ગદર 2 ફિલ્મની રિલીઝ અંગે સની દેયોલે કહ્યું- OMG 2 સાથે તેની સરખામણી ન કરો

બોક્સ ઓફિસમાં હવે ધમાકેદાર મૂવીઝ રિલીઝ થઈ રહી છે. ઓગસ્ટમાં ગદર 2 અને OMG 2 એક જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આ બંને સિક્વલ ફિલ્મ 11 ઓગસ્ટે લોન્ચ થવાની છે. એક જ દિવસે ક્લેશ થતો હોવાથી સની દેયોલે તેના પર ટિપ્પણી કરી છે. અને જૂની વાતો યાદ કરતાં જણાવ્યું કે વર્ષ 2001માં પણ […]

Share:

બોક્સ ઓફિસમાં હવે ધમાકેદાર મૂવીઝ રિલીઝ થઈ રહી છે. ઓગસ્ટમાં ગદર 2 અને OMG 2 એક જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આ બંને સિક્વલ ફિલ્મ 11 ઓગસ્ટે લોન્ચ થવાની છે. એક જ દિવસે ક્લેશ થતો હોવાથી સની દેયોલે તેના પર ટિપ્પણી કરી છે. અને જૂની વાતો યાદ કરતાં જણાવ્યું કે વર્ષ 2001માં પણ ગદર ફિલ્મ લગાન ફિલ્મ સાથે રિલીઝ થઈ હતી તે સમયે એણે સારું પર્ફોર્મન્સ આપ્યું હતું.

એક જાણીતી ન્યૂઝ વેબસાઈટના ઈન્ટરવ્યૂમાં સની દેયોલને પૂછવામાં આવ્યું કે, બોક્સ ઓફિસ પર ક્લેશ અંગે તમારું શું કહેવું છે.  તે દરમિયાન સની દેયોલે જૂની વાત યાદ કરતાં જણાવ્યું કે વર્ષ 2011માં પણ ગદર સાથે લગાન ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે બંને ફિલ્મની સરખામણી થઈ શકે તેમ નથી. સનીએ જણાવ્યું કે, ‘ગદર એ તે સમયે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જ્યારે લગાન ફિલ્મની કમાણી તેનાં કરતાં ઓછી હતી.’ 

સનીએ વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ પ્રત્યે લોકોનું અલગ જ પ્રકારનું વલણ હતું જેમ કે આ મસાલા ફિલ્મ છે, જૂની ફિલ્મ છે, જૂના ગીતો છે. જ્યારે લગાન માટે લોકોને લાગતુ હતુ કે લગાન એક ક્લાસિક ફિલ્મ છે. જોકે રિલીઝ પછીની વાસ્તવિકતા અલગ જ નીકળી હતી. એવોર્ડ શૉમાં પણ લોકો ગદરની મજાક ઉડાવતા હતા, પરંતુ અમે તેનાથી તકલીફમાં નહોતા મુકાયા. ઘાયલ અને દિલ ફિલ્મ સાથે પણ આવું જ થયું હતું જે ક્લેશ થઈ હતી.

સનીએ જણાવ્યું કે, ગદર 2 અને OMG 2 ફિલ્મ વચ્ચે કોઈ સરખામણી જ નથી પરંતુ લોકોને તે પસંદ છે. જે ફિલ્મ વધારે સારી હોય છે તો પણ લોકો તેની સરખામણી કરી લે છે. જે વસ્તુની સરખામણી થઈ શકે તેમ છે જ નહીં તો ના કરો.

ગદર 2 હિન્દી ફિલ્મ સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ ગદર- એક પ્રેમ કથાનું સિક્વલ છે.  તેને અનિલ શર્મા દ્વારા ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરાઈ છે. આ ફિલ્મમાં સની દેયોલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા લીડ રોલમાં દેખાશે. 

જ્યારે OMG 2 ફિલ્મ એક કોમેડી ડ્રામા છે. આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થયેલી OMG- OH MY GOD ફિલ્મની સિક્વલ છે. ફિલ્મને અમિત રાયએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના, પંકજ ત્રિપાઠી તેમના ભક્તના રોલમાં જોવા મળશે. આ બંને ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થયા બાદ દર્શકો કઈ ફિલ્મને વધારે પસંદ કરે છે તે આગામી સમય જ બતાવશે. જોકે બંને ફિલ્મના અવનવા પોસ્ટર્સ અને સોન્ગ્સ રિલીઝ થઈ રહ્યા છે અને તેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.