દીપિકા અને રણવીરને ટ્રોલ કરનારા લોકો પર ભડક્યા કરણ જોહરઃ કહી દિધી મોટી વાત!

કરણ જોહરે કહ્યું કે, હું દીપિકા અને રણવીરને ટ્રોલ કરનારા તમામ ટ્રોલર્સને મારી મિડલ ફિંગર બતાવું છું.

Share:

હાઈલાઇટ્સ

  • મને લાગે છે કે આ દીપિકા અને રણવીર સાથે કરવામાં આવેલો સૌથી ઈમાનદાર એપિસોડ હતો: કરણ જોહર
  • તેમણે મારી સાથે કેટલીય વાતો શેર કરી હતી અને તમે લોકો હવે ટ્રોલિંગ કરીને બકવાસ વાતો કરી રહ્યા છે.

સ્ટ્રીમિંગ ચેટ શો કોફી વિથ કરનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહને ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું હતું. આને લઈને શોના હોસ્ટ અને બોલીવુડની ફિલ્મોના ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. 

દીપિકા અને રણવીર વિશે વાત કરતા કર કરણે કહ્યું કે, તેઓએ એકદમ ઈમાનદારીથી જવાબ આપ્યો હતો. તેઓએ દિલ ખોલીને મારી સાથે વાત કરી હતી. તેમણે મારી સાથે કેટલીય વાતો શેર કરી હતી અને તમે લોકો હવે ટ્રોલિંગ કરીને બકવાસ વાતો કરી રહ્યા છે. હું કહું છું કે, તમે કોઈના અંગત જીવન અને લગ્ન વિશે શું જાણો છો? તમે એ જોવો કે, તમારા ઘરમાં શું થઈ રહ્યું છે. હું આ તમામ ટ્રોલર્સને મારી મિડલ ફિંગર બતાવું છું. 

કરણે કહ્યું કે, મને લાગે છે કે આ દીપિકા અને રણવીર સાથે કરવામાં આવેલો સૌથી ઈમાનદાર એપિસોડ હતો અને સાથે જ અદભુત એપિસોડ હતો. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે, ટ્રોલર્સે જે કર્યું તેને જોઈને મને ખૂબજ ગુસ્સો આવ્યો. મને લાગે છે કે, આ અમારા સૌથી સારા એપિસોડ પૈકીનો એક એપિસોડ હતો.