Elvish Yadavને સાપ ભારે પડ્યો, રેવ પાર્ટીમાં સાપના ઝેરના સપ્લાય માટે FIR નોંધાઈ

Elvish Yadav: બિગ બોસ OTT-2 વિજેતા અને યુટ્યૂબર એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટી આયોજિત કરવાનો આરોપ છે. એલ્વિશ યાદવ દ્વારા કથિત રીતે આયોજિત રેવ પાર્ટીઓ (rave party)માં સાપ અને તેના ઝેરની સપ્લાય કરવા બદલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલે નોઈડામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ […]

Share:

Elvish Yadav: બિગ બોસ OTT-2 વિજેતા અને યુટ્યૂબર એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટી આયોજિત કરવાનો આરોપ છે. એલ્વિશ યાદવ દ્વારા કથિત રીતે આયોજિત રેવ પાર્ટીઓ (rave party)માં સાપ અને તેના ઝેરની સપ્લાય કરવા બદલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલે નોઈડામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આરોપીઓ પાસેથી પાંચ કોબ્રા સહિત નવ સાપ અને સાપનું ઝેર મળી આવ્યું હતું. આ સાપને વન વિભાગને સોંપવામાં આવ્યા છે. મનોરંજક દવા તરીકે સાપના ઝેરનો ઉપયોગ જીવન માટે અત્યંત જોખમી માનવામાં આવે છે.

આ આરોપીએ પોલીસને જણાવ્યું છે કે આ રેવ પાર્ટીઓ (rave party) દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વિવિધ ફાર્મહાઉસમાં આયોજિત કરવામાં આવી હતી અને એલ્વિશ યાદવે (Elvish Yadav) યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો શૂટ કરવા માટે સાપનો ઉપયોગ કર્યો હતો.

વધુ વાંચો: Raj Kundra: પોર્નોગ્રાફી કેસમાં જેલમાં થયેલા તેના અનુભવ વિશે ખુલાસો કર્યો

સાપનું ઝેર રેવ પાર્ટીઓમાં ભાગ લેનારા લોકો દ્વારા પીવામાં આવતું હતું, જેમાં વિદેશી નાગરિકોને પણ હોસ્ટ કરવામાં આવ્યા હતા. 

અધિકારીઓએ જણાવ્યું કે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR)માં એલ્વિશ યાદવ સહિત છ લોકોના નામ છે. તેઓએ કહ્યું, “છમાંથી પાંચ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જો કે, એલ્વિશ યાદવ (Elvish Yadav)ની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.” 

પોલીસે જણાવ્યું હતું, “તેઓ આ પ્રદેશમાં અલગ-અલગ જગ્યાએથી સાપને પકડીને તેમનું ઝેર કાઢતા હતા, જેને તેઓ કથિત રીતે ઊંચા ભાવે વેચતા હતા. તેઓ રેવ પાર્ટીઓ (rave party)માં ઝેર સપ્લાય કરવા માટે મોટી રકમ એકઠી કરતા હતા.” 

વધુ વાંચો: Nick Jonasએ દેશી વાયરલ ટ્રેન્ડના રંગે રંગાઈને કરી પ્રિયંકા ચોપરાના લુકની પ્રશંસા

Elvish Yadavની રેવ પાર્ટી પર નોઈડા પોલીસે દરોડા પાડ્યા હતા 

બીજેપીના નેતા મેનકા ગાંધી દ્વારા સંચાલિત પ્રાણી કલ્યાણ એનજીઓ, PFAની ફરિયાદ બાદ ગઈકાલે મોડી સાંજે નોઈડાના સેક્ટર 51માં એક રેવ પાર્ટી પર નોઈડા પોલીસે દરોડા પાડ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. મેનકા ગાંધીએ એલ્વિશ યાદવ (Elvish Yadav)ની તાત્કાલિક ધરપકડ કરવાની હાકલ કરી છે.

મેનકા ગાંધીએ કહ્યું, “એલ્વિશ યાદવ (Elvish Yadav)ની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. આ ગ્રેડ-1નો ગુનો છે – એટલે કે સાત વર્ષની જેલ. PFAએ છટકું ગોઠવીને આ લોકોને પકડયા છે. તે પોતાના વીડિયોમાં લુપ્તપ્રાય પ્રજાતિના સાપનો ઉપયોગ કરતો હતો.” 

આરોપોને નકારતા, એલ્વિશ યાદવે દાવો કર્યો કે તમામ આરોપો નકલી છે અને તે આ તપાસમાં પોલીસને સહકાર આપવા તૈયાર છે. ણે સોશિયલ મીડિયા પરના વીડિયોમાં જણાવ્યું હતું, “જ્યારે હું સવારે ઉઠયો, ત્યારે મેં એવા અહેવાલો જોયા કે મારી ધરપકડ કરવામાં આવી છે, અને હું નશીલા પદાર્થો સાથે પકડાયો છું. આ તમામ અહેવાલો અને મારા વિરુદ્ધના આરોપો નકલી છે.”