Leo Advance Booking: કોર્ટે વહેલી સવારે રીલિઝ માટે મંજૂરી ન આપી છતાં તોડ્યો જવાનનો રેકોર્ડ

Leo Advance Booking: સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય થલાપતિની ફિલ્મ લિયો રીલિઝ પહેલા જ વિવાદમાં ફસાઈ હતી. કેટલાક સ્થળોએ આ ફિલ્મના શો રદ્દ થયા હતા. તેલુગુ સ્ટેટ્સ અને તમિલનાડુમાં ફિલ્મ લિયો અંગે જે હલચલ મચી છે તે બધા વચ્ચે લિયોના એડવાન્સ બુકિંગે (Leo Advance Booking) શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (Jawan)નો રેકોર્ડ તોડ્યો છે.   Leo Advance Bookingના […]

Share:

Leo Advance Booking: સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય થલાપતિની ફિલ્મ લિયો રીલિઝ પહેલા જ વિવાદમાં ફસાઈ હતી. કેટલાક સ્થળોએ આ ફિલ્મના શો રદ્દ થયા હતા. તેલુગુ સ્ટેટ્સ અને તમિલનાડુમાં ફિલ્મ લિયો અંગે જે હલચલ મચી છે તે બધા વચ્ચે લિયોના એડવાન્સ બુકિંગે (Leo Advance Booking) શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (Jawan)નો રેકોર્ડ તોડ્યો છે.  

Leo Advance Bookingના આંકડા

લોકેશ કનગરાજના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ લિયો મૂળે તમિલ ભાષામાં તૈયાર થઈ છે. જોકે તેને તેલુગુ અને હિન્દીમાં પણ રીલિઝ કરવામાં આવી છે. સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતિની ફિલ્મ લિયો 19મી ઓક્ટોબર, ગુરૂવારના રોજ રીલિઝ થઈ ચુકી છે. જોકે રીલિઝ પહેલા જ લિયોના એડવાન્સ બુકિંગ (Leo Advance Booking)ના આંકડાઓએ મેકર્સને ખુશખુશાલ કરી દીધા હતા. 

લોકેશ કનગરાજની આ એક્શન ફ્લિક આ વર્ષે એડવાન્સ બુકિંગમાં સૌથી વધુ ટિકિટ વેચનારી ફિલ્મ બની છે. રીલિઝના આગલા દિવસ સુધીમાં ફિલ્મ લિયોની 16 લાખ ટિકિટો વેચાઈ ગઈ હતી અને ઓપનિંગ ડે પહેલા તે આંકડો 20 લાખે પહોંચે તેવી શક્યતા જણાઈ રહી હતી. 

વધુ વાંચો:આલિયા ભટ્ટે તેના લગ્નની સાડીમાં એવોર્ડ સ્વીકાર્યો

લિયોએ જવાનને આપી ટક્કર

આ સાથે જ વિજય થલાપતિની ફિલ્મ લિયોએ ગત મહિને રીલિઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (Jawan)ને ટક્કર આપી છે. ઓપનિંગ ડે માટે જવાનની 15.75 લાખ ટિકિટો વેચાઈ હતી. જ્યારે ઓપનિંગ ડે માટે લિયોના તમિલ વર્ઝનની 13.75 લાખ ટિકિટો વેચાઈ હતી અને તે સિવાય તેલુગુ ભાષાની 2.10 લાખ અને હિન્દી ભાષાની 20,000 ટિકિટો વેચાઈ હતી.

કમાણી મામલે લિયો પાછળ

લિયોના એડવાન્સ બુકિંગ (Leo Advance Booking)નો આંકડો જવાનની ટિકિટો કરતા વધારે હોવા છતાં પણ કમાણી મામલે શાહરૂખ ખાનની ફિલ્મ આગળ છે. લોકેશની ફિલ્મે ઓપનિંગ ડેના એડવાન્સ બુકિંગ દ્વારા 31 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે જવાને એડવાન્સ બુકિંગ દ્વારા 41 કરોડ રૂપિયા મેળવ્યા હતા. 

આના પાછળનું મુખ્ય કારણ બંને ટિકિટની સરેરાશ કિંમતોમાં જે તફાવત છે તે કહી શકાય. ઓપનિંગ ડે માટે ફિલ્મ જવાન(Jawan)ની ટિકિટની સરેરાશ કિંમત 251 રૂપિયા હતી જ્યારે લિયોની ટિકિટની એવરેજ કિંમત 202 રૂપિયા છે. 

વધુ વાંચો: અભિનેત્રી કંગના રનૌતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

લિયોને નડેલી અન્ય મુશ્કેલીઓ

વિજય થલાપતિને ચમકાવતી આ ફિલ્મમાં તૃષા કૃષ્ણન અને સંજય દત્ત પણ જોવા મળશે. જોકે લિયો ફિલ્મ તેના બિગેસ્ટ ટાર્ગેટ સ્ટેટ તમિલનાડુમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. સાઉથમાં આ ફિલ્મનો પહેલો શો સવારે 4:00 વાગ્યે રાખવાનો હતો પરંતુ મદ્રાસ હાઈ કોર્ટે તેની મંજૂરી ન આપી જેથી ફિલ્મનો પહેલો શો સવારે 7:00 વાગ્યે રાખવો પડ્યો.