KWK 8: નણંદ કરીના કપૂર કરતાં પણ મોંઘા ડ્રેસમાં જોવા મળી આલિયા ભટ્ટ

કરણે અભિનેત્રી કરીના કપૂરને સવાલ કર્યો હતો કે, શું તમે દીપિકા પાદુકોણને તમારી પ્રતિસ્પર્ધી માનો છો?

Courtesy: Image: Twitter

Share:

 

KWK 8: આલિયા ભટ્ટ અને કરીના કપૂર, બોલિવૂડની આ બંને ટોચની અભિનેત્રીઓ તાજેતરમાં કોફી વિથ કરણ સીઝન 8 (KWK 8)ના ચોથા એપિસોડમાં સાથે દેખાઈ હતી. આ એપિસોડ દરમિયાન બંને દિવાઓએ ખૂબ જ અદભૂત વસ્ત્રો પહેરીને ફેશન સ્ટેટમેન્ટ્સ પણ બનાવ્યા હતા. 

 

કોફી વિથ કરણ માટે આલિયા ભટ્ટે ચમકદાર કટ આઉટ ગાઉન પર પસંદગી ઉતારી હતી જ્યારે કરીના કપૂર ખાન ઓફ ધ શોલ્ડર ટોપ અને મેક્સી સ્કર્ટમાં ખૂબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. 

KWK 8માં 1.28 લાખનો ડ્રેસ પહેરીને પહોંચી આલિયા

કોફી વિથ કરણમાં આલિયા ભટ્ટે આકર્ષક ચોકલેટ બ્રાઉન શેડનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો જેના પર સિક્વિન્સનું ડિટેઈલિંગ હતું. નાયલોન ફેબ્રિકના આ મેક્સી ડ્રેસમાં કીહોલ નેકલાઈન ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિસ્ટ પ્રિયંકા કાપડિયાની મદદથી આલિયાએ આ ડ્રેસને માત્ર બ્લેક શીમર હીલ્સ સાથે મીનિમમ જ્વેલરી પહેરીને કમ્પ્લીટ કર્યો હતો. 

 

આલિયા ભટ્ટે પહેરેલો આ ડ્રેસ 16Arlington બ્રાન્ડનો છે અને તેની કિંમત 1550 ડોલર જેટલી છે જે આશરે 1.28 લાખ રૂપિયાની સમકક્ષ કહી શકાય. 

ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી બેબો

કોફી વિથ કરણ સીઝન 8 (KWK 8) માટે કરીનાએ ઓફ-ધ-શોલ્ડર નેકલાઈન, લાંબી પહોળી સ્લીવ્ઝ, ઝિપ ફાસ્ટનિંગ, ફીટ કરેલી ચોળી અને બસ્ટ પર ડ્રેપેડ પેટર્ન સાથેના વ્હાઈટ ટોપ પર પસંદગી ઉતારી હતી. આ ડ્રેસના નીચેના ભાગમાં બોડી-કોન ફિટ સાથે બ્લેક મેક્સી સ્કર્ટ છે. સોલેસ લંડન બ્રાન્ડનો આ ડ્રેસ 900 ડોલર એટલે આશરે 74,000 રૂપિયાનો છે. 

 

કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કોફી વિથ કરનના આલિયા ભટ્ટ અને કરીના કપૂરવાળા એપિસોડનો પ્રોમો શેર કર્યો હતો. વીડિયોમાં કરણે અભિનેત્રી કરીના કપૂરને સવાલ કર્યો હતો કે, શું તમે દીપિકા પાદુકોણને તમારી પ્રતિસ્પર્ધી માનો છો?

 

ત્યારે આનો ફની જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે, મને લાગે છે કે, આ સવાલ આલિયાને તેના રેપિડ ફાયર રાઉન્ડમાં પૂછવો જોઈએ. કરીનાનો આ જવાબ સાંભળીને કરણે તેને તમે લાઈન પર છો ને તેમ કહ્યું હતું. વાતચીત દરમિયાન કરીનાએ પોતે પોતાની ફિલ્મો જોતી નથી તેમ પણ જણાવ્યું હતું. 

 

કરીનાએ ક્યારેય પોતાની કોઈ ફિલ્મ જોઈ નથી. આનું કારણ જણાવતાં કરીનાએ કહ્યું હતું કે, જ્યારે પણ હું મારી જાતને જોઉં છું ત્યારે હું ખૂબ જ નર્વસ થઈ જાઉં છું. મેં મારી કોઈ ફિલ્મ જોઈ નથી. મને લાગે છે કે હું ખૂબ જ ખુશ અને રિલેક્સ છું અને બધું બરાબર ચાલી રહ્યું છે, જો હું મારી ફિલ્મ જોઉં તો હું મારી જાતને જજ કરીશ.