પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ થયું

સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આદિપુરુષના નિર્માતાઓએ રામ નવમી પ્રસંગે ફિલ્મનું એક નવું પોસ્ટર રજૂ કર્યું હતું.  પોસ્ટરમાં પ્રભાસને રામ, કૃતિ સેનનને સીતા, સની સિંહને લક્ષ્મણ અને દેવદત્ત નાગેને હનુમાનની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છે. જેમણે અગાઉ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ તાનાજીઃ […]

Share:

સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આદિપુરુષના નિર્માતાઓએ રામ નવમી પ્રસંગે ફિલ્મનું એક નવું પોસ્ટર રજૂ કર્યું હતું.  પોસ્ટરમાં પ્રભાસને રામ, કૃતિ સેનનને સીતા, સની સિંહને લક્ષ્મણ અને દેવદત્ત નાગેને હનુમાનની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છે. જેમણે અગાઉ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરનું નિર્દેશન કર્યું છે.

ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત, આ ફિલ્મનું પોસ્ટર ખૂબ ધામધૂમથી લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ એવું લાગે છે કે બધા ચાહકો તેનાથી ખુશ નથી. ઘણી વખત એક યા બીજા કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે. હવે ચાહકોની પ્રતિક્ષાનો અંત આવ્યો  છે. 

પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ભૂષણ કુમાર સાથે ‘આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉત જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે ફિલ્મની રિલીઝ ડેટ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 3D ફોર્મેટમાં 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. ટ્વિટર પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૂષણ કુમાર અને ઓમ રાઉત આશીર્વાદ લેવા માતા વૈષ્ણોદેવી પહોંકહ્યા હતા. 

ફિલ્મ આદિપુરુષ અગાઉ 11 ઓગસ્ટ, 2022ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તેની તારીખ બદલીને જાન્યુઆરી 2023 કરવામાં આવી છે. જો કે હવે તેની અંતિમ રિલીઝ ડેટ જણાવવામાં આવી છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જે લોકોને પસંદ આવ્યું ન હતું. ખરાબ VFX ને કારણે ટીઝરને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યું હતું.

હાલમાં રજૂ કરેલા પોસ્ટરથી તમામ લોકો ખુશ નથી અને એક વ્યક્તિએ લખ્યું, “જોઈ રહ્યું છે કે પોસ્ટર સંપૂર્ણ રીતે એડિટ કરેલું છે જ્યારે બીજાએ શેર કર્યું, “અમે  હનુમાનનાં આ  દેખાવને સ્વીકારીશું નહીં.” ત્રીજા વ્યક્તિએ ટિપ્પણી કરી, “જય શ્રી રામ, પરંતુ કુછ તો સહી કિયા હોતા, આ જૂની રામાયણનાં બે ટકા પણ નથી, યાર મઝક ચલ રહા હૈ હનુમાન જી કો દેખકે હી હસી છૂટ ગઈ, બોલિવૂડ કી છાયા પડ ચૂકી તુમ લોગો પે ભી. , શ્રી રામ કા એક ઔરા હૈ જો કી કહી ભી નહીં હૈ, આ ફિલ્મ પર પૈસા વેડફવાને બદલે મને જૂના રામાયણનો એક એપિસોડ જોવાનું ગમશે, બોલો જય શ્રી રામ.” જેવી કોમેન્ટ લખવામાં આવી છે.