28મી સપ્ટેમ્બરે નહીં રિલીઝ થાય પ્રભાસની ફિલ્મ ‘સાલાર’, શાહરૂખના ચાહકોમાં છવાઈ ખુશી

છેલ્લા ઘણાં સમયથી અભિનેતા પ્રભાસની ફિલ્મ સાલાર ચર્ચામાં છે. KGFના ચાહકો પણ આ ફિલ્મને લઈ ખૂબ આતુર છે. આ ફિલ્મ 28મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ આગળ ટાળી દેવાઈ છે. ફિલ્મ સાલાર માટે વિદેશોમાં એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું ત્યારે ફિલ્મની રિલીઝ પાછી ઠેલાતા પ્રભાસ અને સાલારના ચાહકોમાં નિરાશા […]

Share:

છેલ્લા ઘણાં સમયથી અભિનેતા પ્રભાસની ફિલ્મ સાલાર ચર્ચામાં છે. KGFના ચાહકો પણ આ ફિલ્મને લઈ ખૂબ આતુર છે. આ ફિલ્મ 28મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ આગળ ટાળી દેવાઈ છે. ફિલ્મ સાલાર માટે વિદેશોમાં એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું ત્યારે ફિલ્મની રિલીઝ પાછી ઠેલાતા પ્રભાસ અને સાલારના ચાહકોમાં નિરાશા વ્યાપી છે. 

સાલારની રિલીઝ ડેટ પાછી ઠેલાઈ

ફિલ્મ સાલારનું પોસ્ટ પ્રોડક્શન કામ બાકી હોવાના કારણે KGF ફેમ પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ પેન ઈન્ડિયા ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ નહીં થાય. એક અહેવાલ પ્રમાણે સાલાર પાર્ટ-1: સીઝફાયર હવે ડિસેમ્બર 2023માં અથવા તો જાન્યુઆરી 2024માં રિલીઝ થાય તેવી શક્યતા છે. 

યુએસએમાં બુકિંગ રદ્દ

ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન વર્કને પૂરૂ કરવા માટે હજુ વધારે સમયની જરૂર હોવાથી પ્રભાસ, પ્રશાંત નીલ અને સમગ્ર ટીમ સાલારની રિલીઝ તારીખ 28 સપ્ટેમ્બરને હજુ વધુ આગળ લઈ જવા માટે તૈયાર થયા છે. ફિલ્મ રિલીઝ પાછી ઠેલાઈ હોવાના કારણે યુએસએ અને ભારતના ડિસ્ટ્રિબ્યુટર્સને પણ તેની જાણ કરવામાં આવી છે અને યુએસએનું બુકિંગ રદ્દ કરીને રિફંડ આપવામાં આવશે. 

સોશિયલ મીડિયા રિએક્શન

ફિલ્મ સાલારની રિલીઝ ડેટ પાછી ઠેલાવાના કારણે સોશિયલ મીડિયામાં મિશ્રિત પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. પ્રભાસ અને સાલારના ચાહકો આ સમાચારથી દુઃખી થઈ ગયા છે. સાથે જ સોશિયલ મીડિયામાં ફિલ્મના ડિરેક્ટર અને મેકર્સને વિલંબ બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જોકે પ્રભાસના ચાહકો સારૂ કન્ટેન્ટ બનાવવામાં વધારે સમય જોઈએ તેમ કહીને મન પણ મનાવી રહ્યા છે. 

શાહરૂખ ખાનના ચાહકોમાં આનંદ

ફિલ્મ સાલારની રિલીઝ ડેટ પાછી ઠેલાવાના કારણે શાહરૂખ ખાનના ચાહકોમાં આનંદ વ્યાપ્યો છે. નોંધનીય છે કે, આગામી 7 સપ્ટેમ્બરે શાહરૂખ ખાનની જવાન ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ત્યારે સાલારની રિલીઝ કેન્સલ થઈ હોવાના કારણે સપ્ટેમ્બરમાં ફિલ્મ જવાન સામે બીજી કોઈ મોટી ફિલ્મ ક્રેશ નહીં થાય અને જવાન આખા મહિના દરમિયાન સારૂં એવું કલેક્શન મેળવી શકશે. 

ડિસેમ્બર 2020માં એનાઉન્સ થઈ હતી ફિલ્મ

ડિસેમ્બર 2020માં સાલારનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. શરૂમાં આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના તેમાં વિલન સાબિત થયો હતો. હવે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે પણ મેકર્સ તેનું પોસ્ટ પ્રોડક્શન વર્ક પૂરૂ કરીને તેને રિલીઝ કરશે. 

નોંધનીય છે કે, પ્રભાસની પાછલી ફિલ્મ ‘આદિપુરૂષ’ ખરાબ VFXના કારણે ખૂબ ટ્રોલ થઈ હતી માટે મેકર્સ સાલારના VFXમાં કોઈ ખામી નથી ઈચ્છતા.