કંગના રનૌત ભાજપની ટીકીટ પરથી લડશે Loksabha 2024ની ચૂંટણી? એક્ટ્રેસના પિતાએ આપ્યો જવાબ

Kangana Ranaut: કોન્ટ્રોવર્સી ક્વિન કંગના રનૌત સતત પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં તે ભાજપની સીટ પરથી લડી શકે છે.

Share:

હાઈલાઇટ્સ

  • કંગના રનૌત લોકસભા 2024ની ચૂંટણી લડશે
  • કંગનાના પિતાએ આ વાત પર મારી મહોર
  • કઈ સીટ પરથી લડશે એ હજુ સુધી નક્કી નથી

નવી દિલ્હીઃ 2023નું વર્ષ સમાપ્ત થવા જઈ રહ્યું છે, ત્યારે કંગના રનૌત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંગના રનૌત ભાજપની ટીકીટ પરથી આગામી લોકસભાની ચૂંટણી લડવાની છે. જો કે, આ મુદ્દે છેલ્લાં કેટલાંય સમયથી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે જે રિપોર્ટ સામે આવ્યા છે તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તે સાંસદ બનવા માટે હવે મેદાનમાં ઉતરશે. તેની આ વાત પર તેના પિતાએ પણ મહોર મારી દીધી છે. તેઓએ કહ્યું કે, કંગના રનૌત ભાજપની ટીકીટ પરથી ચૂંટણી લડશે. જો કે, કઈ સીટ પરથી લડશે એ હજુ સુધી નક્કી થયુ નથી. 

પિતાએ મારી મહોર 
અમરદીપ રનૌતે એક પોર્ટલને જણાવ્યું કે, કંગના ભાજપની ટીકીટ પરથી ચૂંટણી લડશે. જો કે, તે કઈ સીટ પરથી ચૂંટણી લડશે એ નિર્ણય તો પાર્ટી લેશે. રવિવારે કંગના રનૌતે કુલ્લુના શાસ્ત્રીનગર સ્થિત પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી. ત્યારે જ કંગના રનૌત ચૂંટણી લડશે એવી અટકળો તેજ થઈ ગઈ હતી. જો કે, તેના પિતાએ એ વાત પર મહોર મારી છે કે, તે ચૂંટણી લડવાની છે. 

કઈ સીટ પરથી લડશે?
આમ તો જોવા જઈએ તો કંગના રનૌત સોશિયલ મીડિયા પર પીએમ મોદીની ખૂબ જ પ્રશંસા કરતી હોય છે. જે રીતે તે પોસ્ટ કરે છે એ જોતા લાગે જ કે તે ચોક્કસથી ચૂંટણી લડશે. આ સિવાય હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આરએસએસનો એક કાર્યક્રમ થયો હતો. એમાં પણ તે સામેલ થઈ હતી. એવી અટકળો પણ ચાલી રહી છે કે, તે મંડી કે ચંદીગઢની સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જો કે, હજુ સુધી તે કન્ફર્મ થયુ નથી.