કેટરીના કૈફે ઝોયા અખ્તરની ‘મેડ ઈન હેવન 2’ને ગણાવી મસ્ટ વોચ, એકસાથે પૂરા કરી દીધા તમામ એપિસોડ્સ

ઝોયા અખ્તર અને રીમા કાગતીની ‘મેડ ઈન હેવન 2’ સીરિઝ અંગે ચાલી રહેલા વિવાદો વચ્ચે અભિનેત્રી કેટરીના કૈફ દ્વારા આ શોની પ્રશંસા કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ લેખક યાશિકા દત્ત અને તરૂણ તાહિલિયાનીએ પોતાને યોગ્ય ક્રેડિટ ન મળવા અંગે બળાપો ઠાલવ્યો છે.  કેટરીના કૈફે એક સાથે મેડ ઈન હેવન 2 સિરીઝ પૂરી કરી દિગ્ગજ […]

Share:

ઝોયા અખ્તર અને રીમા કાગતીની ‘મેડ ઈન હેવન 2’ સીરિઝ અંગે ચાલી રહેલા વિવાદો વચ્ચે અભિનેત્રી કેટરીના કૈફ દ્વારા આ શોની પ્રશંસા કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ લેખક યાશિકા દત્ત અને તરૂણ તાહિલિયાનીએ પોતાને યોગ્ય ક્રેડિટ ન મળવા અંગે બળાપો ઠાલવ્યો છે. 

કેટરીના કૈફે એક સાથે મેડ ઈન હેવન 2 સિરીઝ પૂરી કરી

દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન બાદ વધુ એક સેલિબ્રિટી દ્વારા આ સીરિઝની પ્રશંસા કરવામાં આવી છે. અભિનેત્રી કેટરીના કૈફે આ સીરિઝ અંગે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી અને પોતે પ્રાઈમ વીડિયો સીરિઝ ‘મેડ ઈન હેવન 2’ના તમામ એપિસોડ એકસાથે પૂરા કરી દીધા હોવાનું જણાવ્યું હતું. 

કેટરીનાએ ‘મેડ ઈન હેવન 2’ને મસ્ટ વોચ ગણાવી

કેટરીના કૈફે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘મેડ ઈન હેવન 2’ સીરિઝનું પોસ્ટર શેર કરવાની સાથે જ તેના પર ‘મસ્ટ વોચ’નું સ્ટીકર એટેચ કર્યું હતું. ઉપરાંત લખ્યું હતું કે, “ખૂબ જ શાનદાર શો, મેં તમામ એપિસોડ એકસાથે પૂરા કરી નાખ્યા અને મને સમયનું ભાન જ ન રહ્યું. તમામ પાત્રો તમને સતત જકડી રાખે છે.”

આ શોના પ્રોડ્યુસર અને ડિરેક્ટરને ટેગ કરીને કેટરીનાએ આગળ લખ્યું હતું કે, “જોરદાર શો, ખૂબ જ સારૂં કામ…આ અદભૂત શોમાં કોઈ કસર નથી. (હાર્ટ ઈમોજી).. બિંજ વર્ધી (એકસાથે પૂરી કરવા યોગ્ય). અને તમામ કાસ્ટનું પ્રદર્શન ખૂબ જબરદસ્ત.”

મેડ ઈન હેવન 2માં શું છે ખાસ

ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા નિર્મિત ‘મેડ ઈન હેવન 2’ સીરિઝ 9મી ઓગષ્ટથીOTT પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. મેડ ઈન હેવન દિલ્હીના બે વેડિંગ પ્લાનર તારા અને કરણની જિંદગી પર આધારીત હતી.

તેઓ મેડ ઈન હેવન નામની એજન્સી ચલાવે છે. આ નવી સિઝનમાં વેડિંગ પ્લાનર તારા (શોભિતા ધૂલિપાલા) અને કરણ મેહરા (અર્જુન માથુર) એક ગ્રાન્ડ વેડિંગના પ્લાનિંગ કરવા દરમિયાન ફરી એકબીજા સાથે જોડાય છે. 

મેડ ઈન હેવન 2માં સિઝન-1માં હતી એ કાસ્ટને રીપિટ કરવામાં આવી છે જેમાં શોભિતા, અર્જુન, કલ્કિ કોચલિન, જિમ સર્ભ, શશાંક અરોરા અને શિવાંગી રસ્તોગીનો સમાવેશ થાય છે. તે સિવાય મોના સિંહ, ઈશ્વાક સિંહ, ત્રિનેત્રાસહિતના કેટલાક નવા ચહેરા પણ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે મૃણાલ ઠાકુર, રાધિકા આપ્ટે, શિબાની દાંડેકર અને સારા જેન ડાયસ આ નવી સિઝનમાં દુલ્હનના પાત્રમાં જોવા મળશે. ઝોયા અને રીમા ઉપરાંત નીરજ ઘાયવાન, અલંકૃતા શ્રીવાસ્તવ અને નિત્યા મેહરા દ્વારા આ સિરીઝને ડિરેક્ટ કરવામાં આવી છે. 

મેડ ઈન હેવન 2નો વિવાદ

પત્રકાર અને દલિત લેખિકા યાશિકા દત્ત દ્વારા મેડ ઈન હેવન 2માં યોગ્ય ક્રેડિટની માગણી કરવામાં આવી હતી. તેણે એક લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, નીરજ ઘાયવાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા 5મા એપિસોડમાં પોતાના પુસ્તક પરથી પ્રેરણા લેવામાં આવેલી છે અને તેનું યોગ્ય ક્રેડિટ નથી મળી.