Kapil Sharma: સ્ટાર કોમેડિયને પત્નીના જન્મ દિવસ પર ફોટો શેર કરીને માન્યો આભાર

જ્યારે ગિન્ની અને કપિલ એકબીજાને મળ્યા ત્યારે કપિલ સ્ટાર નહોતો બન્યો અને તેનું બેકગ્રાઉન્ડ પણ ખાસ મજબૂત નહોતું

Courtesy: Twitter

Share:

Kapil Sharma: કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા (Kapil Sharma)એ તાજેતરમાં પોતાની પત્ની ગિન્ની ચતરથના જન્મ દિવસ પર તેમનો એક ખૂબ જ ક્યુટ ફોટો શેર કરીને તેને સોશિયલ મીડિયા દ્વારા જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની ગિન્ની ચતરથ સાથેની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં કપિલ અને ગિન્ની એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં કપલ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપી રહ્યાં છે. તસવીરોની સાથે કપિલે લખ્યું હતું કે, 'હેપ્પી બર્થડે ગિન્ની ચતરથ, દરેક વસ્તુ માટે આભાર'.

Kapil Sharmaએ 2018માં કર્યા હતા લગ્ન
લાંબા સમય સુધી એકબીજાને જાણ્યા બાદ કપિલ અને ગિન્નીએ 12 ડિસેમ્બર, 2018ના રોજ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના લગ્ન જલંધરમાં થયા હતા, જ્યારે કપલે મુંબઈમાં મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, કરણ જોહર, કાર્તિક આર્યન, કૃતિ સેનન, રેખા, અનિલ કપૂર, ફરાહ ખાન, સોનુ સૂદ, રવિના ટંડન, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સોહેલ ખાન, સલીમ ખાન, ટેનિસ સ્ટાર સાયના નેહવાલ અને સહિત અનેક સેલેબ્સ આવ્યા હતા.
  
સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા, કાશ્મીરા અને કૃષ્ણા અભિષેક, જય ભાનુશાલી અને માહી વિજે આ કપિલ શર્મા (Kapil Sharma)ના ભવ્ય લગ્નમાં હાજરી આપી હતી.

કપિલ શર્માના આગામી પ્રોજેક્ટ્સ
કપિલ શર્મા નવા કોમેડી શો માટે નેટફ્લિક્સ પર આવવા માટે તૈયાર છે. જોકે આ શોની કાસ્ટ કપિલ શર્મા શો જેવી જ છે. અર્ચના પુરણ સિંહ, રાજીવ ઠાકુર, કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક ઓટીટી પ્લેટફોર્મ પર શો માટે ફરીથી સાથે જોવા મળશે. પ્રોજેક્ટના પ્રોમોમાં કપિલ પોતાનું ઘર બીજી જગ્યાએ શિફ્ટ કરતો જોવા મળે છે. તેને ઘરમાં બધું 'નવું' જોઈએ છે. જો કે, અગાઉના શોના કલાકારો તેના નવા એપાર્ટમેન્ટમાં છુપાયેલા જોવા મળે છે. બાદમાં કપિલ કહેતો જોવા મળે છે, 'સરનામું બદલાયું છે, પરિવાર નહીં'. 

ખૂબ જ ધનાઢ્ય પરિવારની દીકરી છે ગિન્ની
જ્યારે ગિન્ની અને કપિલ એકબીજાને મળ્યા ત્યારે કપિલ સ્ટાર નહોતો બન્યો અને તેનું બેકગ્રાઉન્ડ પણ ખાસ મજબૂત નહોતું. એક વખત કપિલે કહ્યું હતું કેતેની સાથે એડજસ્ટ થવામાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવી. ગિન્ની ખૂબ જ સારા ઘરની છે પરંતુ તેણે પોતાની મહેનતના દમ પર તેની સમાન મુકામ હાંસલ કર્યો છે. જ્યારે તેણે મને પસંદ કર્યો ત્યારે હું રસ્તાઓ પર ફરતો હતો અને તે સમયે કોઈ મને ઓળખતું પણ ન હતું.