Katrina Kaifનો મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન ઓરેન્જ સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

એક વાયરલ વીડિયોમાં કેટરિના કૈફનું બેબી બમ્પ દેખાયા બાદ ચાહકોમાં કેટ-વિક્કી પેરેન્ટ્સ બનવાના હોવાની ખુશી વ્યાપી

Courtesy: Image: Twitter

Share:

 

Katrina Kaif: બોલિવુડની સફળ અભિનેત્રીઓ પૈકીની એક કેટરિના કૈફ (Katrina Kaif) હાલ પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ટાઈગર-3ને લઈ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં મુંબઈ ખાતે એક ઈવેન્ટ દરમિયાન કેટરિનાએ ઓરેન્જ સાડીમાં પરંપરાગત પણ ગ્લેમરસ અંદાજમાં દેખાઈને પોતાના ચાહકોનું દિલ જીતી લીધું છે. 

 

આ ઈવેન્ટ દરમિયાન કેટરિના કૈફ શોભિતા ધૂલિપાલા અને તરૂણ તાહિલિયાની સાથે પોઝ આપતી જોવા મળી હતી. તરુણ તાહિલિયાનીની બુક લોન્ચ ઈવેન્ટમાં ઓરેન્જ સાડી પહેરેલી કેટરિનાનો આ લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેના વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હેવી બોર્ડર ધરાવતી ઓરેન્જ સાડીને તેણે ગોલ્ડન-સિલ્વર વર્કવાળા ડીપ નેક સ્લીવલેસ ઓરેન્જ બ્લાઉઝ સાથે કેરી કરી હતી. 

Katrina Kaifનો મિનિમલ લુક

કેટરિના કૈફે ઓરેન્જ સાડીના ગ્લેમરસ લુકને કુંદન અને એમરલ્ડ્સવાળી મોટી બુટ્ટીઓ અને બંગડી તથા પગમાં હાઈ હીલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. ઉપરાંત તેણે મેકઅપ પણ ખૂબ જ લાઈટ પસંદ કર્યો હતો અને કપાળ પરની નાની લીલા રંગની બિંદીએ તેના દેખાવને ચાર ચાંદ લગાવી દીધો હતો. 

કેટરિના પ્રેગ્નેન્ટ હોવાના અહેવાલ

એક અહેવાલ પ્રમાણે કેટરિના કૈફ અને વિક્કી કૌશલ માતા-પિતા બનવાના છે અને તેમના ઘરે કિલકારીઓ ગુંજવાની છે. કેટરિના કૈફ (Katrina Kaif)નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટરિના ડેનિમ જેકટની સાથે બ્રાઉન કલરનું ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ચાહકોને તેનું બેબી બમ્પ નજરે આવ્યું હતુ. ત્યારે આ વખતે પણ તેની પ્રથમ પ્રેગ્નેન્સીની અફવાઓએ ચાહકોને ઉત્સાહિત કર્યા છે.

 

હાલમાં અભિનેત્રીની ફિલ્મ ટાઈગર-3 ધમાલ મચાવી રહી છે. ત્યાર બાદ તે અપકમિંગ ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળશે. આ ફિલ્મ 2024 જાન્યુઆરીમાં રીલિઝ થશે. ફિલ્મમાં તેની સાથે પહેલી વખત સાઉથ સ્ટાર વિજય સેતુપતિ જોવા મળશે.

ટાઈગર-3 વિશે

દિવાળીના દિવસે રીલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે માત્ર 3 દિવસમાં જ 144 કરોડની કમાણી કરી છે. હાલમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સલમાનના ચાહકોને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી છે. ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરિના કૈફ તથા ઈમરાન હાશ્મી છે. 

 

યશરાજ બેનરે 2012માં એક થા ટાઈગર રીલિઝ કરી હતી. ત્યાર બાદ આ ફિલ્મનો બીજો ભાગ 2017માં ટાઈગર ઝિંદા હૈ આવ્યો હતો અને હવે ટાઈગર-3 નામથી ત્રીજો ભાગ આવ્યો છે. ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો પણ છે. કેટરિના કૈફે (Katrina Kaif) ફિલ્મમાં જબરદસ્ત એક્શન પણ કરી છે.

Tags :