Kareena Kapoor: ધ બકિંઘહમ મર્ડર્સ બાદ હોલિવુડ જવાની તૈયારી અંગે કર્યો ખુલાસો

ધ બકિંઘહમ મર્ડર્સ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ફિલ્મ દ્વારા કરીનાએ પ્રોડ્યુસર તરીકે પણ ડેબ્યુ કર્યું છે

Courtesy: Image: Twitter

Share:

 

Kareena Kapoor: અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) છેલ્લે ફિલ્મ જાને જાનમાં જોવા મળી હતી. આ ફિલ્મ દ્વારા તેણે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું. જોકે ટૂંક સમયમાં જ તે ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈન અને ફિલ્મ ધ બકિંઘહમ મર્ડર્સમાં પણ જોવા મળશે. 

 

ફિલ્મ ધ બકિંઘહમ મર્ડર્સનું 80 ટકા શૂટિંગ અંગ્રેજીમાં અને 20 ટકા શૂટિંગ હિન્દીમાં થયું છે. આ કારણે એવી અફવાઓનું બજાર ગરમાયું છે કે, કરીના કપૂર હોલિવુડ ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. જોકે કરીનાએ પોતે જ આ અંગેની સચ્ચાઈ પરથી પડદો ઉઠાવ્યો છે. 

Kareena Kapoorનો ખુલાસો

કરીના કપૂરે તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ અને કરિયર વિશે ખુલીને વાત કરી હતી અને સાથે જ તેણે પોતાના હોલિવુડમાં જવા અંગેના પ્લાનિંગ અંગે પણ વાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં કરીનાને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ધ બકિંઘહમ મર્ડર્સ તેનું હોલિવુડ તરફનું આગામી પગલું છે? આ સવાલના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે, "જ્યારે હંસલ મહેતાએ આ માટે મારો સંપર્ક કર્યો, ત્યારે હું તરત જ તેનો ભાગ બની ગઈ હતી." 

 

બેબોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કંઈક એવું છે જે મેં પહેલા નથી કર્યું. હું આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મેં આ ફિલ્મ હોલિવુડ જવાના ઈરાદાથી નથી કરી. તમને જણાવી દઈએ કે 'ધ બકિંઘહમ મર્ડર્સ' એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ફિલ્મ દ્વારા કરીનાએ પ્રોડ્યુસર તરીકે પણ ડેબ્યુ કર્યું છે. 

 

આ ફિલ્મમાં કરીના કપૂર (Kareena Kapoor) સાથે એશ ટંડન, રણવીર બરાડ અને કીથ એલન જેવા મજબૂત કલાકારો જોવા મળશે.

 

કરીના કપૂર તેના પાત્ર અંગે ઉત્સાહિત

બેબો ફિલ્મના તેના પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ધ બકિંઘહમ મર્ડર્સનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે. જ્યારે તેની વાર્તા અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરે લખી છે. બાલાજી ટેલિફિલ્મ્સ અને ટીબીએમ ફિલ્મ્સે શોભા કપૂર, એકતા કપૂર અને કરીના સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. 

 

કરીનાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, "હું એક કલાકાર તરીકે કંઈક અલગ કરવા માંગતી હતી, તેથી મેં આ ફિલ્મ માટે હા પાડી. 

 

તેનું મુખ્ય કારણ એ હતું કે હું 'મેર ઓફ ઈસ્ટ ટાઉન' શ્રેણીથી અત્યંત પ્રભાવિત હતી." ફિલ્મમાં કરીનાનું પાત્ર 'મેર ઓફ ઈસ્ટ ટાઉન'માં કેટ વિન્સલેટના રોલથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કરીના એક ડિટેક્ટીવ પોલીસ વુમનના રોલમાં જોવા મળશે. 

 

અત્યાર સુધી રોમાન્સ અને કોમેડી રોલમાં જોવા મળેલી કરીના સિંઘમ અગેઈનમાં જોરદાર એક્શન કરતી જોવા મળશે.