100 વર્ષે યૂક્રેનમાં બદલાવ..7 જાન્યુઆરીના બદલે પહેલીવાર 25 ડિસેમ્બરે Christmasની ઉજવણી

યૂક્રેનમાં સો વર્ષે એક જબરજસ્ત બદલાવ જોવા મળ્યો છે. અહીં પહેલીવાર સાતમી જાન્યુઆરીના બદલે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમની ઉજવણી થઈ રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • યૂક્રેનમાં 106 વર્ષથી ચાલતી પંરપરાનો અંત આવ્યો છે
  • 25 ડિસેમ્બરે થઈ ક્રિસમસની ઉજવણી, 7 જાન્યુઆરીએ થતી હતી
  • 1917થી ચાલતી પરંપરાનો અંત, રશિયાને એક તમાચા બરાબર

Christmas in Ukraine: યુદ્ધ વચ્ચે રશિયાને નજર અંદાજ કરીને યુક્રેને 106 વર્ષ બાદ પહેલીવાર 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ ઉજવવાનો નિર્ણય લીધો. પહેલાં જૂલિયન કેલેન્ડરના આધારે સાત જાન્યુઆરીના રોજ ક્રિસમસની ઉજવણી થતી હતી. રિપોર્ટ મુજબ, રશિયાનો દબદબો ખતમ કરવા માટે આને એક સાંસ્કૃતિક બદલાવ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આખરે સો વર્ષ પછી આ પરંપરા તૂટી છે અને સાત જાન્યુઆરીના બદલે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી થઈ છે. 

106 વર્ષની પરંપરાનો અંત 
વાત એવી છે કે, મોટા ભાગના પૂર્વ ખ્રિસ્તી ચર્ચ જૂલિયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે. જે મુજબ, સાત જાન્યુઆરીના રોજ ક્રિસમસ હોય છે. રિપોર્ટ મુજબ, યૂક્રેનમાં મોટાભાગના રુઢીવાદી મસીહી વિશ્વાસુઓએ રશિયાનું અપમાન કરતા ઈસા મસીહના જન્મના અવસરની ઉજવણી કરી હતી. રાષ્ટ્રપિત વ્લોદિમીર ઝેલેન્સ્કીએ રવિવારે કહ્યું કે, તમામ યૂક્રેનવાસીઓ એકજૂટ છે. એક મોટા પરિવાર, રાષ્ટ્ર અને એકજૂટ દેશ તરીકે અમે ક્રિસમસ એક સાથે એક જ તારીખે મનાવીએ છીએ. 

ગર્વની વાત 
યૂક્રેનમાં એક ડોક્ટરની માતાએ કહ્યું કે, મારું માનવું છે કે, ખરેખરમાં આપણે વિશ્વ સાથે જ ક્રિસમસની ઉજવણી કરવી જોઈએ. રશિયાના દબદબા વિશે તેઓએ કહ્યું કે, મોસ્કોથી દૂર યૂક્રેને આખા વિશ્વને સંદેશ આપ્યો છે. અમે ખરેખરમાં એક નવી રીતે તહેવાર ઉજવવા માગીએ છીએ. આજે આખા યૂક્રેનમાં એક સાથે જ રજા છે. જે અમારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. 

1917થી ચાલતી હતી પરંપરા 
છેલ્લાં 106 વર્ષ એટલે કે 1917થી અહીં ક્રિસમસની ઉજવણી 7 જાન્યુઆરીના રોજ થતી હતી. આખરે 106 વર્ષથી ચાલતી પરંપરાનો અંત આવ્યો છે. સરકારી આદેશ મુજબ, યૂક્રેનમાં 7 જાન્યુઆરીના બદલે 25 ડિસેમ્બરે ક્રિસમસ મનાવવાની શરુઆત જ રશિયાની વિરાસતને ત્યાગવાની શરુઆત માનવામમાં આવી રહી છે. આ એ દિશામાં એક મોટુ પગલું છે.