મિલિંદ સોમને સિડની મેરેથોનનો અનુભવ કર્યો શેર, તિરંગા સાથે ફિનિશ લાઈન પાર કરવી રૂંવાડા ઉભા કરનારી પળ

ફિટનેસપ્રેમી મોડેલ મિલિંદ સોમને તાજેતરમાં યોજાયેલી સિડની મેરેથોનના પોતાના અનુભવો અંગે વાત કરી હતી. મિલિંદ સોમનની તંદુરસ્ત જીવનશૈલી તેમના ચાહકોને એક અનેરૂં બળ પૂરૂ પાડે છે. ત્યારે મિલિંદ સોમને સિડની મેરેથોન 2023ના એમ્બેસેડર તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને પોતાની પહેલેથી જ શાનદાર કરિયરમાં વધુ એક ગૌરવશાળી અધ્યાયનો ઉમેરો કર્યો હતો.  ગર્વથી તિરંગો લહેરાવો ખાસ પળ- મિલિંદ […]

Share:

ફિટનેસપ્રેમી મોડેલ મિલિંદ સોમને તાજેતરમાં યોજાયેલી સિડની મેરેથોનના પોતાના અનુભવો અંગે વાત કરી હતી. મિલિંદ સોમનની તંદુરસ્ત જીવનશૈલી તેમના ચાહકોને એક અનેરૂં બળ પૂરૂ પાડે છે. ત્યારે મિલિંદ સોમને સિડની મેરેથોન 2023ના એમ્બેસેડર તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને પોતાની પહેલેથી જ શાનદાર કરિયરમાં વધુ એક ગૌરવશાળી અધ્યાયનો ઉમેરો કર્યો હતો. 

ગર્વથી તિરંગો લહેરાવો ખાસ પળ- મિલિંદ સોમન

57 વર્ષની ઉંમરે પણ પોતાની તંદુરસ્તી જાળવી રાખનારા મિલિંદ સોમનના કહેવા પ્રમાણે સિડની મેરેથોનની ફિનિશ લાઈન પર તેમણે ગર્વથી તિરંગો લહેરાવ્યો તે તેમના માટે એક ખાસ પળ હતી. મિલિંદ સોમન માટે તે પળ રૂંવાડા ઉંચા કરનારી બની રહી હતી. 

મિલિંદ સોમને જણાવ્યું હતું કે, સિડની મેરેથોન વિશ્વની ટોચની સ્પર્ધા બનવાની ઉમેદવાર છે અને તેમને રેસને પ્રોત્સાહન આપવા માટે એમ્બેસેડર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. હાલ વિશ્વમાં 6 મોટા શહેરોની મેરેથોન સૌથી વધુ આગળ ગણાય છે જેમાં ન્યૂયોર્ક, લંડન, બોસ્ટન, શિકાગો, ટોક્યો અને બર્લિન મેરેથોનનો સમાવેશ થાય છે. 

મિલિંદ સોમનના કહેવા પ્રમાણે સિડની મેરેથોનના આયોજકોએ તેમને સોશિયલ મીડિયા પેજીસ પર ભારતીય ધ્વજ સાથે દોડતો જોયો હતો અને મને સિડનીમાં ભારતીય ધ્વજ સાથે દોડવા આમંત્રણ આપ્યું હતું. મિલિંદ સોમને જણાવ્યું હતું કે, તેમણે સંપૂર્ણ રેસ હાથમાં ભારતીય ધ્વજ પકડીને પૂરી નહોતી કરી પરંતુ ફિનિશ લાઈન પર હાથમાં તિરંગાને પકડવો એ હંમેશની માફક રૂંવાડા ઉભા કરનારી ક્ષણ બની રહી હતી. 

મિલિંદ સોમને એમ પણ જણાવ્યું હતું કે, મુંબઈમાં હાથમાં ધ્વજ સાથે મેરેથોન દોડતા લોકો જોવા સામાન્ય બાબત છે પરંતુ વિદેશમાં આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. મિલિંદ સોમન તેમની ફિટનેસ અને સ્ટેમિના માટે પ્રખ્યાત છે પરંતુ તેમણે મોટા ભાગના દોડવીરની માફક તેમને પણ મેરેથોન દરમિયાન મુશ્કેલી અનુભવાઈ હતી તેમ સ્વીકાર્યું હતું. 

મિલિંદ સોમન માટે સિડની મેરેથોન યાદગાર બની રહેશે

મિલિંદ સોમનના કહેવા પ્રમાણે સિડની મેરેથોન તેમના માટે એક વિશેષ કારણથી યાદગાર બની રહેશે. આ સાથે જ તેમણે તેના પાછળ રહેલું એક રસપ્રદ કારણ પણ શેર કર્યું હતું. મિલિંદ સોમનના કહેવા પ્રમાણે તેમને રેસ માટે સીધો રસ્તો હોવાની માહિતી આપવામાં આવી હતી પરંતુ સિડની મેરેથોન તેમના માટે અત્યાર સુધીની સૌથી વધુ પહાડી મેરેથોન બની રહી હતી. 

મિલિંદ સોમને જણાવ્યું હતું કે, સિડની મેરેથોનની દરેક ટેકરી તેમની સ્મૃતિમાં ચોંટી ગઈ છે. આ સાથે જ મિલિંદ સોમને ચોંટી ગઈ શબ્દ વાપરવા પાછળનું કારણ શેર કરતા કહ્યું હતું કે, તે દિવસે સિડનીમાં હિટ વેવની સ્થિતિ હતી અને વાતાવરણ મુંબઈ કરતા 31 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું. 

મિલિંદ સોંમનના કહેવા પ્રમાણે મુંબઈ મેરેથોન ઠંડા વાતાવરણમાં યોજવામાં આવે છે. જોકે તેમણે આઈકોનિક સિડની હાર્બર બ્રિજને પાર કરીને 17,000 જેટલા અન્ય દોડવીરો સાથે વિશ્વ વિખ્યાત સિડની ઓપેરા હાઉસ સામે દોડ સમાપ્ત કરવાને એક ખાસ પળ ગણાવી હતી.