કેટરિના કૈફ વ્હોટ્સએપ ચેનલ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી બની, બેડ બન્ની અને માર્ક ઝુકરબર્ગને પાછળ છોડયા

કેટરિના કૈફે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફની નવી લોન્ચ થયેલી વ્હોટ્સએપ ચેનલ પર વિશ્વભરમાં અન્ય કોઈપણ વ્યક્તિ કરતા સૌથી વધુ ફોલોઅર્સ છે. તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી બની ગઈ છે. તેની વ્હોટ્સએપ ચેનલ હાલમાં 14 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે, જે ગાયક-રેપર બેડ બન્ની અને વ્હોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના માલિક […]

Share:

કેટરિના કૈફે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફની નવી લોન્ચ થયેલી વ્હોટ્સએપ ચેનલ પર વિશ્વભરમાં અન્ય કોઈપણ વ્યક્તિ કરતા સૌથી વધુ ફોલોઅર્સ છે. તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી બની ગઈ છે. તેની વ્હોટ્સએપ ચેનલ હાલમાં 14 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે, જે ગાયક-રેપર બેડ બન્ની અને વ્હોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ કરતાં પણ વધુ છે. 

કોના કેટલા ફોલોઅર્સ છે?

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, વ્હોટ્સએપ પોતે સૌથી વધુ 23 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે, ત્યારબાદ સ્ટ્રીમિંગ એપ્લિકેશન નેટફ્લિક્સ 16.8 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.14.4 મિલિયન સાથે ત્રીજા સ્થાને રીયલ મેડ્રિડની સત્તાવાર ચેનલ છે. કેટરિના કૈફ તેના 14.2 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા સ્થાને છે. 12.6 મિલિયન ફોલોઅર્સ સાથે 5 સ્થાને બેડ બન્ની છે. માર્ક ઝુકરબર્ગને 9.2 મિલિયન ફોલોઅર્સ છે.

કેટરિના કૈફે 13 સપ્ટેમ્બરના રોજ વ્હોટ્સએપ ચેનલ જોઈન કરી હતી

કેટરિના કૈફ 13 સપ્ટેમ્બરના રોજ ચેનલમાં એક મેસેજ સંદેશ સાથે જોડાઈ હતી, “હાઈ, મારી વ્હોટ્સએપ ચેનલ પર આપનું સ્વાગત છે. ચાલો ચેનલ શરૂ કરીએ.” અત્યાર સુધી, તેણે યુનિકલો માટે માત્ર બે સેલ્ફી અને એક એડ વિડિયો શેર કર્યો છે, જેની તે બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણે તેની આગામી ફિલ્મ ટાઈગર 3 માટે ટીઝર પોસ્ટ કર્યું નથી.

વ્હોટ્સએપ ચેનલના લોન્ચિંગ પર ટિપ્પણી કરતા, કેટરિના કૈફે કહ્યું, “મને વ્હોટ્સએપ ચેનલ લોન્ચ કરવા માટે વ્હોટ્સએપ સાથે સહયોગ કરીને આનંદ થાય છે. આ પ્લેટફોર્મ મને મારા જીવનના વિવિધ પાસાઓમાં રુચિ ધરાવતા લોકો સાથે જોડાવા માટે એક આકર્ષક તક પૂરી પાડે છે, પછી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારું કામ હોય કે વ્યવસાયિક જગતમાં મારા સાહસો હોય, આ બધા વિશે હું ખૂબ જ ઉત્સાહી છું. વ્હોટ્સએપ ચેનલ એક વ્યક્તિગત ન્યૂઝલેટર તરીકે સેવા આપે છે જેના દ્વારા હું મારા સમર્પિત પ્રેક્ષકો, ચાહકો અને મારા સમગ્ર પ્રવાસ દરમિયાન સતત તેમનું સમર્થન આપનારા તમામ લોકો સાથે અપડેટ્સ શેર કરી શકું છું.”

વ્હોટ્સએપ ચેનલ શું છે?

વ્હોટ્સએપ ચેનલ એ એક-માર્ગી પ્રસારણ સાધન છે અને લોકો અને સંસ્થાઓ તરફથી અપડેટ્સ પ્રાપ્ત કરવાની ખાનગી રીત પ્રદાન કરે છે. ચેનલ સાથે, વ્હોટ્સએપનું ધ્યેય સૌથી ખાનગી પ્રસારણ સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. વ્હોટ્સએપ ચેનલ ચેટથી અલગ હોય છે અને તમે જેને ફોલો કરવાનું પસંદ કરો છો તે અન્ય ફોલોઅર્સને જોઈ શકતા નથી.

વ્હોટ્સએપ ચેનલ ‘અપડેટ્સ’ નામના નવા ટેબમાં મળી શકે છે – જ્યાં તમને સ્ટેટસ અને તમને ફોલો માટે પસંદ કરેલ ચેનલ મળશે. કેટરિના કૈફ તેની આગામી ફિલ્મ ટાઈગર 3, મેરી ક્રિસમસ અને જી લે જરામાં જોવા મળશે.