Parineeti Chopraના કરવા ચોથના અનારકલી ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

Parineeti Chopra: બી-ટાઉનના ખૂબ ચર્ચિત નવપરિણીત દંપતીએ આ વખતે તેમની પ્રથમ કરવા ચોથ (Karwa Chauth) એકસાથે ઉજવી હતી. અભિનેત્રી પરિણીતિ ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ સતત કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહ્યા છે.  Parineeti Chopraએ શેર કરી તસવીરો અભિનેત્રી પરિણીતિ ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લગ્ન પછીની પ્રથમ કરવા ચોથની ઉજવણીની કેટલીક […]

Share:

Parineeti Chopra: બી-ટાઉનના ખૂબ ચર્ચિત નવપરિણીત દંપતીએ આ વખતે તેમની પ્રથમ કરવા ચોથ (Karwa Chauth) એકસાથે ઉજવી હતી. અભિનેત્રી પરિણીતિ ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ સતત કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહ્યા છે. 

Parineeti Chopraએ શેર કરી તસવીરો

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લગ્ન પછીની પ્રથમ કરવા ચોથની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી જે ચર્ચિત બની છે. એમ કહી શકાય કે, જ્યારે પણ પરંપરાગત વસ્ત્ર પરિધાનની વાત આવે ત્યારે પરિણીતિ ખૂબ સારી રીતે જાણે છે કે, તેનું ફેશન સાથે કેવું કોમ્બિનેશન શ્રેષ્ઠ બની રહેશે. તેનો કરવા ચોથ સ્પેશિયલ લુક આ વાતની સાક્ષી પૂરે છે. 

પરિણીતિ ચોપરા (Parineeti Chopra)એ “હેપ્પી ફર્સ્ટ કરવા ચોથ માય લવ” કેપ્શન સાથે રેડ એથનીક વેરમાં કેટલીક તસવીરો શેર કરી હતી જેને ગણતરીની મિનિટોમાં જ ઘણી બધી લાઈક્સ મળી ગઈ હતી અને ખૂબ વાયરલ થઈ રહી છે. 

વધુ વાંચો: પાપારાઝીના સવાલ પર પરિણીતી ચોપરાએ આપ્યો મજેદાર જવાબ! 

ડિઝાઈનર મૃણાલિની રાવના કલેક્શન પર પસંદગી

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ લગ્ન પછીની પ્રથમ કરવા ચોથ (Karwa Chauth)ને સ્પેશિયલ બનાવવા માટે ડિઝાઈનર મૃણાલિની રાવના કલેક્શન પર પસંદગી ઉતારી હતી અને તેણે તૈયાર કરેલા વૈભવી સિલ્ક ફેબ્રિકના લાલ અનારકલી સેટને કેરી કર્યો હતો. વિન્ટેજ ગોલ્ડ એમ્બ્રોઈડરીથી સુશોભિત સ્પ્લિટ ક્રૂ નેકલાઈનવાળા આ ડ્રેસની કોણી સુધીની ઢીલી સ્લિવ્ઝ પર પણ હાથ વડે જરદોશી વર્ક કરવામાં આવેલું છે. 

પરિણીતિએ આ લુકને મેચિંગ એમ્બ્રોઈડરીવાળા સલવાર અને લેસવાળા દુપટ્ટા સાથે કમ્પ્લીટ કર્યો હતો. આ ડ્રેસની કિંમત 1.56 લાખ રૂપિયા છે. ત્યારે પરિણીતિના કરવા ચોથ લુકની સાથે જ ડ્રેસની કિંમત પણ ચર્ચાનું કારણ બની છે. અન્ય એસેસરીઝની વાત કરીએ તો પરિણીતિ ચોપરાએ કાનમાં સિલ્વર ચાંદબાલી, હાથમાં લગ્નના પેસ્ટલ પિંક ચૂડા અને પગમાં સિલ્વર જૂત્તી પહેરી છે જે તેને ખૂબ મનમોહક લાગી રહ્યા છે. 

વધુ વાંચો: ઈકોનોમી ક્લાસમાં જયપુર પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા

મેકઅપ અને હેરસ્ટાઈલ

મેકઅપ આર્ટિસ્ટ આશિ કશ્યપે પરિણીતિને કરવા ચોથ (Karwa Chauth)ના ખાસ દિવસ માટે શિમરી આઈશેડો, મસ્કરા-કોટેડ લેશ, વિંગ્ડ આઈલાઈનર, કોન્ટૂર ચીક્સ અને ન્યૂડ લિપસ્ટિક વડે તૈયાર કરી આપી હતી અને હેરસ્ટાઈલિસ્ટ સિમરન કૌરે સાઈડ ઓપન સોફ્ટ કર્લ સાથે તેના સંપૂર્ણ દેખાવને કમ્પ્લીટ લુક આપ્યો હતો. 

રાઘવ ચઢ્ઢાનું સ્ટાઈલિંગ

પરિણીતિ ચોપરા (Parineeti Chopra)ના પતિ રાઘવ ચઢ્ઢાએ આ દિવસે સફેદ સ્ટ્રેટ ફીટ પેન્ટ પર મસ્ટર્ડ યેલો કુર્તા સાથે બંધ ગળાનું ગ્રે જેકેટ પહેર્યું હતું. રાઘવ ચઢ્ઢાએ સિલ્વર ઘડિયાળ, બ્રાઉન લોફર્સ, પરફેક્ટ્લી ગ્રૂમ કરવામાં આવેલી દાઢી અને મોહક સ્મિત સાથે ધ્યાન ખેંચ્યું હતું.