આખરે અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકાયુંઃ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારથી અલગ નથી થઈ!

તાજેતરમાં બચ્ચન પરિવાર દીકરી આરાધ્યાના સ્કૂલના એક સમારોહમાં સાથે દેખાયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • બચ્ચન પરિવારમાં ફૂટ પડી છે, એવી અફવા પર પૂર્ણવિરામ મૂકાયુ
  • અભિષેક બચ્ચન થોડા દિવસ પહેલા એક ઈવેન્ટમાં દેખાયો ત્યારે તેના હાથમાં તેની વેડિંગ નહોતી

ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ઐશ્વર્યા પોતાના પરિવારથી અલગ નથી રહેતી. ઐશ્વર્યા અત્યારે પોતાના પરિવાર સાથે અમિતાભ બચ્ચનના જલસા સાથે જોડાયેલા બંગ્લોમાં જ રહે છે. તાજેતરમાં બચ્ચન પરિવાર દીકરી આરાધ્યાના સ્કૂલના એક સમારોહમાં સાથે દેખાયો હતો. આના કારણે પરિવારમાં ફૂટ પડી છે, એવી અફવા પર પૂર્ણવિરામ મૂકાયુ હતું.

ઐશ્વર્યા-અભિષેકના સંબંધોમાં ખટરાગ વધ્યાની અટકળો

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના બંગ્લો 'જલસા'ને પોતાની દીકરી શ્વેતા બચ્ચનના નામે કર્યો હતો. આ સમાચાર મળતા જ ઐશ્વર્યાને પરિવાર સાથે ખટરાગ વધ્યો છે તેવી ચર્ચાઓ તેજ થઈ હતી. એક રિપોર્ટમાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો કે, છેલ્લા કેટલાય વર્ષોથી ઐશ્વર્યા-અભિષેકના સંબંધોમાં ખટરાગ વધ્યો છે. પરંતુ દીકરીના કારણે અત્યારસુધી તેઓ સાથે હતા. એવી અટકળો સામે આવી હતી કે, હવે આ પરિવાર વચ્ચે ઝઘડો એટલી હદે વધી ગયો છે કે, ઐશ્વર્યા સાસરીયાઓને છોડીને પોતાની માતાના ઘરે આવી ગઈ છે.

ક્યારથી શરૂ થઈ આ અટકળો?

અભિષેક બચ્ચન થોડા દિવસ પહેલા એક ઈવેન્ટમાં દેખાયો ત્યારે તેના હાથમાં તેની વેડિંગ નહોતી. આ પહેલા ક્યારેય તે પોતાની વેડિંગ રિંગ વગર દેખાયો નથી. તેના આ ફૂટેજ ત્યારે સામે આવ્યા, જ્યારે પહેલાથી જ તેના અને ઐશ્વર્યા વચ્ચે સંબંધોમાં ખટરાગની ચર્ચાઓ હતી. બચ્ચન પરિવારના એક નજીકના સુત્રએ મીડિયાને વિગતો આપી હતી કે, ઐશ્વર્યા અને અભિષેકના પરિવારમાં ખટરાગ પેદા થયો છે.