Katrina Kaifએ ગ્રીન થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું પર્ફેક્ટ ફિગર,તેની કિંમત લાખોમાં

Katrina Kaif: અભિનેત્રી કેટરિના કૈફે તાજેતરમાં મુંબઈ ખાતે એક બ્યુટી ઈવેન્ટમાં હાજરી આપી હતી. ઈવેન્ટમાંથી બહાર નીકળતી વખતે તેણે પોતાના ગ્લેમરસ લુકથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટાઈગર-3 (Tiger 3)ની રીલિઝ માટે વ્યસ્ત કેટરિના સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ નથી દેખાતી પણ તે હંમેશા સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે.  Katrina Kaifની પ્રેગ્નેન્સીની અફવા અભિનેત્રી કેટરિના […]

Share:

Katrina Kaif: અભિનેત્રી કેટરિના કૈફે તાજેતરમાં મુંબઈ ખાતે એક બ્યુટી ઈવેન્ટમાં હાજરી આપી હતી. ઈવેન્ટમાંથી બહાર નીકળતી વખતે તેણે પોતાના ગ્લેમરસ લુકથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટાઈગર-3 (Tiger 3)ની રીલિઝ માટે વ્યસ્ત કેટરિના સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ નથી દેખાતી પણ તે હંમેશા સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. 

Katrina Kaifની પ્રેગ્નેન્સીની અફવા

અભિનેત્રી કેટરિના કૈફે તાજેતરમાં જ લાલ સાડી પહેરીને પતિ વિકી કૌશલ સાથે કરવા ચોથની ઉજવણી કરી હતી. ત્યારે તેના પછીના દિવસે પરંપરાગત વસ્ત્રોથી અલગ જ અંદાજમાં તેણે પોતાના ગ્લેમરનો જાદુ પાથર્યો હતો. ઈવેન્ટ બાદ તે ગ્રીન કલરના થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી જે તેના શરીરને શાનદાર અવરગ્લાસ શેઈપની ઈફેક્ટ આપી રહ્યો હતો. 

આ સાથે જ કેટરિનાએ પોતે પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓ પર પણ પૂર્ણવિરામ મુકી દીધું છે. હકીકતે કેટરિના કૈફ (Katrina Kaif) છેલ્લા ઘણાં સમયથી કોઈ પબ્લિક ઈવેન્ટમાં નથી જોવા મળતી. આ કારણે તે પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. જોકે તેના ફિટેડ ડ્રેસમાં સ્પોટ થયા બાદ આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તેણે પોતાના આ લુકને હાઈ હીલ્સ અને હૂપ ઈયરરિંગ્સ સાથે એક્સરસાઈઝ કર્યો હતો અને ગ્લોસી મેકઅપ સાથે વાળને પોનીટેઈલમાં બાંધ્યા હતા. 

વધુ વાંચો: Urfi Javedએ હાર્ટ બ્રેક ડિઝાઈનવાળું બેકલેસ ટોપ પહેર્યું

ખૂબ જ મોંઘા ડ્રેસમાં જોવા મળી કેટરિના

ટાઈગર-3 (Tiger 3)ની અભિનેત્રીના ક્રેપ ફેબ્રિકના, વી નેકલાઈન ધરાવતા રેપ ઈફેક્ટવાળા ગ્રીન ડ્રેસની ભારે પ્રશંસા થઈ રહી છે. જોકે આ ડ્રેસની કિંમત સૌ કોઈની આંખો ચાર કરી દેનારી છે. કેટરિના કૈફે જે મીડી ડ્રેસ પહેર્યો છે તે Rasario બ્રાન્ડનો છે અને તેની કિંમત આશરે 1,870 ડોલર એટલે કે, 1.55 લાખ રૂપિયા જેટલી છે. 

કેટરિનાએ ખૂબ જ લાઈટ મેકઅપ અને ઓછી જ્વેલરી સાથે આ લુક કમ્પ્લીટ કર્યો હતો. નોંધનીય છે કે, કેટરિના કૈફ (Katrina Kaif) બોલિવુડની ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીઓ પૈકીની એક છે અને તે હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર-3ને લઈને પણ ચર્ચામાં છે. ત્યારે તેના આ તાજેતરના લુકની સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને ચાહકો તેને બ્યુટી ક્વીનની ઉપમા આપી રહ્યા છે. 

વધુ વાંચો: Nick Jonasએ દેશી વાયરલ ટ્રેન્ડના રંગે રંગાઈને કરી પ્રિયંકા ચોપરાના લુકની પ્રશંસા

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન અને કેટરિના કૈફની ટાઈગર-3 (Tiger 3)ની ટાઈગર ફિલ્મના ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે સિવાય કેટરિના વિજય સેતુપતિ સાથે મેરી ક્રિસમસમાં પણ જોવા મળશે જે 15મી ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની છે. 

ટાઈગર-3 આગામી 12 નવેમ્બરના રોજ રીલિઝ થવાની છે અને ચાહકો ટાઈગર અને ઝોયાને ફરી એક વખત સાથે જોવા માટે ખૂબ ઉત્સુક છે. 

Tags :