મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે કહ્યું- હવે હું મિસવર્લ્ડ નહીં પણ એક અભિનેત્રી છું

વર્ષ 2017ની મિસવર્લ્ડ માનુષી છિલ્લરે ટાઈટલ જીત્યા બાદ બોલીવુડમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. આખરે 1 વર્ષ અગાઉ માનુષીએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તાજેતરમાં જ માનુષીએ તેના ઈન્ડસ્ટ્રી સાથેના અનુભવો એક વાતચીતમાં રજૂ કર્યા હતા. તે આજકાલ શું કરી રહી છે તેનાથી માંડીને માનુષીને થયેલા અનુભવો અને એક પછી એક જે ગોલ તેણે નક્કી કર્યા […]

Share:

વર્ષ 2017ની મિસવર્લ્ડ માનુષી છિલ્લરે ટાઈટલ જીત્યા બાદ બોલીવુડમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. આખરે 1 વર્ષ અગાઉ માનુષીએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તાજેતરમાં જ માનુષીએ તેના ઈન્ડસ્ટ્રી સાથેના અનુભવો એક વાતચીતમાં રજૂ કર્યા હતા. તે આજકાલ શું કરી રહી છે તેનાથી માંડીને માનુષીને થયેલા અનુભવો અને એક પછી એક જે ગોલ તેણે નક્કી કર્યા હતા તે કેવીરીતે સર કર્યા તેની માહિતી આપી. 

હવે હું એક અત્રિનેત્રી છું: માનુષી

માનુષી પોતાની જાત પર શરમ અનુભવે છે તેવા પ્રશ્નના જવાબમાં માનુષી છિલ્લરે કહ્યું કે, મને હવે તેની આદત પડી ગઈ છે. અગાઉ મને ડૉક્ટર કહેતા હતા પછી મને મિસવર્લ્ડ કહેતા હતા. જ્યારે મેં ફિલ્મમાં કામ  કરવાનું શરૂ કર્યું ત્યારે મને પોતાને પણ થતું કે હું મારી જાતને શું કહું?! હવે હું મેડિકલની વિદ્યાર્થીની નથી અને મિસ વર્લ્ડ પણ નથી. હું કયા ફિટ બેસીશ તે પણ ખબર નહતી પણ હવે હું એક અભિનેત્રી છું અને તેની પણ હજુ શરૂઆત છે. 

કાન્સ ફેસ્ટિવલ અંગે જણાવતાં અભિનેત્રીએ જણાવ્યું કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવું એ અંતિમ ક્ષણે લીધેલો નિર્ણય હતો. હું ત્યાં જવા વિશે વિચારતી હતી પણ પછી છેલ્લી ઘડી કાઇ ને કાઇ આવી જતું હતું., પરંતુ આ વખતે હું આખરે ગઈ હતી. હું ઘણા મહાન લોકોને મળી અને સુંદર ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર ચાલવાની તક મળી. હવે મેં મારી બકેટ લિસ્ટમાં એક ટિક માર્ક ડન કરી દીધી છે.

જ્યારે માનુષીને પૂછવામાં આવ્યું કે,  શું તમને રેડ કાર્પેટ પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી? ત્યારે માનુષી જણાવ્યું કે, બિલકુલ નહીં..  આ ક્ષણોને મેં ઘણી આનંદદાયક રીતે માણી હતી.  ભારતનાં ઘણા લોકો આ વખતે કાન્સમાં જોવા મળ્યા અને લોકો કહે છે કે, હવે કાન્સનું ધ્યાન ફિલ્મોને બદલે ફેશન તરફ વળી રહ્યું છે. આ અંગેના પ્રશ્નમાં માનુષીએ જવાબ આપ્યો કે, આપણે કોઈપણ ઇવેંટને ગ્લેમરાઇઝ કરવી પડશે જેથી લોકો તેના વિશે વાત કરે. ફેશન એ હવે દરેક વ્યક્તિના જીવવનો મહત્ત્વનો ભાગ બની છે. હું એવા લોકોને ઓળખું છું જે ફિલ્મને ફિલ્મમેકર કે વિવેચકની જેમ નથી જાણતા પરંતુ તેઓ આ ફેસ્ટિવલને ફેશનને લીધે જાણે છે. 

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ પર પૂછવામાં આવેલા સવાલ અંગે એક્ટ્રેસે જણાવ્યું કે, આ ફિલ્મ માટે મેં ઘણી મહેનત કરી હતી પરંતુ તેને મળેલા પ્રતિસાદથી હું દુખી થઈ હતી. એક અભિનેત્રી તરીકે તમે ઘણી મહેનત કરી શકો છો પરંતુ ફિલ્મના પરિણામો તમારા હાથમાં હોતા નથી. તમે પ્રેક્ષકોને કન્ટ્રોલ કરી શકતા નથી.