અમિતાભ બચ્ચનનો ખુલાસો- હરિવંશ રાયના આંતરજ્ઞાતીય લગ્ન માટે સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુએ સમર્થન આપ્યું હતું

અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે સ્વાતંત્ર્ય સેનાની અને કવિ સરોજિની નાયડુ તેમના પિતા સુપ્રસિદ્ધ કવિ હરિવંશ રાય બચ્ચનના ચાહક હતા. અમિતાભ બચ્ચને તેમની માતા તેજી અને પિતા હરિવંશ રાયના આંતરજ્ઞાતિય લગ્નને સરોજિની નાયડુએ સમર્થન આપ્યું તે સમયને યાદ કર્યો હતો. KBC (કૌન બનેગા કરોડપતિ) ના લેટેસ્ટ એપિસોડ પર અમિતાભ બચ્ચને તેમના વિશે વાત કરી […]

Share:

અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે સ્વાતંત્ર્ય સેનાની અને કવિ સરોજિની નાયડુ તેમના પિતા સુપ્રસિદ્ધ કવિ હરિવંશ રાય બચ્ચનના ચાહક હતા. અમિતાભ બચ્ચને તેમની માતા તેજી અને પિતા હરિવંશ રાયના આંતરજ્ઞાતિય લગ્નને સરોજિની નાયડુએ સમર્થન આપ્યું તે સમયને યાદ કર્યો હતો. KBC (કૌન બનેગા કરોડપતિ) ના લેટેસ્ટ એપિસોડ પર અમિતાભ બચ્ચને તેમના વિશે વાત કરી હતી.

KBC પર સરોજિની નાયડુના પ્રશ્ન બાદ જૂની વાત યાદ કરી

KBCમાં સ્પર્ધક યોજનાએ ત્રણ લાઈફલાઈન્સની મદદથી સરોજિની નાયડુ વિશેના પ્રશ્નનો સાચો જવાબ આપ્યા પછી તરત જ, અમિતાભ બચ્ચને સરોજિની નાયડુ સાથેના તેમના સબંધને યાદ કર્યો હતો. યોજનાને અભિનંદન આપ્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે બેગમ અખ્તરે બિહારના ભૂકંપ પીડિતો માટે ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું અને તેમાં સરોજિની નાયડુ પણ હાજર હતા.   

અમિતાભ બચ્ચને તેમના પિતાના આંતરજ્ઞાતિય લગ્ન વિશે જણાવ્યું 

સરોજિની નાયડુના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ વિશે વાત કર્યા પછી, અમિતાભ બચ્ચને કહ્યું, “મને આ કહેતા થોડો સંકોચ થાય છે પણ તે મારા પિતાના પણ મોટા પ્રશંસક હતા. મારા પિતાએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. મારી માતા તેજી શીખ પરિવારમાંથી હતી. તે સમયે, અમે ઈલાહાબાદમાં રહેતા હતા, અને તે દિવસોમાં આંતરજ્ઞાતિય લગ્ન કરવાને પાપ તરીકે ગણવામાં આવતું હતું.”

સરોજિની નાયડુએ હરિવંશરાય બચ્ચને સાંત્વના આપી હતી 

અમિતાભ બચ્ચને કહ્યું, “તે સમયે, લોકોએ મારા પિતાનો વિરોધ કર્યો હતો જ્યારે તેઓ મારી માતાને ઈલાહાબાદ લાવ્યા હતા. સરોજિની નાયડુ એ પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેમને સાંત્વના આપી હતી અને પંડિત જવાહરલાલ નહેરુ સાથે પણ તેમનો પરિચય કરાવ્યો હતો, જેઓ ઈલાહાબાદના આનંદ ભવનમાં રહેતા હતા. સરોજિની નાયડુએ કહ્યું, ‘કવિ અને તેમની કવિતાને મળો.’ 

માતા-પિતાના આંતરજ્ઞાતિય લગ્ન પર અમિતાભ બચ્ચન 

અમિતાભ બચ્ચને અગાઉ KBC 13 પરના એપિસોડ દરમિયાન તેમના માતા-પિતાના આંતરજ્ઞાતિય લગ્ન અંગે ખુલાસો કર્યો હતો . તેમણે કહ્યું, “મારી માતા શીખ પરિવારમાંથી હતી અને મારા પિતા ઉત્તર પ્રદેશના કાયસ્થ પરિવારમાંથી હતા. તેમના પરિવારોએ થોડા સમય માટે વિરોધ કર્યો, પરંતુ તેઓ તેમના આંતરજ્ઞાતિય લગ્ન માટે સંમત થયા. અમિતાભ બચ્ચને કહ્યું કે તેમના માતા-પિતાએ કોઈપણ જાતિની ઓળખ ટાળવા માટે તેમની અટક માટે શ્રીવાસ્તવનો ઉપયોગ ન કરવાનું પસંદ કર્યું હતું. 

અમિતાભ બચ્ચનનો લેટેસ્ટ બ્લોગ

અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક બચ્ચનને આર બાલ્કીની તાજેતરની નવીનતમ ફિલ્મ ઘૂમરમાં તેમના અભિનય માટે મળી રહેલી પ્રશંસા અંગે તેમની ખુશી અને આનંદ વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને લખ્યું, “આ તે ક્ષણ છે જ્યારે પિતા બહારની દુનિયામાંથી આ સાંભળવા માટે રાહ જુએ છે. હું આ હંમેશા માનતો આવ્યો છું, પરંતુ તેને બહારની દુનિયામાંથી સમર્થન મળતું જોવું એ પિતા માટે ગર્વની વાત છે.”