Hrithik Roshanએ લેડી લવ સબા સાથેનો ફોટો શેર કરીને ખાસ અંદાજમાં પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

Hrithik Roshan: બોલિવુડના ગ્રીક ગોડ ગણાતા અભિનેતા રિતિક રોશન (Hrithik Roshan) હાલ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે જ પર્સનલ લાઈફના કારણે પણ ખૂબ જ ચર્ચામાં છે. રિતિક હાલ મ્યુઝિશિયન, અભિનેત્રી અને થિએટર ડિરેક્ટર સબા આઝાદ (Saba Azad)ને ડેટ કરી રહ્યો છે.  રિતિક રોશને સુજૈનથી અલગ થયા બાદ પોતાના સબા સાથેના રિલેશનને પબ્લિકલી પણ એક્સેપ્ટ કર્યો છે. […]

Share:

Hrithik Roshan: બોલિવુડના ગ્રીક ગોડ ગણાતા અભિનેતા રિતિક રોશન (Hrithik Roshan) હાલ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે જ પર્સનલ લાઈફના કારણે પણ ખૂબ જ ચર્ચામાં છે. રિતિક હાલ મ્યુઝિશિયન, અભિનેત્રી અને થિએટર ડિરેક્ટર સબા આઝાદ (Saba Azad)ને ડેટ કરી રહ્યો છે. 

રિતિક રોશને સુજૈનથી અલગ થયા બાદ પોતાના સબા સાથેના રિલેશનને પબ્લિકલી પણ એક્સેપ્ટ કર્યો છે. ત્યારે 1 નવેમ્બરના રોજ સબાના જન્મ દિવસ પર રિતિકે ખુલ્લેઆમ સબા સાથેના પ્રેમનો ઈજહાર કર્યો હતો. તેણે સબા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. આ પોસ્ટમાં સુજૈનની કોમેન્ટ પણ સૌનું ધ્યાન ખેંચનારી બની રહી હતી. 

Hrithik Roshanની ખાસ અંદાજમાં પોસ્ટ

રિતિક રોશને સબા સાથેનો જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ બંને સીડીઓ પર બેસીને કેમેરા સામે હસીને પોઝ આપતા દેખાય છે. સબા આઝાદે (Saba Azad) તેમાં રિતિકનો હાથ પકડેલો છે અને આ ફોટો શેર કરવાની સાથે જ રિતિકે ખૂબ જ લાગણીસભર કેપ્શન પણ આપ્યું છે. 

વધુ વાંચો: Badshahને મહારાષ્ટ્રની સાયબર સેલનું તેડું,સટ્ટાબાજી એપ ‘ફેરપ્લે’ના કેસમાં પૂછપરછ કરાઈ

રિતિકે લખ્યું હતું કે, “આપણે એવી જગ્યા શોધતા હોઈએ છીએ જ્યાં આપણને હૂંફ મળી રહે, પ્રેરણા મળી શકે, ખૂબ સુરક્ષાની લાગણી મળે. દરેક વ્યક્તિ આવું પાર્ટનર શોધતી હોય છે. એટલી કમ્ફર્ટ હોય કે સાથે મળીને બૂમો પાડી શકાય. એવું પાર્ટનર જેના સાથે આપણે દિલ ખોલીને જિંદગીને કહી શકીએ કે કહે હવે તું શું આપીશ, અમે રોમાંચનો સામનો કરવા તૈયાર છીએ. મને તારા સાથે આવું જ અનુભવાય છે.”

રિતિકે આગળ લખ્યું હતું કે, “તું મારૂં ઘર છે જ્યાં રોમાંચની શરૂઆત થાય છે. દુનિયાદારી નિભાવવાની સાથે જ એક જાદુઈ અનુભવ પણ થાય છે અને મેં તારા પાસેથી જ આ બધું શીખ્યું છે. તું જેવી છે એવી જ રહેવા માટે આભાર. ચાલો આપણે રોમાંચની સફર ખેડીએ, હેપ્પી બર્થડે માય લવ.”

વધુ વાંચો: Tejas ફિલ્મનો જાદુ ફિકો પડવા લાગ્યો, ત્રીજા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા

એક્સ વાઈફ સુજૈનની કોમેન્ટ

આ પોસ્ટ પર રિતિક રોશન (Hrithik Roshan)ની એક્સ વાઈફ સુજૈન ખાને પણ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું હતું કે, “ઓહ… તમને બંનેને ઘણો બધો પ્રેમ.” તે સિવયા રિતિકની આ પોસ્ટ પર અનેક ચાહકો અને સેલિબ્રિટીએ પણ રિએક્ટ કર્યું છે. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પણ કોમેન્ટ સેક્શનમાં સબાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. 

2021થી કરી રહ્યા છે ડેટ

રિતિક રોશન અને સબા આઝાદ (Saba Azad)ની ઉંમરમાં 11 વર્ષનો તફાવત છે. સબા 38 વર્ષની છે જ્યારે રિતિક 49 વર્ષનો છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ એકબીજા સાથે સંકળાયેલી પોસ્ટ કરી રહ્યા છે. ઉપરાંત બંને અનેક ઈવેન્ટ્સ, પાર્ટીઝ અને ફેમિલી હોલિડેમાં પણ એકસાથે જોવા મળ્યા છે. તેઓ બંને 2021થી એકબીજાને ડેટ કરી રહ્યા છે.