સ્વતંત્રતા દિવસ 2023: ‘ગાંધી’થી લઈને ‘રંગ દે બસંતી’ સુધી એ ફિલ્મો જેણે સ્વતંત્રતા સંગ્રામ ઉજાગર કર્યો

15મી ઓગસ્ટે દેશ 76મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. બ્રિટિશ સામેની લડાઈના અંત તરીકે આ દિવસની શૌર્યગાથા ઈતિહાસમાં અમર રહી જવાની છે. આ શૌર્યગાથામાં અનેકો બલિદાન અને યુદ્ધ લડાઈ ચુક્યા છે. આ લડાઈમાં શહીદી વ્હોરીને દેશને આઝાદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર અનેકો વીર યોદ્ધા અમર રહી ગયા છે. આ તમામ યૌદ્ધાઓ સાથે અનેક ઐતિહાસિક […]

Share:

15મી ઓગસ્ટે દેશ 76મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. બ્રિટિશ સામેની લડાઈના અંત તરીકે આ દિવસની શૌર્યગાથા ઈતિહાસમાં અમર રહી જવાની છે. આ શૌર્યગાથામાં અનેકો બલિદાન અને યુદ્ધ લડાઈ ચુક્યા છે. આ લડાઈમાં શહીદી વ્હોરીને દેશને આઝાદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર અનેકો વીર યોદ્ધા અમર રહી ગયા છે. આ તમામ યૌદ્ધાઓ સાથે અનેક ઐતિહાસિક ઘટનાઓએ બોલિવુડે ફિલ્મી પડદા પર જીવંત રાખી છે. આવો એવી ફિલ્મો પર નજર કરીએ જેણે દેશના વીરોની સંઘર્ષગાથા જનમાનસ સુધી પહોંચાડી અને નાગરિકોમાં દેશહિતની લાગણી ઉત્પન્ન કરી. 

ગાંધી (1982)

રિચર્ડ એટેનબર્ગીની બાયોગ્રાફિકલ ફિલ્મ ‘ગાંધી’ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં ગાંધીજીની અહિંસાના વલણની ઝલક જોવા મળે છે. આ ફિલ્મને 8 એકેડેમી એવોર્ડ્સ મળી ચૂક્યા છે.

લગાન (2001)

આશુતોષ ગોવરિકર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ અંગ્રેજોના દમણને ઉજાગર કરે છે. લગાન અર્થાત એક પ્રકારના કરને માફ કરવા માટે ગામડાંમાં રહેતા યુવાનો બ્રિટિશર્સને ક્રિકેટ મેચ રમવા માટે ચેલેન્જ કરે છે. 

રંગ દે બસંતી (2006)

રાકેશ ઓમપ્રકાશ મેહરાની રંગ દે બસંતી ફિલ્મ સ્વતંત્ર સેનાનીઓની સંઘર્ષ ગાથા વર્ણવે છે. તે કેવી રીતે યુવાનોને દેશ માટે પ્રેરણાદાયી બને છે તેની કહાની છે. આ ફિલ્મ ભૂતકાળ અને વર્તમાનમાં વર્ણવાયેલી છે. 

1942: અ લવ સ્ટોરી (1942)

ભારત છોડો આંદોલનની ઝલક આપતી વિનોદ ચોપરાની આ ફિલ્મ એક રોમેન્ટિક લવ સ્ટોરી છે.  ફિલ્મમાં આઝાદી માટેની લડત સાથે પ્રેમ કથાનો સમન્વય છે.  ફિલ્મની સંગીતને કારણે તે દર્શકોની પસંદ બની હતી. 

મંગલ પાંડે: ધ રાઈઝિંગ (2005)

કેતન મહેતાની હિસ્ટોરિકલ બાયોપિકમાં આમીર ખાને લીડ રોલ નિભાવ્યો છે. બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતા મંગલ પાંડેના બળવાને ઉજાગર કરતી ફિલ્મ રાષ્ટ્ર ભાવના જગાડે છે. 

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ:  ધ ફોરગોટન હીરો (2005)

આ ફિલ્મ શ્યામ બેનીગલ દ્વારા ડાયરેક્ટ કરાઈ છે.  ફિલ્મમાં નેતાજી દ્વારા ઈન્ડિયન નેશનલ આર્મી (INA)ના નિર્માણની આવશ્યકતાથી લઈને તેમના ઓઝલ થઈ જવાની વાર્તા છે.

ધ લેજન્ડ ઓફ ભગત સિંહ (2002)

અજય દેવગણ સ્ટારર આ ફિલ્મ રાજકુમાર સંતોષીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં શહીદ વીર ભગત સિંહની વીરતા અને શોર્યગાથા પ્રદશિત કરાઈ છે. 

શહીદ (1965)

આ ક્લાસિક ફિલ્મ એસ રામ શર્માએ ડાયરેક્ટ કરી છે.  તેમાં ભગત સિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરુની સ્વતંત્રતાની લડત દર્શાવાઈ છે.

આ તમામ એવી ફિલ્મો છે જેને રિલીઝ થયે ભલે દાયકાઓ વીતી ગયા હોય પરંતુ તે દર્શકોના મનમાં હંમેશા એવરગ્રીન રહેવાની છે. સિનેમાનો 2 દાયકોનો ટ્રેન્ડ આજે પણ યથાવત છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પછી પણ દેશભાવના જાૃગત કરતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. URI, ભુજ, શેરશાહ જેવી ફિલ્મોએ ફિલ્મજગત પર અલગ છાપ છોડી છે.