Kareena Kapoor: ઘરે દેશી નાસ્તા સાથે દિવાળી મનાવી રહી છે બેબો, જેહની ક્યુટ તસવીર કરી શેર

જેહ રંગોળીના રંગો ફેલાવીને રમતો હોય તેવી તસવીરે ચાહકોનું દિલ જીતી લીધું

Courtesy: Twitter

Share:

 

Kareena Kapoor: દેશભરમાં હાલ દિવાળીની ઉજવણીને લઈ ઉત્સાહનો માહોલ વ્યાપ્યો છે. ત્યારે સેલિબ્રિટી પણ પોતાના પરિવાર સાથે દિવાળી વાઈબ્સનો આનંદ માણી રહ્યા છે. ઝીરો ફિગરથી ચર્ચામાં આવેલી અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) ખાને પોતે કઈ રીતે ઘરે દિવાળીની હળવાશની પળનો આનંદ માણી રહી છે તેનો એક ફોટો શેર કર્યો હતો. 

 

કરીનાએ 'ઈટ્સ દિવાલી ટાઈમ' કેપ્શન સાથે એક પ્લેટમાં 2 સમોસા પૂરી અને ચાના એક પ્યાલાનો ફોટો શેર કર્યો હતો અને ચાહકો સાથે પોતે ડાયેટને ભૂલીને દેશી નાસ્તાની મજા માણી રહી છે તેમ શેર કર્યું હતું. 

Kareena Kapoorની સ્ટોરી વાયરલ

કરીના કપૂરે પોતે કઈ રીતે ઘરે બેસીને દિવાળીની મજા માણી રહી છે તેની એક ઝલક ચાહકો સાથે શેર કરી હતી. કરીનાની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો ફોટો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પ્લેટમાં સમોસા જેવી દેખાતી દેશી ફરસી પૂરી અને ચાનો પ્યાલો જોવા મળી રહ્યા છે. 

જેહનો દિવાળી સ્પેશિયલ ફોટો કર્યો શેર

કરીના કપૂરે (Kareena Kapoor) દિવાળીની તૈયારીઓના અનેક ફોટો પોતાના ચાહકો સાથે શેર કર્યા છે. એક તસવીરમાં તે જેહ અને તૈમુર સાથે રંગોળી બનાવી રહી હોવાનું દેખાય છે અને સૈફ અલી ખાન બારણામાં ઉભેલો છે. જોકે તેની સાથે જ અન્ય એક તસવીરમાં જેહ રંગોળીના રંગોને હાથથી ફેલાવીને તેના વડે રમતો દેખાય છે જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. જેહની આ ક્યુટ તસવીર પર ચાહકો વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. 

સિંઘમ અગેનનો પહેલો લુક આવ્યો સામે

આ પહેલા કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનનો પોતાનો ધમાકેદાર લુક શેર કર્યો હતો. તે પોસ્ટરમાં બેબો ચહેરા પર ઈજાના નિશાન સાથે દુશ્મનો સામે બંદૂક તાકેલી જોવા મળી હતી. કરીનાના તે લુકની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. 

બેબોની આગામી ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર (Kareena Kapoor) આગામી વર્ષે સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ પોતાના અનેરા અંદાજમાં જોવા મળશે. તે સિવાય બેબો હંસલ મેહતાની ધ બકિંઘન મર્ડર્સમાં પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા કરીના પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરવા જઈ રહી છે. આ બંને ફિલ્મોમાં કરીના પોલીસના રોલમાં જોવા મળશે. 

કરીનાની દિવાળી પાર્ટીમાં આલિયાનો અંદાજ

આ સિવાય કરીના કપૂરની દિવાળી પાર્ટીના ફોટોઝ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં નણંદ-ભાભીનું ટ્વિનિંગ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રણબૂર કપૂર બહેનના ઘરે દિવાળી પાર્ટીમાં બ્લેક નેહરૂ સૂટમાં પત્ની આલિયાનો હાથ પકડીને પહોંચ્યો હતો. આલિયાએ આ પાર્ટી માટે લાલ ચમકદાર લહેંગા ચોલી પહેર્યા હતા જ્યારે બેબોએ રેડ ફ્લાવર પ્રિન્ટ સાડી પહેરી હતી.