આલિયા ભટ્ટની સોતેલી બહેન નહીં પણ માતા છે પૂજા ભટ્ટ… પૂજા ભટ્ટે આ અફવાઓને લઈ જણાવ્યું સત્ય

પૂજા ભટ્ટની પ્રોફેશનલ લાઈફ કરતા તેની અંગત જિંદગી વધારે ચર્ચાસ્પદ રહી છે. એક સમયે પૂજા ભટ્ટના તેના પિતા મહેશ ભટ્ટ સાથેના લિપ કિસવાળા ફોટોશૂટને લઈ હંગામો મચી ગયો હતો. ત્યાર બાદ એવી અફવા પણ સામે આવી હતી કે, આલિયા ભટ્ટ એ પૂજા ભટ્ટની બહેન નહીં પણ દીકરી છે. પૂજા ભટ્ટને તાજેતરમાં આ પ્રકારની અફવાઓને લઈ […]

Share:

પૂજા ભટ્ટની પ્રોફેશનલ લાઈફ કરતા તેની અંગત જિંદગી વધારે ચર્ચાસ્પદ રહી છે. એક સમયે પૂજા ભટ્ટના તેના પિતા મહેશ ભટ્ટ સાથેના લિપ કિસવાળા ફોટોશૂટને લઈ હંગામો મચી ગયો હતો. ત્યાર બાદ એવી અફવા પણ સામે આવી હતી કે, આલિયા ભટ્ટ એ પૂજા ભટ્ટની બહેન નહીં પણ દીકરી છે. પૂજા ભટ્ટને તાજેતરમાં આ પ્રકારની અફવાઓને લઈ તેનું રિએક્શન પુછવામાં આવ્યું હતું અને જવાબમાં પૂજા ભટ્ટે આવી વસ્તુઓને ‘ઘટિયા’, સાવ નિમ્ન સ્તરની ગણાવી દીધી હતી. વધુમાં પૂજા ભટ્ટે એમ પણ કહ્યું હતું કે, દેશમાં હવે આ ફેશન થઈ ગઈ છે કે, લોકો પરિવારના સદસ્યો સાથે અન્ય કોઈ વ્યક્તિના સંબંધ અંગે વાત કરવાનું શરૂ કરી દે છે. 

સિદ્ધાર્થ કનનના ઈન્ટરવ્યૂમાં પૂજા ભટ્ટને સવાલ

સિદ્ધાર્થ કનને ઈન્ટરવ્યૂ દરમિયાન પૂજા ભટ્ટને કહ્યું હતું કે, જ્યારે આલિયા ભટ્ટને આ પ્રકારની અફવાની ખબર પડી તો તે ખૂબ જોરથી હસી પડી હતી અને તેને ખૂબ જ બકવાસ અફવા ગણાવી હતી. 

પૂજા ભટ્ટની દીકરી હોવાની અફવા અંગે આલિયા ભટ્ટનું રિએક્શન

આલિયા ભટ્ટ કોફી વિથ કરણ શોમાં આવી હતી ત્યારે તેના સમક્ષ આ અફવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કરણ જોહરે આલિયા ભટ્ટને તેણે પોતાના વિશે સૌથી ખરાબ અફવા શું સાંભળી છે તેવો સવાલ કર્યો હતો. જવાબમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે, સૌથી ખરાબ અફવા એ રહી છે કે તે મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી છે. 

નોંધનીય છે કે, આલિયા ભટ્ટના માતા-પિતા મહેશ ભટ્ટ અને સોની રાઝદાન છે. જ્યારે મહેશ ભટ્ટ અને તેમના પહેલા પત્ની કિરણ ભટ્ટની દીકરીનું નામ પૂજા ભટ્ટ છે. આમ આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ સોતેલી બહેનો છે. પૂજા ભટ્ટ તાજેતરમાં ‘બિગ બોસ ઓટીટી 2’માં જોવા મળી હતી અને છવાઈ ગઈ હતી. આ પ્રકારની અફવાથી તેને હસવું આવે છે કે નહીં તેવો સવાલ કરવામાં આવ્યો હતો. 

પૂજા ભટ્ટે કહ્યું આ નિમ્ન સ્તરની વિચારસરણી

જવાબમાં પૂજા ભટ્ટે કહ્યું હતું કે, “મને એમ લાગે છે કે, આનાથી એ માણસ વિશે વધારે ખબર પડે છે જે આવી વાતો કરે છે. અને આપણા દેશમાં તો આ ખૂબ જૂની વાત છે. કોઈના પોતાની દીકરી સાથે કે ભાભી સાથે કે પોતાની બહેન સાથે કે પછી કોઈ પણ વસ્તુ સાથેના સંબંધો અંગે વાત કરવાનું શરૂ કરી દો. તો હવે તમે આ વિશે કઈ રીતે રિએક્ટ કરશો? શું એને રિસ્પોન્ડ કરવામાં કોઈ ગરિમા છે? આ ખૂબ જ ઘટિયા છે.”