પ્રભાસની પૌરાણિક મહાકાવ્ય ‘આદિપુરુષ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ

પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ એ 16 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત અને મહાકાવ્ય ‘રામાયણ’થી પ્રેરિત આદિપુરુષ ફિલ્મને તેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, અવિકસિત પાત્રો અને સંવાદો માટે આકરી ટીકાનો સામનો કરવો પડયો હતો. હવે, તેની સિનેમેટિક રિલીઝના લગભગ બે મહિના પછી, ‘આદિપુરુષ’ શુક્રવારે, 11 ઓગસ્ટના રોજ, નિર્માતાઓ દ્વારા કોઈ મોટી જાહેરાત વિના […]

Share:

પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ એ 16 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત અને મહાકાવ્ય ‘રામાયણ’થી પ્રેરિત આદિપુરુષ ફિલ્મને તેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, અવિકસિત પાત્રો અને સંવાદો માટે આકરી ટીકાનો સામનો કરવો પડયો હતો. હવે, તેની સિનેમેટિક રિલીઝના લગભગ બે મહિના પછી, ‘આદિપુરુષ’ શુક્રવારે, 11 ઓગસ્ટના રોજ, નિર્માતાઓ દ્વારા કોઈ મોટી જાહેરાત વિના OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. 

એમેઝોન પ્રાઈમ વિડિયો પર આદિપુરુષ સ્ટ્રીમ થઈ

એમેઝોન પ્રાઈમ વિડિયો ચાર દક્ષિણ ભારતીય ભાષાઓ – તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં ફિલ્મ સ્ટ્રીમ કરી રહ્યું છે, જ્યારે હિન્દી ભાષામાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ છે. જો કે, આમાંની કોઈપણ OTT સ્ટ્રીમિંગ સાઈટ્સ પર ફિલ્મ જોવા માટે સબ્સ્ક્રિપ્શન આવશ્યક છે. 

ફિલ્મમાં, પ્રભાસે રાઘવની ભૂમિકા ભજવી હતી, જેને ભગવાન રામ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સાથે કૃતિ સેનન જાનકી અથવા સીતા તરીકે અને સૈફ અલી ખાને લંકેશ અથવા રાવણની ભૂમિકા ભજવી હતી. 

આદિપુરુષની ભારે ટીકાઓ થઈ

મૂળ પ્રોડક્શન તેલુગુ અને હિન્દીમાં બનાવવામાં આવ્યું હતું અને બાદમાં અન્ય ભાષાઓમાં ડબ કરવામાં આવ્યું હતું. ‘આદિપુરુષ’ને ‘મરેગા બેટા’, ‘બુઆ કા બગીચા હૈ ક્યા’ અને ‘જલેગી તેરે બાપ કી’ જેવા સંવાદો માટે જોરદાર ટીકાનો સામનો કરવો પડયો હતો અને ફિલ્મના નિર્માતાઓએ તેમાં સુધારો કરવો પડયો હતો. ફિલ્મના સંવાદ લેખક મનોજ મુન્તાશીરે આ ફિલ્મ માટે અયોગ્ય ગણાતા સંવાદો લખવા બદલ ઘણી ટીકાઓનો સામનો કરવો પડયો હતો.

વધુમાં, પૌરાણિક ભવ્યતા ધરાવતી ફિલ્મ આદિપુરુષમાં પણ સની સિંહને શેષ અથવા લક્ષ્મણ તરીકે, બજરંગ તરીકે દેવદત્ત નાગે, જે ભગવાન હનુમાન તરીકે પણ ઓળખાય છે, વત્સલ શેઠ ઈન્દ્રજીત તરીકે, અથવા મેઘનાદ તરીકે, સોનલ ચૌહાણ મંદોદરી તરીકે, સિદ્ધાંત કર્ણિકને વિભીષણ તરીકે, કૃષ્ણ કોટિયનને દશરથ તરીકે, તૃપ્તિ ટોડરમલને સરમા તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

રૂ. 600 કરોડથી વધુના બજેટ સાથે બનેલી, ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોંઘા સાહસોમાંની એક ફિલ્મ છે. આ જ કારણ છે કે 390 કરોડ રૂપિયાનું ગ્રોસ વર્લ્ડવાઈડ કલેક્શન મેળવ્યા પછી પણ તે મોટા પાયે નિષ્ફળ સાબિત થઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, ‘સાહો’ અને ‘રાધે શ્યામ’ પછી આદિપુરુષ એ પ્રભાસની કારકિર્દીની ત્રીજી મોટી નિષ્ફ્ળ ફિલ્મ છે. OTT પ્લેટફોર્મ પર આદિપુરુષ ફિલ્મ કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે. 

દરમિયાન, પ્રખ્યાત ‘બાહુબલી’ અભિનેતા પ્રભાસને તેની આગામી રિલીઝ ‘સાલાર’ થી ઘણી આશા છે જેનું પ્રીમિયર 28 સપ્ટેમ્બરે લોન્ચ થશે. બીજી તરફ કૃતિ સેનન પાસે ‘ગણપથઃ પાર્ટ 1’ છે જેમાં તે મહિલા લીડની ભૂમિકા ભજવશે. તેમજ આગામી ફિલ્મો ‘જસ્સી’ અને ‘ધ ક્રૂ’ ભૂમિકા ભજવશે.