પહેલી વખત ગર્લફ્રેન્ડનો હાથ પકડીને જાહેરમાં દેખાયો ઈશાન ખટ્ટર, જાણો કોણ છે ચાંદની

બોલિવુડનો યુવા અભિનેતા ઈશાન ખટ્ટર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફના કારણે વધારે ચર્ચામાં રહે છે. શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. તાજેતરમાં ઈશાન ખટ્ટરના એક વીડિયોએ ખૂબ ચર્ચા જગાવી છે જેમાં તે પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે પહેલી વખત જાહેરમાં જોવા મળી રહ્યો છે.  ઈશાન ખટ્ટર અને ચાંદની બેન્જ […]

Share:

બોલિવુડનો યુવા અભિનેતા ઈશાન ખટ્ટર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફના કારણે વધારે ચર્ચામાં રહે છે. શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. તાજેતરમાં ઈશાન ખટ્ટરના એક વીડિયોએ ખૂબ ચર્ચા જગાવી છે જેમાં તે પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે પહેલી વખત જાહેરમાં જોવા મળી રહ્યો છે. 

ઈશાન ખટ્ટર અને ચાંદની બેન્જ કોઈ ઈવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા અને પૈપરાઝીએ તેમને કેમેરામાં કેદ કરી લીધા હતા. ઈશાન ખટ્ટર તાજેતરમાં પોતાના કોઈ મિત્રની સગાઈના ફંક્શનમાં સામેલ થયો હતો. ફંક્શન ખતમ થયા બાદ તે પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ચાંદની બેન્જ સાથે ત્યાંથી બહાર નીકળતા જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે આ પાર્ટીમાં ઈશાન ખટ્ટરનો મોટો ભાઈ શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો.

વીડિયોમાં ઈશાન ખટ્ટર ચાંદની બેન્જનો હાથ પકડીને બહાર નીકળતો જોવા મળે છે. ત્યાર બાદ ઈશાન ખટ્ટરે પોતાની ગર્લફ્રેન્ડ ચાંદની બેન્જને ગાડીમાં બેસાડી હતી અને પૈપરાઝીને પોઝ આપવા પહોંચ્યો હતો. વીડિયોમાં ઈશાન ખટ્ટરની ગર્લફ્રેન્ડ ચાંદની બેન્જ લોન્ગ ફ્લોરલ થાઈ સ્લિટ ગાઉન અને હીલ્સમાં જોવા મળી રહી છે. તેણે પોતાના લુકને મિનિમલ મેકઅપ સાથે કમ્પલીટ કર્યો હતો. જ્યારે ઈશાન ખટ્ટરે ગ્લિમરિંગ આસમાની શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યા છે. પૈપરાઝીને પોઝ આપ્યા બાદ ઈશાન ખટ્ટર કારમાં ચાંદની બેન્જ સાથે બેસીને રવાના થઈ ગયો હતો. 

જાણો કોણ છે ચાંદની બેન્જ

21 વર્ષીય ચાંદની બેન્જ મલેશિયાની રાજધાની કુઆલા લુમ્પુરમાં એક ફેશન મોડલ તરીકે કામ કરે છે. જાણવા મળ્યા મુજબ ચાંદની બેન્જ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે ઈશાન ખટ્ટર અને ચાંદની બેન્જની જોડીની પ્રશંસા કરી હતી. 

અગાઉ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેના ડેટિંગની રૂમર્સ સામે આવી હતી. જોકે બંનેમાંથી કોઈએ પણ પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે ખુલીને વાત કરવાનું ટાળ્યું હતું. હાલ અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશાન ખટ્ટર ટૂંક સમયમાં જ ‘ધ પરફેક્ટ કપલ’ વેબ સીરિઝ દ્વારા હોલિવુડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર રીલિઝ થશે. તે સિવાય ઈશાન ખટ્ટર બ્રિગેડિયર બલરામ સિંહ મેહતાની બાયોપિક પિપ્પામાં પણ જોવા મળશે.

શાહિદ કપૂર નીલિમા અઝીમ અને પંકજ કપૂરનો પુત્ર છે જ્યારે ઈશાન ખટ્ટર નીલિમા અને રાજેશ ખટ્ટરનો દીકરો છે. ઈશાન ખટ્ટરે માજીદ મજીદની ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ દ્વારા ડેબ્યુ કર્યું હતું અને તે પણ ભાઈ શાહિદની માફક ડાન્સમાં માહિર છે. ઈશાન ખટ્ટરે કરન જોહરની ફિલ્મ ‘ધડક’માં જાહન્વી કપૂર સાથે કામ કર્યું હતું.