સારા અલી ખાને બ્રેકઅપની ચર્ચા જાહેરમાં કરતા Kartik aaryanએ આપી પ્રતિક્રિયા, કહ્યું- સંબંધોની કદર થવી જોઈએ

સારા અલી ખાને 'કોફી વિથ કરન 8'માં કાર્તિક આર્યનને ડેટ કરવાનો ખુલાસો કર્યો હતો

Courtesy: Image: Twitter

Share:

 

Kartik Aaryan: કરણ જોહરના લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણમાં સારા અલી ખાન અને અનન્યા પાંડેએ પોતાના અંગત જીવનની વાતો શેર કરી હતી. આ બંને એક્ટ્રેસ કાર્તિક આર્યન (Kartik Aaryan)ની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. સારા અલી ખાને શોમાં કાર્તિકને ડેટ કર્યાની કબૂલાત કરી હતી. જે બાદ હવે કાર્તિક આર્યને એક ઈન્ટરવ્યુમાં પ્રતિક્રિયા આપી છે. કાર્તિકે કહ્યું કે સંબંધોની કદર થવી જોઈએ.

 

તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન, કાર્તિક આર્યને (Kartik Aaryan) કહ્યું હતું કે તેને તેના જૂના સંબંધો વિશે વાત કરવાનું પસંદ નથી. કાર્તિકે કહ્યું કે વ્યક્તિએ સાથે વિતાવેલા સમય અને સંબંધોનું સન્માન કરવું જોઈએ.

 

કાર્તિક આર્યને કહ્યું, "જ્યારે તમે કોઈની સાથે હોવ ત્યારે તમે એ વિચારતા નથી કે સંબંધ નહીં ચાલે. તમને નથી લાગતું કે આ સંબંધ ખતમ થઈ જશે. મને લાગે છે કે તમે સાથે વિતાવેલા સમયનો તમારે આદર કરવો જોઈએ. મને લાગે છે કે લોકોએ પોતાને પણ માન આપવું જોઈએ. જ્યારે તમે વાત કરો છો, એવું નથી કે બીજી વ્યક્તિ ફક્ત એક વ્યક્તિ વિશે જ વિચારતી હોય, બીજી વ્યક્તિ તે બંને વિશે વિચારતી હોય."

સારા અલી ખાને બ્રેકઅપની વાત જાહેરમાં કરતાં Kartik Aaryanએ નારાજગી વ્યક્ત કરી 

કાર્તિક આર્યને (Kartik Aaryan) ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના અંગત જીવન પર ટિપ્પણીઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે સંબંધોમાં પરસ્પર સન્માન બહુ જરુરી છે. હું મારા પાર્ટનર પાસેથી પણ આ જ આશા રાખું છું. આપણા સંબંધો પર અન્ય કોઈ વ્યક્તિ જાહેરમાં ચર્ચા કરે તે સારું ન કહેવાય. પોતાના અંગત જીવનના બદલે કામને હેડલાઈન બનાવવા કાર્તિક આર્યને માગણી કરી હતી.  

 

તાજેતરમાં, સારા અલી ખાન એ અનન્યા પાંડે સાથે 'કોફી વિથ કરણની 8'ના એપિસોડમાં જોવા મળી હતી. આ દરમિયાન કરણ જોહરે બંનેને પૂછ્યું હતું કે, તેઓ બંને એક જ વ્યક્તિને ડેટ કરી ચૂક્યા છે ત્યારે તેમની વચ્ચેની મિત્રતા ટકાવી રાખવાનું કેટલું સરળ છે? 

 

આના પર સારાએ કાર્તિક આર્યન (Kartik Aaryan)ના નામ તરફ ઈશારો કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ સરળ નથી હોતું. ભૂલવાનું સહેલું નથી. તેની અસર વર્તમાન અને ભવિષ્ય પર રહેતી હોય છે. અનન્યા પાંડેએ કાર્તિક અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. 

 

કાર્તિક આર્યન (Kartik Aaryan) અને સારા અલી ખાને ફિલ્મ 'લવ આજ કલ' ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સારા અલી ખાનથી અલગ થયા બાદ કાર્તિક આર્યનનું નામ ફિલ્મ 'પતિ પત્ની ઔર વો' ના શૂટિંગ દરમિયાન અનન્યા પાંડે સાથે જોડાયું હતું.