Koffee With Karan 8: આલિયા ભટ્ટે કર્યો ખુલાસો, કહ્યું- દીકરી રાહાના કારણે તેના અને રણબીર વચ્ચે ઝઘડો થાય છે!

કોફી વિથ કરણ 8ના ચોથા એપિસોડમાં આલિયા ભટ્ટ અને કરીના કપૂર જોવા મળશે

Courtesy: Image: Twitter

Share:

 

Koffee With Karan 8: પોપ્યુલર શૉ કોફી વિથ કરણમાં નેક્સ્ટ જોડી શાનદાર અંદાજમાં જોવા મળશે. આલિયા ભટ્ટ અને કરીના કપૂર પહેલીવાર કોફી કાઉચ પર સાથે જોવા મળશે. શોમાં આલિયા ભટ્ટ માતૃત્વ અને તેના લગ્ન વિશે વાત કરશે. આલિયાએ ગયા વર્ષે તેની પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. આલિયાએ શોમાં ખુલાસો કર્યો કે દીકરી રાહાના કારણે તેના અને રણબીર વચ્ચે ઘણીવાર ઝઘડા થાય છે.

 

પિંકવિલાના અહેવાલ મુજબ, 'કોફી વિથ કરણ 8' (Koffee With Karan 8)માં આલિયાએ કહ્યું કે, "રાહા જોડે ક્વોલિટી ટાઈમ વિતાવવા મુદ્દે તેની અને રણબીર વચ્ચે મીઠી તકરાર થતી રહે છે. કેટલીવાર હું અને રણબીર રાહા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે ઝઘડીએ છીએ. અમે એકબીજાને કહીએ છીએ કે, તે રમાડી લીધી, હવે મને આપ." ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવતાં કરીનાએ સલાહ આપી કે આ સંકેત છે કે તમે બીજું એક બાળક લાવી દો. જેથી તમારી બંને પાસે એક-એક બાળક હોય.

Koffee With Karan 8નો નવો પ્રોમો 

'કોફી વિથ કરણ 8' (Koffee With Karan 8)ના ચોથા એપિસોડનો પ્રોમો થોડા દિવસ પહેલા જ કરણ જોહરે શેર કર્યો હતો. જેમાં તે આલિયાની ઓળખ પોતાના પહેલા સંતાન તરીકે આપે છે જ્યારે કરીનાને સ્પીરિટ સોલ કહે છે. પ્રોમોમાં જોવા મળે છે કે, કરીના અને આલિયા વચ્ચે નણંદ કે પછી ભાભી શેનો સંબંધ છે તેની ચર્ચા તેઓ કરી રહ્યા છે. ત્યારે કરીના કહે છે કે, હું કોઈની ભાભી નથી. 

 

કરીના અને આલિયા વચ્ચે ખૂબ જ સારું બોન્ડ છે. 6 નવેમ્બરે આલિયા-રણબીરની દીકરી રાહા એક વર્ષની થઈ ત્યારે કપલે પોતાના ઘરે નાનકડી પાર્ટી રાખી હતી. જેમાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કરીના કપૂર પણ પતિ સૈફ સાથે પાર્ટીમાં હાજર રહી હતી. 

 

'કોફી વિથ કરણ 8' (Koffee With Karan 8)માં કરણ જોહરે અમીષા પટેલ વિશે કરીનાને એક પ્રશ્ન પૂછ્યો હતો, જેને તેણે અવગણવાનું નક્કી કર્યું હતું.  કરણે પૂછ્યું, "તમે ગદર 2ની સક્સેસ પાર્ટીમાં કેમ ન ગયા?" કરણના આ સવાલ પર કરીનાએ થોડા સમય સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પછી કરણે આગળ પૂછ્યું કે શું આનું કારણ તેનો અને અમીષાનો ઈતિહાસ છે? આના પર કરીનાએ કહ્યું, કયો ઈતિહાસ? કરણે તેને યાદ અપાવ્યું કે તું 'કહો ના પ્યાર હૈ' ફિલ્મ કરવા જઈ રહી હતી. કરીનાએ રૂમમાં બેઠેલા દર્શકો તરફ જોયું અને કહ્યું, "હું કરણને અવગણી રહી છું, તમે બધા જોઈ શકો છો."