Kuch Kuch Hota Hai: ફિલ્મની સિલ્વર જ્યુબિલી પર મનીષ મલ્હોત્રાએ કર્યો મોટો ખુલાસો

Kuch Kuch Hota Hai: બોલિવૂડની આઈકોનિક ફિલ્મોમાંની એક ‘કુછ કુછ હોતા હૈ’ 16 ઓક્ટોબર 1998ના રોજ રીલિઝ થઈ હતી. શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી અભિનીત આ ફિલ્મને સોમવારે 25 વર્ષ પૂર્ણ થયા. કોસ્ચ્યુમ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra)એ લંડન અને સ્કોટલેન્ડના મુખ્ય કલાકારો દ્વારા પહેરવામાં આવેલ કોસ્ચ્યુમની ખરીદી કેવી રીતે કરી હતી તેની યાદો […]

Share:

Kuch Kuch Hota Hai: બોલિવૂડની આઈકોનિક ફિલ્મોમાંની એક ‘કુછ કુછ હોતા હૈ’ 16 ઓક્ટોબર 1998ના રોજ રીલિઝ થઈ હતી. શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી અભિનીત આ ફિલ્મને સોમવારે 25 વર્ષ પૂર્ણ થયા. કોસ્ચ્યુમ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra)એ લંડન અને સ્કોટલેન્ડના મુખ્ય કલાકારો દ્વારા પહેરવામાં આવેલ કોસ્ચ્યુમની ખરીદી કેવી રીતે કરી હતી તેની યાદો શેર કરી. મનીષ મલ્હોત્રાએ ખુલાસો કર્યો કે એક પર્શિયન કાર્પેટે તેને ફિલ્મમાં કાજોલના લગ્નના લહેંગાનો આઈડિયા આપ્યો હતો અને રાની મુખર્જીએ પરણિત ટીના તરીકેના લૂક માટે તેની માતાનું મંગળસૂત્ર પહેર્યું હતું. 

કુછ કુછ હોતા હૈમાં કાજોલના લુક પર મનીષ મલ્હોત્રા

અંજલિની ભૂમિકા માટે કાજોલના લૂક પર કામ કરવાનું યાદ કરતાં, મનીષ મલ્હોત્રા (Manish Malhotra)એ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમે બધા એક ટીમ તરીકે ફિલ્મ પર કામ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. સ્પોર્ટી લુક એ જ છે જે કરણ કુછ કુછ હોતા હૈ (Kuch Kuch Hota Hai) ફિલ્મ માટે ઈચ્છતો હતો. અમે ત્રણેય કલાકારો માટે લંડન શોપિંગ કરવા ગયા હતા. કાજોલ સાથે ફિટિંગ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે અમે સ્પોર્ટ્સ વેરનો આગળનો ભાગ રાખીશું પણ પાછળનો ભાગ ઝિપ સાથે બાંધવામાં આવશે જેથી કાજોલને શ્રેષ્ઠ ફિટ મળી શકે.”

કુછ કુછ હોતા હૈ (Kuch Kuch Hota Hai) ફિલ્મમાં શાહરૂખ અને રાની મુખર્જીના કોસ્ચ્યુમ અને લુકનો ઉલ્લેખ કરતાં તેણે આગળ લખ્યું, “અમે લંડનમાં કરેલી શોપિંગ માટે કરણ શાહરુખને ફિટિંગ આપશે. રાનીનો આખો લુક એક ચેલેન્જ હતો કારણકે કે અમારે ગ્લેમરસ લુક પર કામ કરવાનું હતું. ત્રણેય કલાકારોએ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો હતો.”

વધુ વાંચો: પાપારાઝીના સવાલ પર પરિણીતી ચોપરાએ આપ્યો મજેદાર જવાબ! 

કુછ કુછ હોતા હૈમાં કાજોલના લગ્નનો લહેંગા

કુછ કુછ હોતા હૈ (Kuch Kuch Hota Hai)માં જોવા મળેલા કાજોલના લગ્નના લહેંગા વિશે વિગત આપતાં, મનીષ મલ્હોત્રાએ લખ્યું, “લંડનની અમારી આગામી સફર પર અમે બોન્ડ સ્ટ્રીટ પર એક પર્શિયન કાર્પેટ જોયું અને તેનાથી મને કાજોલની સગાઈના લહેંગા માટે પ્રેરણા મળી અને કાજોલ અને કરણ ઘરે આવ્યા. લગ્નના લૂકની ચર્ચા કરવા માટે મેં પીચ વેલ્વેટ તૈયાર રાખ્યું હતું.” 

વધુ વાંચો:મુંબઈ મેટ્રોમાં સવારી કર્યા બાદ ફોટો ટ્વિટ કરીને જણાવી ખાસ વાત

Kuch Kuch Hota Hai: રાનીનો લુક

મનીષ મલ્હોત્રા (Manish Malhotra)એ પણ ખુલાસો કર્યો કે રાહુલની પત્ની અંજલિના લૂકમાં રાનીએ તેની મમ્મીનું મંગળસૂત્ર પહેર્યું હતું. તેણે લખ્યું, “છેલ્લા શેડ્યુલમાં, કરણ એડિટમાં વ્યસ્ત હતો તેથી હું તેની સ્કોટલેન્ડમાં શોપિંગ કરવા ગયો. હું રાનીને ભારતીય રાખવા માંગતો હતો અને તે સંમત થયો. સ્કોટલેન્ડના ટાઈટલ સોંગ માટે કરણે મારી પાસે મંગળસૂત્ર માંગ્યું અને હું કોસ્ચ્યુમ રૂમમાં પાછો દોડયો. મેં રાનીની માતા પાસેથી તેમનું મંગળસૂત્ર માગ્યું.”