Viral Video: યુવતીઓના એક ગ્રુપે અક્ષય કુમારના આ ગીત પર ડાન્સ કરી, ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી!

વિડીયોમાં યુવતીઓએ સેક્સી નાઈટ વેર ડ્રેસ પહેર્યા છે અને આ યુવતીઓ અક્ષય કુમારની હિટ ફિલ્મ હાઉસફૂલના ગીત ‘પાપા’ પર ડાન્સ કરી રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • કેટલાક લોકોને આ વિડીયો ન ગમતા તેમણે વિડીયો પર નેગેટીવ કમેન્ટ્સ કરી છે
  • કેટલાક લોકોએ કહ્યું કે, આ વિડીયો થકી પ્રસિદ્ધી મેળવવા માટે અભદ્ર ડાન્સમૂવ્સ કર્યા છે. 

ઈન્સ્ટાગ્રામ રીલ્સે માત્ર ઈન્ટરનેટ પર નહીં પરંતુ માણસના દૈનિક જીવન પર પણ કબ્જો કરી લીધો છે. જ્યાં પણ આપ જોવો ત્યાં કોઈને કોઈ વ્યક્તિ કાં તો વિડીયો શૂટ કરતા અને કાંતો રીલ બનાવતા જોવા મળશે. અત્યારે રીલ્સ બનાવવી એક ટ્રેન્ડનો પાર્ટ થઈ ગયો છે. 

બિલકુલ એવું જ કંઈક આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આમાં કેટલીક યુવતીઓનું એક ગ્રુપ નાઈટ આઉટ દરમિયાન પોતાના બેડરૂમમાં ડાન્સ કરી રહ્યું છે. બેડરૂમમાં ડાન્સ કરી રહેલી આ યુવતીઓનો વિડીયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપને ઈન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રીએટર આયુષી ધોળકીયા દ્વારા શેર કરવામાં આવી છે. વિડીયોમાં ખરેખર યુવતીઓ મસ્તીથી અને મનમૂકીને ડાન્સ કરી રહી છે. 

વિડીયોમાં યુવતીઓએ સેક્સી નાઈટ વેર ડ્રેસ પહેર્યા છે અને આ યુવતીઓ અક્ષય કુમારની હિટ ફિલ્મ હાઉસફૂલના ગીત ‘પાપા’ પર ડાન્સ કરી રહી છે. યુવતીઓ નાઈટ આઉટ દરમિયાન ખૂબજ એન્જોય કરતી દેખાઈ રહી છે અને પોતાની ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરી રહી છે. 

કેટલાક લોકોને આ વિડીયો ન ગમતા તેમણે વિડીયો પર નેગેટીવ કમેન્ટ્સ કરી છે. તો કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ વિડીયોના વખાણ કર્યા છે. તો કેટલાક લોકોએ કહ્યું કે, આ વિડીયો થકી પ્રસિદ્ધી મેળવવા માટે અભદ્ર ડાન્સમૂવ્સ કર્યા છે.