આ દિવસે રાઘવ ચઢ્ઢાની દુલ્હન બનશે પરિણિતી ચોપરા, જાણો ક્યાં ગૂંજશે શરણાઈના સૂર

બોલિવુડ અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની તમામ અટકળોનો હવે અંત આવ્યો છે અને આખરે તેમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. એક અહેવાલ પ્રમાણે આ પ્રેમીપંખીડા આગામી 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં લગ્ન કરવાના છે. જોકે બંનેના પરિવારજનોએ આ અંગે કોઈ પુષ્ટિ નથી કરી.   સપ્ટેમ્બર મહિનામાં પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની […]

Share:

બોલિવુડ અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની તમામ અટકળોનો હવે અંત આવ્યો છે અને આખરે તેમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. એક અહેવાલ પ્રમાણે આ પ્રેમીપંખીડા આગામી 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં લગ્ન કરવાના છે. જોકે બંનેના પરિવારજનોએ આ અંગે કોઈ પુષ્ટિ નથી કરી.  

સપ્ટેમ્બર મહિનામાં પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ શરૂ થશે

જાણવા મળ્યા મુજબ પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આગામી 25મી સપ્ટેમ્બરે રાજસ્થાનમાં ખૂબ જ ભવ્ય અને પરંપરાગત રીતે લગ્ન કરવાના છે. જોકે પરિણિતી પોતાના લગ્ન અને તેની તૈયારીઓ વિશે કશું પણ બહાર પાડવાના મૂડમાં નથી. પરિણિતી ચોપરા હાલ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના લગ્નની સંપૂર્ણ જવાબદારીની તૈયારી તેની ટીમે ઉપાડી લીધી છે. પરિણિતી ચોપરા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાથી પોતાના લગ્નની તૈયારીમાં જોડાશે. 

એક અહેવાલ પ્રમાણે ગુરૂગ્રામમાં પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું રિસેપ્શન યોજવામાં આવશે. જોકે બંનેએ હજુ પોતાના લગ્નની તારીખ અને સ્થળ સત્તાવાર રીતે જાહેર નથી કર્યા.

પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા કોલેજ કાળના મિત્રો

પરિણિતી ચોપરાએ મે મહિનામાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. તેઓ બંને કોલેજના સમયથી એકબીજાને ઓળખે છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હતો. ઘણાં વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ તેમણે 13 મેના રોજ સગાઈ કરી હતી અને તે દિવસે જ તેમના સંબંધની જાહેરાત કરી હતી. 

અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ઉપરાંત બોલિવુડ અને રાજકારણની અનેક દિગ્ગજ હસ્તિઓએ હાજરી આપી હતી. 

પરિણિતી ચોપરા હાલ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પરિણિતી અભિનેતા અક્ષય કુમાર સાથે લીડ રોલમાં ચમકશે. પરિણિતી અને રાઘવની લવ સ્ટોરીની વાત કરીએ તો તેઓ ભલે ઘણાં વર્ષોથી મિત્ર હોય પરંતુ 2022માં તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. તે સમયે પરિણિતી પંજાબમાં ફિલ્મ ‘ચમકીલા’નું શૂટિંગ કરી રહી હતી અને તે સમયે રાઘવ ચઢ્ઢા તેને મળવા માટે ફિલ્મના સેટ પર પહોંચ્યા હતા. 

પરિણિતી ચોપરાની શૈક્ષણિક લાયકાત

પરિણિતીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેણે એક કોસ્મેટિક્સ અને વેલનેસ બ્રાન્ડમાં રોકાણ કર્યું છે. તેણે પોતે પોતાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ બિઝનેસ સાથે સંકળાવાની ઈચ્છા પૂરી કરવા આ પ્રકારનું રોકાણ કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. તે બોલિવુડની સૌથી વધુ પ્રોફેશનલી ક્વોલિફાઈડ અભિનેત્રીઓ પૈકીની એક છે. તે માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલની બિઝનેસ, ફાઈનાન્સ અને ઈકોનોમિક્સ એમ ત્રિપલ ઓનર્સ ડિગ્રી ધરાવે છે.