની એક ઘટનાને બરબાદ કરવાની ધમકી આપે છે. 

રાગ્નારોક સિઝન-3 (Ragnarok – Season 3)

પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ

રાગ્નારોકની ત્રીજી સિઝન રિલીઝ થઈ છે જેમાં દર્શકો એક એવી દુનિયામાં ભૂલા પડશે જ્યાં હીરો પોતાના નગરની સુરક્ષા માટે પ્રાચીન ફોર્સ સામે લડત આપે છે. પૌરાણિક સમયની ઝાંખી કરાવતા આ શોને માણવાનું ચૂકશો નહીં. 

બેબી (Baby)

પ્લેટફોર્મઃ આહા વીડિયો અને આહા તમિલ

આનંદ દેવરકોંડાની તેલુગુ ફિલ્મ બેબી OTT પ્લેટફોર્મ આહા વીડિયો અને આહા તમિલ પર રિલીઝ થઈ ગઈ છે. સાઈ રાજેશ નીલમની ‘બેબી’એ બોક્સઓફિસ પર જોરદાર પ્રદર્શ કર્યું હતું. 

બેબીમાં આનંદ દેવરકોંડા, વૈષ્ણવી ચૈતન્ય અને વિરાજ અશ્વિન મુખ્ય કલાકારો છે. નેટફ્લિક્સ પાસે પણ આ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ છે પણ તે આહા OTT પર રિલીઝ થઈ છે અને એક ગીતનો પણ ઉમેરો કરાયો છે. 

સત્યપ્રેમ કી કથા (Satyaprem Ki Katha)

પ્લેટફોર્મઃ પ્રાઈમ વીડિયો

કાર્તિક આર્યન અને કિયારા આડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા દર્શકોને ઈમોશનલ કરનારી સાબિત થઈ હતી.