Mallikarjun Khargeના પુસ્તક લોન્ચિંગ કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ કર્યા ભરપૂર વખાણ

સોનિયા ગાંધીએ કહ્યું, ખડગેએ ક્યારેય પોતાની વિચારધારા સાથે સમાધાન કર્યું નથી અને ગરીબોના હિતમાં અગ્રેસર રહ્યા છે

Courtesy: Image: Twitter

Share:

 

Mallikarjun Kharge: ગત બુધવારના રોજ સુખદેવ થોરાત અને ચેતન શિંદે દ્વારા સંપાદિત 'મલ્લિકાર્જુન ખડગેઃ કરૂણા, ન્યાય અને સમાવેશી વિકાસ સાથે રાજકીય જોડાણ' નામની જીવનીનું કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના સંપાદક સુખદેવ થોરાતના કહેવા પ્રમાણે તે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ની રાજકીય યાત્રા અંગેના દૃષ્ટિકોણનો ખુલાસો કરે છે. 

Mallikarjun Khargeની જીવની માટે કઈ રીતે મળી પ્રેરણા?

સુખદેવ થોરાતે જણાવ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેની રાજકીય સફર ખૂબ જ અસાધારણછે. કર્ણાટકમાં 1972 અને 2009ની વચ્ચે અભૂતપૂર્વ 9 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જેમાં મંત્રી તરીકે 17 વર્ષનો સમાવેશ થાય છે. 

 

બહુવિધ વિભાગોનો કાર્યભાર સંભાળ્યો અને 2009થી 2019 સુધી 2 વખત સંસદ સભ્ય અને ત્યારથી રાજ્યસભાના સભ્ય છે. આંબેડકરની જેમ તેમને પણ સંસ્કૃત ભાષાના અભ્યાસક્રમનો ઈનકાર કરવામાં આવ્યો હતો.

સોનિયા ગાંધીનું સંબોધન

કોંગ્રેસ પાર્ટીના સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ બુધવારે જવાહર ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રશંસા કરતા કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એક મજબૂત સંગઠનાત્મક નેતા છે અને તેમના પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ 'ભારતના આત્મા' માટે ચાલી રહેલી લડાઈમાં પક્ષનું નેતૃત્વ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ખડગે એક સક્ષમ વ્યક્તિ છે જેઓ પોલિટિકલ એન્ગેજમેન્ટ વિથ કમ્પેસન, જસ્ટિસ એન્ડ ઈન્ક્લુઝિવ ડેવલપમેન્ટ જેવા પુસ્તક દ્વારા તેમનું વિઝન અમારી સમક્ષ રજૂ કરે છે.

 

આ સાથે જ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારની ટીકા કરવાની તક પણ ઝડપી લીધી હતી અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર બંધારણીય સંસ્થાઓ અને સિદ્ધાંતોને નષ્ટ કરી રહી છે જેના દ્વારા ભારત આઝાદી બાદથી વિકસ્યું છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ખડગેની લાંબી રાજકીય કારકિર્દી અને સંઘર્ષનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આજે તેઓ કોંગ્રેસ પાર્ટીને નિર્ણાયક તબક્કે દોરી રહ્યા છે. સત્તામાં રહેલા લોકો બંધારણીય અને સંસ્થાકીય મૂલ્યો પ્રત્યે ઉદાસીન છે અને તે તમામ સંસ્થાઓ, સિસ્ટમોને નષ્ટ કરી રહ્યા છે. 

ખડગેની હિંમતના કર્યા વખાણ

સોનિયા ગાંધીએ ઉત્સાહ સાથે કહ્યું હતું કે, 50 વર્ષ એ રાજકારણમાં લાંબો સમયગાળો છે અને ખડગેજી તેમની સમગ્ર રાજકીય કારકિર્દીમાં ઉંચાઈઓને સ્પર્શવામાં સફળ રહ્યા છે. તેમણે ક્યારેય પોતાની વિચારધારા સાથે સમાધાન કર્યું નથી અને ગરીબોના હિતમાં તેઓ અગ્રેસર રહ્યા છે. 

 

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ખડગેજીએ ક્યારેય સન્માન અને આચરણ સાથે સમાધાન કર્યું નથી, અને તેમની હિંમત તેમને અમારા સમર્થનને લાયક બનાવે છે. આ અવસરે કોંગ્રેસ પાર્ટીએ ખડગેના નેતૃત્વમાં આગામી ચૂંટણી માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું અને તેમની સાથે દેશના વિકાસમાં સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો.