Koffee with Karan S8: કરણ જોહરે ક્રિકેટરોને આમંત્રિત કરવા અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી

Koffee with Karan S8: કરણ જોહરનો લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કોફી વિથ કરણની 8મી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝનના પહેલા એપિસોડમાં બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. શોના આગામી એપિસોડમાં મહેમાનો વિશે ઘણી અટકળો ચાલી રહી છે ત્યારે એક ઈન્સ્ટાગ્રામ લાઈવમાં, એક ચાહકે કરણ જોહરને પૂછ્યું કે શું તે કોફી […]

Share:

Koffee with Karan S8: કરણ જોહરનો લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કોફી વિથ કરણની 8મી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝનના પહેલા એપિસોડમાં બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. શોના આગામી એપિસોડમાં મહેમાનો વિશે ઘણી અટકળો ચાલી રહી છે ત્યારે એક ઈન્સ્ટાગ્રામ લાઈવમાં, એક ચાહકે કરણ જોહરને પૂછ્યું કે શું તે કોફી વિથ કરણની 8મી સિઝનમાં ક્રિકેટરો (cricketers)ને આમંત્રિત કરશે, ત્યારે તેણે કેએલ રાહુલ અને હાર્દિક પંડયાના વિવાદ પછી ક્રિકેટરોને આમંત્રિત કરવા અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી. 

ચાહકો Koffee with Karan S8માં ક્રિકેટરોને જોવા માંગે છે

ઈન્સ્ટાગ્રામના લાઈવ સેશન દરમિયાન, કરણ જોહરે કોફી વિથ કરણ શો (Koffee with Karan S8) વિશે ઘણા ચાહકો સાથે વાતચીત કરી અને પ્રથમ એપિસોડને મળેલા પ્રેમ બદલ તેમનો આભાર માન્યો હતો. કમેન્ટ સેક્શનમાં, એક ચાહકે પૂછ્યું કે શું તે કોફી વિથ કરણની સીઝન 8માં ક્રિકેટરો (cricketers)ને આમંત્રિત કરશે. આના પર તેણે કહ્યું, “શું તેઓ આવશે? મને ખબર નથી. મને તેમને મળવાનું ગમશે. તેઓ રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે.”

વધુ વાંચો… Asian Para Gamesમાં111 મેડલ્સ જીતીને ભારતીય પેરા એથલીટ્સે સર્જ્યો ઈતિહાસ

કરણ જોહરે વધુમાં કહ્યું, “પરંતુ સીઝન 6માં જે બન્યું તે જોતા મને ખાતરી નથી કે તે મારા કોલનો જવાબ પણ આપશે. મને ફોન કરતાં પણ ડર લાગે છે અને હું તેમનો મોટો પ્રશંસક છું અને મને તેમના માટે ખૂબ જ આદર છે. હું તે નકારવા માંગતો નથી.”

કેએલ રાહુલ અને હાર્દિક પંડયા પહેલા બે ક્રિકેટર હતા જે કોફી વિથ કરણની સીઝન 6માં જોવા મળ્યા હતા. ત્યારબાદ હાર્દિક પંડયા અને કેએલ રાહુલને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડયો હતો. હાર્દિક પંડ્યા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે આ એપિસોડને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. બંનેએ માફી માંગવા છતાં ઓસ્ટ્રેલિયા સામેની ભારતની પ્રથમ વનડે પહેલા તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કરણે કહ્યું હતું કે ક્રિકેટરો (cricketers)ને જેમાંથી પસાર થવું પડયું હતું તેના માટે તે જવાબદાર છે.

વધુ વાંચો… MS Dhoniએ એક ઈવેન્ટમાં આપ્યું નિવેદન, કહ્યું- લોકો મને સારા ક્રિકેટર તરીકે યાદ કરતાં રહે એ જરૂરી નહીં

કોફી વિથ કરણની સિઝન 8ના પ્રથમ એપિસોડ વિશેની માહિતી

કોફી વિથ કરણની સીઝન 8 (Koffee with Karan S8)ના પ્રથમ એપિસોડમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જોવા મળ્યા હતા. પ્રથમ એપિસોડમાં દીપિકા પાદુકોણે માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશન સાથેના તેના સંઘર્ષ વિશે પણ વાત કરી હતી. કરણ જોહરે એ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં એપ્રિલમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના લોન્ચિંગ દરમિયાન દીપિકા પાદુકોણને પેનિક એટેક આવ્યો હતો.