Neena Gupta: લગ્ન વગર મા બનેલી અભિનેત્રીએ ફેમિનિઝમને ગણાવ્યું ફાલતુનો મુદ્દો

જે દિવસથી પુરૂષ બાળકો પેદા કરવા લાગશે તે દિવસથી બંને એક સમાન કહેવાશે

Courtesy: Twitter

Share:

Neena Gupta: બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) કોઈ પણ પ્રકારની ઓળખના મોહતાજ નથી. તેમણે પોતાની એક્ટિંગના દમ પર જ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ પોતાના બેખોફ અને બિન્દાસ અંદાજ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે તાજેતરમાં એક વાતચીત દરમિયાન તેમણે ફેમિનિઝમ મુદ્દે ખૂબ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. 


Neena Guptaએ ફેમિનિઝમને ગણાવ્યો ફાલતુ મુદ્દો
 

દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાએ એક સમયે લગ્ન વગર જ માતા બનીને દેશભરમાં ભારે તહેલકો મચાવી દીધો હતો. તેમણે વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે લગ્ન કર્યા વગર જ દીકરી મસાબાને જન્મ આપ્યો હતો. ત્યારે તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન નીના ગુપ્તાએ નારીવાદના વિચારને ફાલતુ ગણાવી દીધો હતો. 

ફિલ્મ બધાઈ હો દ્વારા ચર્ચામાં આવેલા અભિનેત્રી નીના ગુપ્તાને સ્ત્રીઓ પુરૂષ સમોવડી છે કે નહીં તે અર્થનો સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે નીના ગુપ્તાએ ફેમિનિઝિમને ફાલતુ કોન્સેપ્ટ ગણાવીને મહિલાઓને પુરૂષની જરૂર છે તેમ કહ્યું હતું. પોતાની આ વાત સાબિત કરવા માટે નીના ગુપ્તાએ એક ઉદાહરણ પણ આપ્યું હતું. 

 

રણવીર અલાહાબાદીયા સાથે ઈન્ટરવ્યુ

અભિનેત્રી નીના ગુપ્તાએ રણવીર અલાહાબાદીયા સાથે તેના પોડકાસ્ટ પર વાત કરતી વખતે કહ્યું હતું કે, ફેમિનિઝમ ફાલતુ છે. સ્ત્રીઓ પુરૂષ સમોવડી હોય છે એવું બધું વિચારવાની અને તેના પર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. તેના બદલે ફાઈનાન્સિયલ ફ્રીડમ હાંસલ કરવા પર ફોકસ કરવું જોઈએ. પોતાની જાતને નીચા સમજવા કરતા પોતાની વેલ્યુ સમજવી વધુ સારૂ રહેશે. 

વધુમાં કહ્યું હતું કે, જો તમે એક હાઉસ વાઈફ છો તો તેને નીચું ન સમજો. તે એક મહત્વનો રોલ છે. તમારા આત્મસન્માનને વધારો. હું આ મુખ્ય સંદેશો જ આપવા ઈચ્છું છું. ઉપરાંત પુરૂષો અને મહિલાઓ એક સમાન પણ નથી જ. જે દિવસથી પુરૂષ બાળકો પેદા કરવા લાગશે તે દિવસથી બંને એક સમાન કહેવાશે. 

 

 

સ્ત્રીઓને પુરૂષોની જરૂર વધારે છે
 

નીના ગુપ્તા (Neena Gupta)એ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, મહિલાઓને પુરૂષની જરૂર વધારે છે. મને યાદ છે કે, જ્યારે હું યંગ અને સિંગલ હતી ત્યારે મારે સવારે 6 વાગ્યાની ફ્લાઈટ પકડવાની હતી. હું સવારે 4 વાગ્યે ઘરેથી નીકળી તો અંધારૂ હતું. એક વ્યક્તિ મારો પીછો કરવા લાગ્યો અને હું ખૂબ ડરી ગઈ. હું ઘરે પાછી આવી ગઈ અને મારી ફ્લાઈટ છૂટી ગઈ. બીજા દિવસે મેં એ જ ફ્લાઈટ બુક કરી પણ હું મારા મેલ ફ્રેન્ડના ઘરે રોકાઈ અને તે મને મુકી ગયો. મને એક પુરૂષની જરૂર હતી. આમ આપણને તેમની જરૂર વધારે છે.