પ્રિયંકા ચોપરાએ કેલિફોર્નિયામાં કરી ગણેશ ચતુર્થીની ઉજવણી, માલતી મેરીએ બંગડી-બિંદી સાથે જીત્યું દિલ

બોલિવુડમાંથી આગળ વધીને વૈશ્વિક ઓળખ મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં રહે છે પરંતુ તે એક પણ તહેવારની ઉજવણી કરવાનું ચુકતી નથી. તેણે કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે પોતાની દીકરી માલતી મેરી ચોપરા જોનસ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો શેર કરી હતી.  પ્રિયંકા ચોપરાએ શેર કરેલી તસવીરોમાં તેની દીકરી માલતી […]

Share:

બોલિવુડમાંથી આગળ વધીને વૈશ્વિક ઓળખ મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં રહે છે પરંતુ તે એક પણ તહેવારની ઉજવણી કરવાનું ચુકતી નથી. તેણે કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે પોતાની દીકરી માલતી મેરી ચોપરા જોનસ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો શેર કરી હતી. 

પ્રિયંકા ચોપરાએ શેર કરેલી તસવીરોમાં તેની દીકરી માલતી મેરી રમકડાના ગણપતિ સાથે રમતી જોવા મળે છે. ઉપરાંત પ્રિયંકા ચોપરાએ પોતાના મંદિરની ઝલક પણ શેર કરી છે જેમાં તેણે ગણેશજીની મૂર્તિની સજાવટ કરેલી છે. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગણેશ ચતુર્થીની ઉજવણીની તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, “એક છોકરી અને તેના ગણપતિ (આઈ હાર્ટ ઈમોજી) હંમેશા અમારી સાથે… અમે જ્યાં પણ જઈએ… #ganpatibappamorya [joined hands emoji] #ganeshchaturthi

પ્રિયંકા ચોપરાની દીકરી માલતીના હાથમાં ગણપતિની ઝલક

પ્રિયંકા ચોપરાએ શેર કરેલી પહેલી તસવીરમાં તેના મંદિરની ઝલક દેખાય છે જ્યાં તેણે ભગવાન ગણેશજીની મૂર્તિ મુકેલી છે. તેણે મંદિરની બાજુમાં માલતીના રમકડાના ગણપતિ પણ મુક્યા છે. સાથે જ પોસ્ટમાં માલતી મેરી પોતાના ગણપતિ ટોય સાથે રમતી પણ જોવા મળે છે. 

અન્ય તસવીરમાં માલતી મેરી ગણપતિ બાપ્પાના સોફ્ટ ટોયને હગ કરતી જોવા મળે છે. આ તસવીરને 

પ્રિયંકા ચોપરાના ચાહકોએ ખૂબ જ વખાણી છે. એક ચાહકે લખ્યું હતું કે, તેણી ખૂબ જલ્દી મોટી થઈ ગઈ અને તેના મમ્મી પાપાની જેમ ખૂબ સુંદર છે. તે સિવાય અસંખ્ય ચાહકોએ તે ઈમેજ નીચે હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું હતું. 

માલતીના શૃંગારે લોકોનું દિલ જીત્યું

અન્ય એક તસવીરમાં પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરીને હાથમાં તેડેલી છે જેમાં તેણે રાણી ગુલાબી કોલરવાળો કુર્તો અને બેજ પેન્ટ પહેરેલું છે. જ્યારે સફેદ ફ્રોકમાં હાથમાં બંગડી અને માથામાં બિંદી સાથે માલતી મેરી ખૂબ આકર્ષક દેખાઈ રહી છે. અન્ય એક તસવીરમાં માલતી મેરી પોતાનું ગણપતિ બાપ્પાવાળું સોફ્ટ ટોય પ્રિયંકા ચોપરાના લોસ એન્જલસના ઘરમાં ગણેશજીના મંદિર પાસે મુકતી દેખાય છે. 

નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસની દીકરી માલતી મેરીનો જન્મ 15 જાન્યુઆરી, 2022ના રોજ સરોગેસી દ્વારા થયો હતો. પ્રિયંકા ચોપરા અને નિક ઘણી વખત તેમની દીકરી માલતી સાથેની શાનદાર તસવીરો શેર કરતા રહેતા હોય છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ડિસેમ્બર 2018માં રાજસ્થાનના જોધપુર ખાતે ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. 

પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ પોતાની બહેન પરિણિતી ચોપરાના લગ્નમાં હાજરી આપવા માટે ભારત આવવાની છે. એક અહેવાલ પ્રમાણે આ લગ્નમાં સામેલ થવા માટે માલતી મેરી પણ પ્રિયંકા ચોપરા સાથે ભારત આવશે.