‘જાને જાન’ના પ્રોડ્યુસર જય શેવકરમાનીએ કરીના કપૂરની પ્રશંસા કરતા કહ્યું- “જહાંગીરના જન્મ બાદ…”

ડિરેક્ટર સુજોય ઘોષ વધુ એક ‘કહાની’ જાને જાન સાથે આવી ગયા છે અને એક બદલાવ માટે આ ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકાર કરીના કપૂર, જયદીપ અહલાવત અને વિજય વર્માને પહેલા કદી ન જોવા મળ્યા હોય તેવો લુક આપવામાં આવ્યો છે. નેટફ્લિક્સ પર ફિલ્મ જાને જાનની રીલિઝ બાદ ફિલ્મના પ્રોડ્યુસર જય શેવકરમાનીએ થ્રિલર તરીકે દર્શાવવામાં આવેલી લવ […]

Share:

ડિરેક્ટર સુજોય ઘોષ વધુ એક ‘કહાની’ જાને જાન સાથે આવી ગયા છે અને એક બદલાવ માટે આ ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકાર કરીના કપૂર, જયદીપ અહલાવત અને વિજય વર્માને પહેલા કદી ન જોવા મળ્યા હોય તેવો લુક આપવામાં આવ્યો છે. નેટફ્લિક્સ પર ફિલ્મ જાને જાનની રીલિઝ બાદ ફિલ્મના પ્રોડ્યુસર જય શેવકરમાનીએ થ્રિલર તરીકે દર્શાવવામાં આવેલી લવ સ્ટોરીના મેકિંગને લઈ પેટછૂટી વાતો કરી હતી. 

જય શેવકરમાનીએ કોરોનાની બીજી લહેર ઓસરી રહી હતી તેવા સમયે દાર્જિલિંગ અને કાલિમપોંગ ખાતે જાને જાનના શૂટિંગને લઈને પણ વાતો કરી હતી. ત્યારે ઈન્ટરવ્યુ દરમિયાન જય શેવકરમાનીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, કરીના કપૂરના બીજા દીકરા જહાંગીરના જન્મ બાદ તેની આ પ્રથમ ફિલ્મ છે તો શું કરીના કપૂર માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

શેવકરમાનીએ જણાવ્યું કે, જાને જાનના શૂટિંગ દરમિયાન જેહ પણ કરીના કપૂર સાથે ટ્રાવેલિંગ કરી રહ્યો હતો. પરંતુ કરીના કપૂર સાથે શૂટિંગ દરમિયાન એક પણ વખત એમ ન લાગતું કે ઘરે કોઈ બાળક તેની રાહ જોઈ રહ્યું છે. કરીના કપૂર કામ પ્રત્યે ખૂબ જ પ્રોફેશનલ છે. 

વધુમાં જય શેવકરમાનીએ જણાવ્યું કે, જાને જાનના શૂટિંગ વખતે પાછલા 20 દિવસો દરમિયાન સૈફઅલી ખાન અને તૈમુર પણ રજાઓ ગાળવા માટે ત્યાં સાથે જોડાયા હતા. તેઓ સૌ એકસાથે બહાર ગયા હતા. એક પરિવારની જેમ બધું ખૂબ સામાન્ય હતું અને બાળકો પણ હિલ સ્ટેશનનો આનંદ માણી રહ્યા હતા. 

નોંધનીય છે કે, અભિનેત્રી કરીના કપરે ફિલ્મ જાને જાન દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. જય શેવકરમાનીએ જણાવ્યું હતું કે, કરીના કપૂરે પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે જાને જાનનું શૂટિંગ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “બેબો માત્ર એક શાનદાર કલાકાર જ નથી પણ તે જેહ અને તૈમુરની પરફેક્ટ માતા પણ છે. તે પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે.”

21મી સપ્ટેમ્બરના રોજ કરીના કપૂરે પોતાનો 43મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ ખાસ દિવસે જ તેની પ્રથમ ઓટીટી ફિલ્મ જાને જાન રીલિઝ થઈ હતી. નોંધનીય છે કે, કરીના કપૂરની ગણતરી બોલિવુડની એ લિસ્ટર અભિનેત્રીઓમાં થાય છે. એક અહેવાલ પ્રમાણે કરીના કપૂરની ટોટલ નેટવર્થ આશરે 60 મિલિયન ડોલર છે. ઉપરાંત તેણી દર વર્ષે આશરે 10-12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. 

શુક્રવારે પટૌડી પેલેસ ખાતે કરીના કપૂરના 43મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેની બહેન કરિશ્મા કપૂરે પણ હાજરી આપી હતી અને ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શેર કરી હતી.