નીતુ કપૂરની પોસ્ટનાં જવાબમાં કેટરિનાની માતાનો પ્રહાર 

રણબીર કપૂર  અને કેટરિના કૈફ તેમના સંબંધોમાં આગળ  વધી ગયા છે અને અન્ય પાત્ર સાથે લગ્ન કરી ખુશ છે. પરંતુ નીતુ કપૂર આ બાબતને લઈને હજુ ભૂતકાળને ઉખેળી રહી છે અને કેટરિનાને ટોણાં  મારતી રહે છે. તાજેતરમાં નીતુએ એવી પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે “તેણે તમારી સાથે 7 વર્ષ સુધી ડેટ કર્યું, તેનો […]

Share:

રણબીર કપૂર  અને કેટરિના કૈફ તેમના સંબંધોમાં આગળ  વધી ગયા છે અને અન્ય પાત્ર સાથે લગ્ન કરી ખુશ છે. પરંતુ નીતુ કપૂર આ બાબતને લઈને હજુ ભૂતકાળને ઉખેળી રહી છે અને કેટરિનાને ટોણાં  મારતી રહે છે. તાજેતરમાં નીતુએ એવી પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે “તેણે તમારી સાથે 7 વર્ષ સુધી ડેટ કર્યું, તેનો અર્થ એ નથી કે તે તમારી સાથે લગ્ન કરશે. મારા કાકાએ 6 વર્ષ સુધી મેડિસિનનો અભ્યાસ કર્યો, હવે તે ડીજે છે.” કેટલાંક તેને નિર્દોષ મજાક ગણાવી રહ્યા છે તો કેટલાંક તેને કટાક્ષ ગણાવે છે. જો કે, આ પોસ્ટને કેટરિનાની માતા સુઝાન તુર્કોટે  હળવો નહી લીધો હોવાનું જણાય છે. 

તેણે  તેની હાલની પોસ્ટમાં જણાવ્યું છે કે, `અમારો ઉછેર એવા વાતાવરણમાં કરાયો છે કે, અમે અમારા ચોકીદાર સાથે પણ સીઇઓ જેટલા સન્માનથી વર્તીએ છીએ’. એક ફોલોઅરે એમ પૂછતાં લખ્યું કે, શું આ રણબીર કપૂરની  માતાને જવાબમાં લખ્યું છે તો આ એકદમ યોગ્ય છે. 

એક યુઝરે એવું અવલોકન કર્યું છે કે, સામાન્ય રીતે સુઝાન ક્વોટ પોસ્ટ કરતી નથી તે લગભગ ફોટોઝ જ પોસ્ટ કરે છે અને છેલ્લે તેણીએ માર્ચ 2020 કોવિડ દરમ્યાન પોસ્ટ કર્યું હતું. આથી આ જવાબ હોય શકે છે. 

કેટરિના અને રણબીર બંને પરણી  ગયા છે આથી તેમના અફેર અંગે હાલમાં તો કોઈ નવી ચર્ચા હતી નહીં . અને જ્યારે નીતુ સિંહની પોસ્ટ સામે આવી ત્યારે લોકોને લાગ્યું કે આ સામાન્ય પોસ્ટ હશે. પરંતુ આમ પણ તે આ સંબંધને લઈને બોલવાનો એક પણ મોકો  છોડતા નથી ત્યારે આ એક કટાક્ષ હોય શકે છે. અને તેથી જ કેટરિનાની માતાએ  તેનો વળતો જવાબ આપ્યો છે.   રણબીરે 14 એપ્રિલ 2022ના રોજ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં એક દીકરીનો પિતા છે.  બંનેએ થોડો સમય ડેટ કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. રણબીર આલિયા પહેલા કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણને પણ ડેટ કરી ચૂક્યો છે.  તે જ સમયે કેટરિના કૈફે પણ 9 ડિસેમ્બર 2021ના રોજ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.

હાલમાં બંને પોતાની ફિલ્મમોના શૂટિંગમાં  વ્યસ્ત છે અને કેટરિના ટાઈગર 3, જી લે જરા તેમજ મેરી ક્રિસમસમાં વ્યસ્ત છે જ્યારે રણબીર કપૂર પણ હાલ તેની મૂવી એનિમલમાં વ્યસ્ત છે. રણબીરની હાલમાં જ લવ રંજનની ફિલ્મમાં જોવા મળ્યો હતો.  ” તું જૂઠી મેં મક્કાર” આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધા કપૂર હતા.  આ પહેલા રણબીર કપૂર બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ સાથે  જોવા મળ્યો હતો. રણબીર કપૂર અને કેટરિનાના રિલેશનને હવે ભૂતકાળ માનવામાં આવી રહ્યો છે ત્યારે છેડાયેલા આ માતાઓના જંગથી લોકોની ઉત્સુકતા વધી રહી છે.