Netflix: એડ ફ્રી સબસ્ક્રિપ્શન થશે મોંઘા, 2025 સુધીમાં ચાહકો માટે ખુલશે રિટેલ ડેસ્ટિનેશન સ્ટોર્સ

Netflix: ઈન્ટરનેટ પર આધારીત વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન નેટફ્લિક્સ (Netflix) હાલ અનેક દેશોમાં લોકપ્રિય બની રહી છે. એક રીતે નેટફ્લિક્સ વીડિયો રેન્ટલ સેવા છે જેમાં દર મહિને ફી ચુકવ્યા બાદ ઓનલાઈન અગણિત ફિલ્મો જોવાની સત્તા મળે છે.  ઓનલાઈન મૂવી કે વેબ સીરિઝ જોવાનો વિચાર આવે તો સૌથી પહેલા નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મનો જ વિચાર આવે છે. તેના […]

Share:

Netflix: ઈન્ટરનેટ પર આધારીત વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન નેટફ્લિક્સ (Netflix) હાલ અનેક દેશોમાં લોકપ્રિય બની રહી છે. એક રીતે નેટફ્લિક્સ વીડિયો રેન્ટલ સેવા છે જેમાં દર મહિને ફી ચુકવ્યા બાદ ઓનલાઈન અગણિત ફિલ્મો જોવાની સત્તા મળે છે. 

ઓનલાઈન મૂવી કે વેબ સીરિઝ જોવાનો વિચાર આવે તો સૌથી પહેલા નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મનો જ વિચાર આવે છે. તેના પર કન્ટેન્ટની કદી ઉણપ જ નથી આવતી ત્યારે હવે નેટફ્લિક્સ (Netflix) દ્વારા રિટેલ ડેસ્ટિનેશન (Retail Destinations) સ્ટોર્સ ખોલવા વિચારણા ચાલી રહી છે. 

વધુ વાંચો: IND vs PAK: આ રીતે ફોનમાં બિલકુલ ફ્રીમાં માણો ભારત-પાકિસ્તાન મેચની લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ

Netflixનું નવું સોપાન

સ્ટ્રીમિંગ ક્ષેત્રે દિગ્ગજ નેટફ્લિક્સ હવે રિટેલ ડેસ્ટિનેશન (Retail Destinations) સ્ટોર્સ દ્વારા ભોજન અને અન્ય પ્રવૃત્તિઓ ઉપલબ્ધ કરાવવાની સાથે જ જે-તે સમયે નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગ શો કે સીરિઝ પ્રમાણેની પ્રવૃત્તિઓ અને અનુભવોનો ખજાનો ઉપલબ્ધ કરી આપશે. નોંધનીય છે કે કંપની પહેલેથી જ પોતાના ઓનલાઈન મર્ચ સ્ટોર દ્વારા માલ વેચી રહી છે. 

નેટફ્લિક્સની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના વાઈસ પ્રેસિડેન્ટ જોશ સિમોને જણાવ્યું હતું કે, લોકો તેમની ફિલ્મો અને ટીવી શોની દુનિયામાં ડૂબવાનું કઈ હદે પસંદ કરી રહ્યા છે તેનાથી તેઓ વાકેફ છે. ત્યારે લોકોની આ અનુભૂતિને અનેરી ઉંચાઈ બક્ષવા માટે તેઓ તત્પર છે. 

નેટફ્લિક્સ દ્વારા ડ્રામા સીરિઝ સ્ટ્રેન્જર થિંગ્સ માટે લંડનમાં અને સ્ક્વિડ ગેમ્સઃ ધ ટ્રાયલ્સ માટે લોસ એન્જલ્સ ખાતે સ્ટેજ શો પ્રીક્વલ સહિતના પ્રયોગો કરવામાં આવ્યા છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં લોસ એન્જલ્સ ખાતે પોપ અપ ઈટરી ‘નેટફ્લિક્સ બાઈટ્સ’ની શરૂઆત કરી હતી. તેમાં નેટફ્લિક્સ (Netflix)ના ઓરિજનલ શોને આધીન વિવિધ વ્યંજનો પીરસવામાં આવતા હતા. જોકે બાદમાં તે રેસ્ટોરા બંધ કરી દેવી પડી હતી. 

ઉપરાંત નેટફ્લિક્સે તાજેતરમાં જ પોતાની 25 વર્ષથી ચાલી આવતી ડીવીડી રેન્ટલ સેવા પર પણ પૂર્ણવિરામ મુક્યું છે. હોલિવુડના કલાકારોની હડતાળની સમાપ્તિ બાદ નેટફ્લિક્સ પોતાની એડ ફ્રી સબસ્ક્રિપ્શન સેવાની કિંમતોમાં વધારો કરવા અંગે પણ વિચારણા કરી રહ્યું છે. અમેરિકા અને કેનેડામાં તેની સૌથી પહેલી અસર જોવા મળે તેવી શક્યતા છે. 

વધુ વાંચો: શું એલોન મસ્ક iPhone 15 ખરીદી રહ્યા છે? મસ્કે iPhone 15 માટે આ વાત કહી

નોંધનીય છે કે, ઘણાં લાંબા સમયથી ચાલી રહેલી હોલિવુડના સ્ક્રીન રાઈટર્સ, લેખકોની હડતાળનો તાજેતરમાં અંત આવ્યો હતો. આ હડતાળના કારણે હોલિવુડનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું અને સમગ્ર વિશ્વનું ધ્યાન તેના પર ખેંચાયુ હતું. આખરે 146 દિવસ સુધી ચાલેલી ઐતિહાસિક લડત બાદ તેનો અંત આવ્યો હતો જેથી હોલિવુડના લેખકો અને કલાકારોમાં આનંદ વ્યાપ્યો હતો. 

સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ – અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ (SAG – AFTRA)એ રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા (WGA)ના સમર્થનમાં જૂન મહિના દરમિયાન હડતાળની જાહેરાત કરી હતી.