રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરાના 23-24 સપ્ટેમ્બરે લેક સિટી ખાતે યોજાનારા લગ્ન માટેની તૈયારીઓનો આરંભ 

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ અભિનેત્રી પરિણિતી ચોપરા આ મહિનાના અંતમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે લગ્નગ્રંથિથી જોડાશે. આગામી તારીખ 23 અને 24 સપ્ટેમ્બરના રોજ લીલા પેલેસ અને ઓબેરોય ઉદયવિલાસ ખાતે રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરાના લગ્નની વિધિઓનું આયોજન રાખવામાં આવ્યું છે.  પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન માટે 200થી પણ વધારે મહેમાનોના રોકાવાની […]

Share:

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ અભિનેત્રી પરિણિતી ચોપરા આ મહિનાના અંતમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે લગ્નગ્રંથિથી જોડાશે. આગામી તારીખ 23 અને 24 સપ્ટેમ્બરના રોજ લીલા પેલેસ અને ઓબેરોય ઉદયવિલાસ ખાતે રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરાના લગ્નની વિધિઓનું આયોજન રાખવામાં આવ્યું છે. 

પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન માટે 200થી પણ વધારે મહેમાનોના રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 50થી પણ વધારે VVIP મહેમાનો આ લગ્નમાં હાજર રહે તેવી શક્યતા છે. બુકિંગ કન્ફર્મ થયા બાદ તરત જ આ બંને હોટેલમાં પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લગ્નમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના અનેક લોકો હાજરી આપશે. પરિણિતી ચોપરાની પિતરાઈ પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનાસ પણ આ પ્રસંગમાં હાજરી આપવાના છે. 

23 સપ્ટેમ્બરથી શરૂ થશે કાર્યક્રમો

હોટેલ સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આગામી 23મી સપ્ટેમ્બરથી જ હલ્દી, મહેંદી અને લેડીઝ સંગીત સહિતના કાર્યક્રમો શરૂ થઈ જશે અને લગ્ન બાદ હરિયાણાના ગુરૂગ્રામ ખાતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. 

લીલા પેલેસ અને ઉદયવિલાસ ઉપરાંત નજીકની અન્ય 3 હોટેલ્સમાં પણ બુકિંગ કરવામાં આવ્યું છે અને લગ્ન પ્રસંગમાં VVIP મહેમાનો પણ હાજરી આપવાના હોવાથી ઈન્ટેલિજન્સ અધિકારીઓ દ્વારા હોટેલ્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

લીલા પેલેસમાં રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરા ફેરા ફરશે

પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પોતાના લગ્નના સ્થળની અને હોટેલ્સની તપાસ માટે 2 મહિના પહેલા વ્યક્તિગત રીતે ઉદયપુરની મુલાકાત લીધી હતી. 

રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરાની સગાઈમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમ અને કપિલ સિબ્બલ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સહિતના અનેક હાઈપ્રોફાઈલ રાજનેતાઓએ હાજરી આપી હતી. નોંધનીય છે કે, પરિણિતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસ ખાતે નજીકના સગાસંબંધીઓની હાજરીમાં રિંગ એક્સચેન્જ કરી હતી. 

સગાઈના દિવસે અભિનેત્રી પરિણિતી ચોપરાએ પ્રખ્યાત સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે રાઘવ ચઢ્ઢાએ પોતાના કાકા પવન સચદેવ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો કૂર્તો પહેર્યો હતો. સગાઈ બાદ તરત જ બંનેએ કેટલીક ડ્રીમ તસવીરો પણ શેર કરી હતી અને પરિણિતીએ પોતાની લવ સ્ટોરી પણ જણાવી હતી. 

પરિણિતીએ સગાઈ બાદ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને લખ્યું હતું કે, “એક બ્રેકફાસ્ટ સાથે લીધું અને હું જાણી ગઈ હતી કે મને આખરે તે મળી ગયો છે. સૌથી અદ્દભુત માણસ છે, જે શાંત અને પ્રેરણાદાયી છે. તેનો સપોર્ટ, હ્યુમર, સમજણશક્તિ અને મિત્રતા શુદ્ધ છે. તે મારું ઘર છે.”