Kabir Singh: પ્રીતિના બચાવમાં ઉતરી કિયારા આડવાણી, ટોક્સિક રિલેશનશિપ વિશે કરી વાત

Kabir Singh: શેરશાહ, સત્યપ્રેમ કી કથા, જુગ જુગ જીયો જેવી શાનદાર ફિલ્મો દ્વારા પોતાના અભિનયનો જાદુ પાથરનારી અભિનેત્રી કિયારા આડવાણી (Kiara Advani)એ તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની એક ચર્ચિત ફિલ્મ અંગે વાત કરી હતી. કિયારા આડવાણીએ 2019માં રીલિઝ થયેલી ફિલ્મ કબીર સિંહ (Kabir Singh) અંગે વાત કરી હતી જેમાં તેણે શાહિદ કપૂર (કબીર સિંહ)ની ગર્લફ્રેન્ડ […]

Share:

Kabir Singh: શેરશાહ, સત્યપ્રેમ કી કથા, જુગ જુગ જીયો જેવી શાનદાર ફિલ્મો દ્વારા પોતાના અભિનયનો જાદુ પાથરનારી અભિનેત્રી કિયારા આડવાણી (Kiara Advani)એ તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની એક ચર્ચિત ફિલ્મ અંગે વાત કરી હતી. કિયારા આડવાણીએ 2019માં રીલિઝ થયેલી ફિલ્મ કબીર સિંહ (Kabir Singh) અંગે વાત કરી હતી જેમાં તેણે શાહિદ કપૂર (કબીર સિંહ)ની ગર્લફ્રેન્ડ પ્રીતિનો રોલ ભજવ્યો હતો. 

Kabir Singhમાં શાહિદનું પાત્ર ટોક્સિક

કિયારા આડવાણીએ કબીર સિંહ ફિલ્મ અંગે વાત કરતા કહ્યું હતું કે, કેટલાક લોકોને કબીર સિંહનું પાત્ર નહોતું ગમ્યું અને ટોક્સિક લાગ્યું હતું. પરંતુ એક રીતે કમસેકમ એ પાત્ર લોકોને અનહેલ્ધી રિલેશનશિપ અંગે વિચારવા માટે પ્રેરે છે તે જ મહત્વનું છે. કિયારા આડવાણીના કબીર સિંહમાં પ્રીતિ તરીકેના રોલને અત્યાર સુધીમાં સૌથી વધુ નેગેટિવ કોમેન્ટ્સ મળી છે. ત્યારે કિયારાએ તેના પાત્રોને કોઈ બે અંતિમ પર રાખીને ન જોવા અને તેને જજ ન કરવા જણાવ્યું હતું. 

વધુ વાંચો: અભિનેતા Allu Arjun અને કૃતિ સેનને સાથે ફિલ્મ કરવાનો સંકેત આપ્યો!

“મને ન ગમે એ પાત્ર મેં નથી ભજવ્યું”

કિયારા આડવાણી (Kiara Advani)એ પોતાની ફિલ્મોની પસંદગી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તેણે કદી એવું પાત્ર નથી ભજવ્યું જે તેને પસંદ જ ન આવ્યું હોય. તેના કહેવા પ્રમાણે જો તેને ફિલ્મમાં પોતાનું પાત્ર પસંદ ન આવે તો તે ફિલ્મ ન કરે તે જ યોગ્ય ગણાય. વધુમાં કિયારા આડવાણીએ એમ પણ કહ્યું હતું કે, દરેક પ્રકારના લોકો હોય છે તે આપણે સ્વીકારવું જ રહ્યું અને આપણે દરેકને કેન્સલ ન કરી શકીએ. 

કબીર સિંહ અંગે ચર્ચા થઈ એ જ સાચી સફળતા

ફિલ્મ કબીર સિંહ (Kabir Singh) અંગે લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ કિયારાને એક ટોક્સિક રિલેશનમાં રહેનારી યુવતીનું પાત્ર ભજવવા બદલ ટ્રોલ કરી હતી. જોકે કિયારાએ લોકોની પ્રતિક્રિયાને પોઝિટિવ રીતે લેતા કહ્યું હતું કે, જો કબીર સિંહના કારણે આ પ્રકારની ચર્ચા ન છેડાઈ હોત અને લોકોએ તેને સરળતાથી સ્વીકારી હોત તો તે સમસ્યા કહી શકાત. પણ કબીર સિંહે લોકોને બોલવા માટે પ્રેર્યા છે અને એ જ મહાન વાત છે. આપણે આમાંથી જ આગળ વધી શકીએ છીએ અને એ જ મહત્વનું છે. 

વધુ વાંચો: બીજા સંતાન બાદ Anushka Sharma એક્ટિંગ છોડી દેશે?

કિયારાએ અગાઉ પણ કર્યું હતું ફિલ્મના પાત્રોનું સમર્થન

કિયારા આડવાણીએ અગાઉ પણ ફિલ્મને લઈ લોકોની પ્રતિક્રિયાઓ અંગે વાત કરતી વખતે પોતાના માટે તે એક લવ સ્ટોરી છે અને પ્રેમમાં માણસ હંમેશા અમુક વર્તણૂક માફ કરી દે છે તેમ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, કોઈ ત્રીજી વ્યક્તિ માટે તે સંબંધમાંથી બહાર નીકળી જવાની સલાહ આપવી ખૂબ સરળ હોય છે પણ તે બંને વ્યક્તિ માટે એ પણ એક સમસ્યા બની રહે છે.