પાકિસ્તાની મહિલાએ બાબર આઝમની જગ્યાએ વિરાટ કોહલીને પસંદ કર્યો

પાકિસ્તાની મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે શ્રીલંકામાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે વરસાદથી પ્રભાવિત એશિયા કપ 2023ની મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની જગ્યાએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પસંદગી કરી હતી. આ પાકિસ્તાની મહિલા તેના દેશની ટીમ કરતાં ખાસ વિરાટ કોહલીની ઈનિંગ જોવા માટે શ્રીલંકા આવી હતી.  […]

Share:

પાકિસ્તાની મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે શ્રીલંકામાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે વરસાદથી પ્રભાવિત એશિયા કપ 2023ની મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની જગ્યાએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પસંદગી કરી હતી. આ પાકિસ્તાની મહિલા તેના દેશની ટીમ કરતાં ખાસ વિરાટ કોહલીની ઈનિંગ જોવા માટે શ્રીલંકા આવી હતી. 

મુફદલ વોહરા નામના વપરાશકર્તા દ્વારા X (અગાઉ ટ્વિટર) પર શેર કરાયેલ, ક્લિપમાં પાકિસ્તાની મહિલાએ વિરાટ કોહલી માટે તેની પ્રશંસા વ્યક્ત કરી હતી. પાકિસ્તાની મહિલા વીડિયોમાં કહ્યું, “હું માત્ર વિરાટ કોહલી માટે અહીં આવી છું, મને તેની પાસેથી સદીની આશા હતી. મારું દિલ તૂટી ગયું છે’.”

વીડિયોમાં પાકિસ્તાની મહિલા વિરાટ કોહલીની પ્રશંસા કરતા જોવા મળી હતી. જ્યારે એક પત્રકારે તેને બાબર આઝમ અને વિરાટ કોહલી વચ્ચે પસંદગી કરવાનું કહ્યું ત્યારે તેણે વિરાટ કોહલીની તરફેણ કરી હતી. બંને ગાલ પર ભારત અને પાકિસ્તાનના ધ્વજ દોરેલા પાકિસ્તાની મહિલાએ કે કહ્યું કે તે વિરાટ કોહલીને રમતા જોવા માટે શ્રીલંકા આવી હતી અને તેની પાસેથી સદી ફટકારવાની અપેક્ષા હતી. પાકિસ્તાની મહિલાએ વધુમાં કહ્યું હતું કે તે ભારત અને પાકિસ્તાનને સમાન રીતે સમર્થન આપે છે.

ભારત-પાકિસ્તાનની મેચથી ફેન્સ નિરાશ થયા હતા, જ્યાં વરસાદને કારણે મેચ રદ કરવી પડી હતી. આ સાથે જ મેચમાં માત્ર ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના કારણે પાકિસ્તાનની ટીમની બેટિંગ આવી શકી નહોતી અને મેચ રદ કરવી પડી હતી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023માં પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમી હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને તે પછી બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. 

3 સપ્ટેમ્બરના રોજ વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી, તેને 8.7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણા લોકો તેમના વિચારો શેર કરવા માટે વિડિઓના કમેન્ટ કરી હતી.

એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “વિરાટ કોહલીના વૈશ્વિક ફેન્સ છે.”

બીજા યુઝરે કમેન્ટ કરી, “ખૂબ જ સરસ.” ત્રીજાએ કમેન્ટમાં લખું, “સાચા ચાહક.”

અન્ય એક યુઝરે કમેન્ટમાં લખ્યું, “એક ભારતીય તરીકે મને પણ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ ગમે છે, જરાય નફરત નથી. તે લોકોનો આદર કરો.”

ભારતીય ટીમની આગામી મેચ નેપાળ સામે હશે, જે આજે રમાશે. આ પહેલા નેપાળની ટીમ પોતાની પહેલી મેચ હારી ચૂકી છે, જ્યાં આ ટીમને પોતાની પહેલી મેચમાં પાકિસ્તાન તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો અને નેપાળનો હજુ સુધી એક પણ પોઈન્ટ નથી.