RARKPKમાં શબાના સાથે કિસિંગ સીન પર ધર્મેન્દ્રએ કહ્યું- ખુબ જ મજા આવી

RARKPK (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) ફિલ્મમાં વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મની સક્સેસ પાર્ટી દરમિયાન જ્યારે પ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રને કિસિંગ સીન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, “બહોત મઝા આયા” (ખુબ જ મજા આવી). ધર્મેન્દ્ર એ કહ્યું, “મને લોકો તરફથી મેસેજીસ મળી રહ્યા છે […]

Share:

RARKPK (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) ફિલ્મમાં વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મની સક્સેસ પાર્ટી દરમિયાન જ્યારે પ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રને કિસિંગ સીન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, “બહોત મઝા આયા” (ખુબ જ મજા આવી).

ધર્મેન્દ્ર એ કહ્યું, “મને લોકો તરફથી મેસેજીસ મળી રહ્યા છે અને મેં કહ્યું, “યે તો મેરે દાયે હાથ કા કામ હૈ કુછ બાયે હાથ સે કરવાના હો વો ભી કરવા લો (તે મારા માટે ખરેખર સરળ છે. જો તમારી પાસે મારા માટે વધુ મુશ્કેલ પડકારો હોય તો મને જણાવો).”

ધર્મેન્દ્રએ કહ્યું- ખુબ જ મજા આવી

વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્ર એ કહ્યું, “બહોત મજા આયા (ખુબ જ મજા આવી) ” અને મીડિયા હસી પડયું, જેના પર તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતા તેમજ તેમણે કહ્યું કે આ કિસિંગ સીન ફિલ્મ માટે જરૂરી હતો.

કિસિંગ સીન વિશે વધુ વાત કરતાં ધર્મેન્દ્ર એ કરણ જોહર તરફ ઈશારો કરતા જવાબ આપ્યો, “કેપ્ટન અચ્છા હો તો ટીમ બહુત અચ્છા ખેલતી હૈ. ઔર યે કહેતા હૈ પાંચ સાલ બાદ આયા હૈ. કરણ પાંચ સાલ યા ​​સાત સાલ બાદ આયે યે અપના જોહર દિખા કે જાયેગા. મૈંને જબ યે કહાની સુની મુઝે લગા ઘર ઘર કી કહાની હૈ (કેપ્ટન સારો હોય તો ટીમ ખૂબ સારી રીતે રમે છે અને કરણ જોહર કહે છે કે તે પાંચ વર્ષ પછી આવ્યો છે. કરણ પાંચ અથવા સાત વર્ષ પછી આવે; તે પોતાની શ્રેષ્ઠતા બતાવે જ છે. જ્યારે મેં આ વાર્તા સાંભળી ત્યારે મને લાગ્યું કે આ દરેક ઘરની વાર્તા છે). તે એક સારી વાર્તા છે. ઔર મુઝે ભી જબ જબ મૌકા મિલતા હૈ છક્કા માર દેતા હુ (જ્યારે પણ તક મળે ત્યારે હું સારો અભિનય કરું છું). મારા માટે તમારા બધાના હૃદયમાં જે સ્થાન છે, તે હંમેશા રહે તે માટે હું પ્રયત્ન કરતો રહીશ.

ધર્મેન્દ્ર એ રણવીર સિંહના અભિનય કૌશલ્યની પ્રશંસા કરી અને કહ્યું, “તે ખરેખર ખૂબ જ સારો અભિનેતા અને ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે. મેં આ યુનિટ સાથે વિતાવેલી દરેક ક્ષણનો આનંદ માણ્યો છે.”

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને આ આનંદની ક્ષણની ઉજવણી માટે સમગ્ર ટીમે સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. 

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક રૂ. 60 કરોડનો આંકડો પાર કર્યો છે.