Parineeti Chopra: પતિ રાઘવ ચઢ્ઢાએ રોમેન્ટિક અંદાજમાં પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

Parineeti Chopra: અભિનેત્રી પરિણીતિ ચોપરા (Parineeti Chopra) 22મી ઓક્ટોબર, 2023ના રોજ પોતાના 35મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ખાસ દિવસે પરિણીતિ ચોપરાને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે તેમાં પતિ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ની શુભેચ્છા ખૂબ ખાસ બની રહી છે. ઉલ્લેખનીય છે કે, પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા, રાજકારણી રાઘવ ચઢ્ઢાએ ગત […]

Share:

Parineeti Chopra: અભિનેત્રી પરિણીતિ ચોપરા (Parineeti Chopra) 22મી ઓક્ટોબર, 2023ના રોજ પોતાના 35મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ખાસ દિવસે પરિણીતિ ચોપરાને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે તેમાં પતિ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ની શુભેચ્છા ખૂબ ખાસ બની રહી છે. ઉલ્લેખનીય છે કે, પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા, રાજકારણી રાઘવ ચઢ્ઢાએ ગત મહિને જ ઉદયપુર ખાતે ભવ્ય રીતે લગ્ન સમારંભ યોજ્યો હતો. 

Raghav Chadhaની શુભેચ્છા પોસ્ટ

રાઘવ ચઢ્ઢાએ લગ્ન બાદના પરિણીતિ ચોપરાના પ્રથમ જન્મ દિવસ પર ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં શુભેચ્છા પાઠવીને તેમના ડેટિંગ પીરિયડની કેટલીક તસવીરો પણ જાહેર કરી છે. આ સાથે જ રાઘવ ચઢ્ઢાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “તું એક સુપરસ્ટારની જેમ મારી જિંદગીને રોશન કરે છે પારૂ! તારૂં માત્ર એક જ સ્મિત મારા ચેલેન્જિંગ અને ઉતાર-ચઢાવભર્યા દિવસને સરળ બનાવી શકે છે. તું મારી જિંદગીમાં અનેક ખુશીઓ લઈને આવી છે… જન્મ દિવસની શુભેચ્છા પત્ની!”

વધુ વાંચો: રાજકારણીઓ અને બોલિવુડના કલાકારો માટે 2 અલગ રિસેપ્શન યોજશે રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા

Parineeti Chopraનો વીંટી દર્શાવતો ફોટો છે ખાસ

રાઘવ ચઢ્ઢાએ પોસ્ટ કરેલી પહેલી તસવીર ઉદયપુરના કોઈ સરોવરના કિનારાની જગ્યા લાગે છે જ્યાં તેઓ વાદળી છત્રી નીચે બેઠા છે. રાઘવે સફેદ શર્ટ પહેર્યો છે જ્યારે પરિણીતિએ બેજ રંગનું ટોપ પહેર્યું છે. બીજી તસવીર એક રેસ્ટોરાની છે જ્યાં પરિણીતિ ફોટો પાડી રહેલા રાઘવને ‘રિઝર્વ્ડ’ સાઈન દેખાડી રહી છે. આ સાથે જ તે પોતાની આંગળીમાં પહેરેલી સગાઈની વીંટી પણ ફ્લોન્ટ કરી રહી છે. કદાચ તે રાઘવ ચઢ્ઢાએ લગ્ન માટે પ્રપોઝ કર્યું તે પળનો ફોટો હોવાનું લાગી રહ્યું છે. 

ત્રીજો ફોટો લંડનના કોઈ રસ્તાનો હોવાનું લાગે છે જેમાં રાઘવ અને પરિણીતિ ફોર્મલ ડ્રેસમાં એકબીજાની જોડે ઉભા છે. પરિણીતિએ તેમાં સ્ટ્રાઈપ્ડ સફેદ બ્લેઝર અને શેડેડ ગ્લાસ સાથે એક બ્લેક ડ્રેસ પહેર્યો છે જ્યારે રાઘવે ડાર્ક બ્લૂ સૂટ પહેરેલો છે. એના પછીની તસવીર પણ લંડનના રસ્તા પરની છે જેમાં તેઓ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. 

વધુ વાંચો: લગ્ન બાદ પતિ રાઘવ ચઢ્ઢાને બદલે ગર્લ્સ ગેંગ સાથે માલદીવ પહોંચી ગઈ

અન્ય તસવીરમાં ફુલ રોમેન્ટિક ઝલક જોવા મળી રહી છે જેમાં પરિણીતિ રાઘવના ખોળામાં ઢળીને બેઠી છે અને રાઘવે તેને પોતાના હાથ વડે લપેટી લીધેલી છે. એના પછીની તસવીરમાં બંને 2 મોટી છત્રી પાછળ બેઠેલા છે જ્યારે છેલ્લી તસવીરમાં તેઓ બંને એક રેસ્ટોરામાં એકબીજાની બાજુમાં ઉભા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતિ ચોપરા ચમકીલા ફિલ્મમાં જોવા મળશે જે દિવંગત પંજાબી સિંગર અમર સિંહ ચમકીલાની જિંદગી પર આધીન છે.