ન્યૂયોર્કમાં 41મી ભારત દિવસ પરેડનો હિસ્સો બની જેક્લીન ફર્નાન્ડિઝ, લાલ સાડીમાં જીતી લીધું દિલ

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીની આ ખૂબસુરત અભિનેત્રીની લાલ સાડીમાં હાથમાં તિરંગા સાથેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેક્લીન ફર્નાન્ડિઝની વાયરલ થઈ રહેલી આ તસવીરો ન્યૂયોર્કની છે. જ્યાં તેણે 41મી ભારત દિવસ પરેડમાં મહેમાન તરીકે હાજરી આપી હતી. 41મી ભારત […]

Share:

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીની આ ખૂબસુરત અભિનેત્રીની લાલ સાડીમાં હાથમાં તિરંગા સાથેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેક્લીન ફર્નાન્ડિઝની વાયરલ થઈ રહેલી આ તસવીરો ન્યૂયોર્કની છે. જ્યાં તેણે 41મી ભારત દિવસ પરેડમાં મહેમાન તરીકે હાજરી આપી હતી.

41મી ભારત દિવસ પરેડ વખતે લાલ સાડીમાં સજ્જ થયેલી જેક્લીન ફર્નાન્ડિઝે પોતાના હાથમાં ભારતની શાન, તિરંગો પકડી રાખ્યો હતો. અન્ય તસવીરોમાં જેક્લીન ફર્નાન્ડિઝ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશનના સદસ્ય અને અન્ય લોકો સાથે પણ જોવા મળી હતી. જેક્લીને આ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, “ન્યૂયોર્કમાં 41મી ભારત દિવસ પરેડમાં મને સામેલ કરવા બદલ આભાર. આ ખાસ પ્રસંગે સામેલ થવું અભિભૂત કરનારી ક્ષણ હતી.”

ચાહકોને પસંદ આવે છે જેક્લીન ફર્નાન્ડિઝની રેટ્રો સ્ટાઈલ 

જેક્લીન હંમેશા પોતાની રેટ્રો સ્ટાઈલથી પ્રેરિત આગવી શૈલી વડે પોતાના ચાહકોને ચોંકાવી દેતી હોય છે. ન્યૂયોર્કમાં ઉજવાયેલી ઈન્ડિયા ડે પરેડ એ ભારતીય સંસ્કૃતિ, વારસા અને તેના યોગદાનની ઉજવણી માટેનું વાર્ષિક આયોજન છે. સામાન્ય રીતે ભારતના સ્વાતંત્ર્ય દિવસ, 15મી ઓગષ્ટ અથવા તેની આસપાસના દિવસોમાં તેનું આયોજન કરવામાં આવે છે. 

જેક્લીનની લાલ સાડીએ સુંદરતામાં લગાવ્યા ચાર ચાંદ

આ પરેડમાં પરંપરાગત સંગીત, નૃત્ય પ્રદર્શન સહિતની ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 41મી ભારત દિવસ પરેડમાં જેક્લીન ફર્નાન્ડિઝે ઝીણી એમ્બ્રોઈડરી ધરાવતી અને સુંદર લેસ વડે સજાવેલી લાલ સાડી પહેરી હતી. ઉપરાંત તેણે સાડી જેવું જ ઘૂંટણ સુધીની લંબાઈનું જેકેટ પહેરીને મિનિમલ જ્વેલરી સાથે પોતાના લુકને કમ્પિલટ કર્યો હતો. 

સાથે જ એમરલ્ડ અને ગોલ્ડ, ડાયમંડ સાથેની ઈયરરિંગ્સ અને રિંગ, સ્લીક પોનીટેલ, નાની લાલ બિંદી, ચમકદાર આઈશેડો, કાજળ, ગ્લોસી ન્યૂડ લિપ કલર સાથે પોતાના ગ્લેમરમાં ઉમેરો કર્યો હતો. જેક્લીન ફર્નાન્ડિઝ ઉપરાંત ભારતીય અભિનેત્રી સામંથા રૂથપ્રભુએ પણ આ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને લીધે વિવાદોમાં ફસાયેલી જેક્લીન ફર્નાન્ડિઝ એક સફળ અભિનેત્રી પણ છે. પોતાની અદાકારી અને સુંદરતાના કારણે અનેક લોકોનું દિલ જીતનારી અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે. તેણે બોલિવુડના દબંગ ખાન, સલમાન ખાન સાથે પણ સ્ક્રીન શેર કરેલી છે. 

જેક્લીન ફર્નાન્ડિઝના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે ‘રામ સેતુ’ ફિલ્મમાં જોવા મળી હતી. ગત વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પણ જોવા મળ્યા હતા. જોકે જેક્લીન ફર્નાન્ડિઝ અને અક્ષય કુમારને ચમકાવતી આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહી હતી.