Parineeti Chopra: અભિનેત્રીએ પતિ રાઘવ ચઢ્ઢાના જન્મદિવસ પર રોમેન્ટિક તસવીરો શેર કરી

11 નવેમ્બરે રાઘવ ચઢ્ઢાએ તેનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો

Courtesy: Twitter

Share:

 

Parineeti Chopra: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra)એ તેના પતિ અને રાજકારણી રાઘવ ચઢ્ઢાના પર જન્મદિવસ પર એક નોટ શેર કરી હતી. આ સાથે ઈન્સ્ટાગ્રામ પર તેણીએ તેમની વેકેશનની રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. જેના પર ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો.

 

પરિણીતી ચોપરા (Parineeti Chopra)ના પતિ રાઘવ ચઢ્ઢાએ 11મી નવેમ્બરે તેમનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસરે પરિણીતી ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર અનસીન તસવીરો શેર કરી છે. તેમાં બંને ખૂબ રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. એક તસવીરમાં પરી રાઘવને હગ કરે છે, તો બીજી તસવીરમાં તેઓ કિસનો પોઝ આપી રહ્યા છે. અન્ય એક તસવીરમાં કેફેમાં બેસીને બંને ડેટ એન્જોય કરી રહ્યા છે. ફોટોઝમાં બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોઝ તેમના લગ્ન બાદની ટ્રિપના લાગી રહ્યાં છે.

Parineeti Chopraએ રાઘવ ચઢ્ઢા માટે નોંધ શેર કરી  

આ તસવીરો સાથે પરિણીતિ ચોપરા (Parineeti Chopra)એ રાઘવ ચઢ્ઢા માટે કેપ્શનમાં ઘણો પ્રેમ વરસાવ્યો છે. પરિણિતિ ચોપરાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “તમે મને ભગવાને આપેલી શ્રેષ્ઠ ભેટ છો, મારા રાગાઈ! તમારું મન અને બુદ્ધિ મને આશ્ચર્યચકિત કરે છે. તમારા મૂલ્યો, પ્રમાણિકતા અને વિશ્વાસ મને વધુ સારી વ્યક્તિ બનવાની પ્રેરણા આપે છે.” ફેમિલી માટેનું તમારું કમિટમેન્ટ મને રોજ લકી હોવાનો અનુભવ કરાવે છે. મને દરરોજ ધન્યતા અનુભવાય છે. તમે આ ઉન્મત્ત વિશ્વમાં એક વિન્ટેજ સજ્જન છો. તમારી શાંતિ મારી દવા છે. આજનો દિવસ સત્તાવાર રીતે મારો પ્રિય દિવસ છે કારણ કે મારા માટે આજે જ તમારો જન્મ થયો હતો. જન્મદિવસની શુભેચ્છા હસબન્ડ! મને પસંદ કરવા બદલ આભાર…”   

 

તેમની તસવીરો પર પ્રતિક્રિયા આપતા, એક ચાહકે લખ્યું, “હાય આ જોડી!” બીજાએ ટિપ્પણી કરી, "એકદમ વાઉ  લાગી રહ્યા છો." કેટલાક લોકોએ તેમને કોમેન્ટ સેક્શનમાં તેમનું "ફેવરિટ કપલ" પણ કહ્યું હતું.  

 

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા (Parineeti Chopra) માટે તેના જન્મદિવસ પર એક હૃદય સ્પર્શી નોંધ લખી હતી. તેમની ઘણી તસવીરો એકસાથે શેર કરવામાં આવી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. 

 

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન

 

પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ સપ્ટેમ્બરમાં રાજસ્થાનના ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝા, હરભજન સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા જેવા હાઈ-પ્રોફાઈલ રાજકારણીઓ લગ્નમાં સામેલ થયા હતા.